Get The App

'મય-તનયા' મંદોદરી .

Updated: Sep 30th, 2025

GS TEAM

Google News
Google News
'મય-તનયા' મંદોદરી                             . 1 - image

- મંદોદરી મય-સંસ્કૃતિની પુત્રી હતી. રાવણ સાથે તેનાં લગ્ન શા કારણે થયાં?

જ ર્મન ઈતિહાસકાર બર્થોલ્ડ-ફોન-નિબ્હુરે કહ્યું છે : 'લોક ગીતો, લોકકથાઓ અને ધાર્મિક ગ્રંથોમાં પણ ઈતિહાસનું તત્વ રહેલું છે.' જરૂર છે તેની ઉપરનાં શ્રદ્ધાના ભક્તિનાં અને ભાવનાઓનાં પડ સહેજ દૂર કરવાની. તે પ્રમાણે આપણે દશેરાના આગળના દિવસે રાવણ અને તેની પત્ની મંદોદરી વિષે જોઈએ.

રાવણ, બ્રહ્મર્ષિ પુલત્સ્યનો પુત્ર હતો. જન્મે તે બ્રાહ્મણ હતો. તે જન્મ પછી ખૂબ મોટેથી રડયો હતો. મોટેથી રડનાર માટે 'રાવણ' શબ્દ છે. માટે તેનું નામ 'રાવણ' પડયું. તેનો નાનો ભાઈ 'કુંભકર્ણ' પ્રચંડ દેહયષ્ટિ ધરાવતો હતો. કેટલાક સમય પૂર્વે ઉત્તર-પૂર્વ થાઈલેન્ડ અને ઉત્તર પશ્ચિમ લાઓસમાંથી ૯ ફીટનાં માનવ અસ્થિ-કંકાલો મળી આવ્યાં છે માટે કુંભકર્ણ ૯ ફીટથી પણ થોડો ઊંચો હશે. (કંકાલ ઉપર માંસ-સ્નાયુઓ હોવાના) તેમ માની શકાય. રાવણનો સૌથી નાનો ભાઈ વિભીષણ તો, સામાન્ય માનવ જેવી ૬ ફીટ જેટલી દેહયષ્ટી ધરાવતો હશે.

રાવણને ૧૦ માથા ન હતાં તે 'દશાવધાનિ' (જુદી જુદી ૧૦ બાબતો એકી સાથે રજૂ થાય તો પણ તેનો યોગ્ય ઉકેલ શોધી શકે તેવો) હતો. તેને ૨૦ હાથ ન હતા, બે હાથમાં ૨૦ હાથનું બળ હતું.

આ રાવણે વર્તમાન શ્રીલંકાથી શરૂ કરી ઈન્ડોનેશિયાના સુમાત્રાથી શરૂ કરી, પાપુઆના ન્યૂગીનીથી મધ્ય પેસિફિકના સામોઆ તરીકે ઓળખાતા ટાપુઓ સુધી સામ્રાજ્ય વિસ્તાર્યું હતું. તેની પ્રજાઓમાં મલાયાનાં જંગલોમાં રહેલી 'રાક્કા' નામક અત્યંત ઝનૂની પ્રજા તેમજ પાપુઆના ન્યૂગીનીનાં જંગલોમાં રહેતી ઝનૂની પ્રજા પર તેનું સામ્રાજ્ય હતું. આ સર્વેને ભારત રાક્ષસો કહે તે સહજ હતું માટે રાવણનું એક નામ 'રાક્ષસ રાજ' પણ હતું.

હવે મંદોદરી વિષે જોઈએ. તેને मयतनया (મય-પુત્રી) કહે છે. આ મય પ્રજા પાતાળમાં રહે છે. તેમ કહેવાતુ 'પાતાળ' એટલે 'ડાઉન અન્ડર' એટલે જેટલા ઉત્તર અક્ષાંશ અને રેખાંશો વચ્ચે ભારત છે. તેથી દક્ષિણે અને પશ્ચિમે આ મય પ્રજા પેરૂની એન્ડીઝ ગીરીમાળાઓમાં વસતી હતી ત્યાંથી મધ્ય-પેસિફિક સુધી તેમનું સામ્રાજય હતું.

આ પેરૂવીયન્ છેક મધ્ય પેસિફિક સુધી 'તોલુના-બાલ્સમ' વૃક્ષોના તરાપા પર ત્યાં પહોંચી હશે. તે નોર્વેજિયન ઈતિહાસકાર થોર હાયરડાલે 'તોલુના-બાલ્સમ' વૃક્ષના તરાપા ઉપર 'સામોઆ' દ્વિપ સુધી પહોંચી સિદ્ધ કરી આપ્યું છે. મયાઝ-કોન-ટિકી અને ઈલા-ટિકી (સૂર્યદેવ અને અગ્નિદેવ)ના પૂજકો હતા.

ભાગ્યે જ કોઈને ખબર હશે કે પ્રાચીન સંસ્કૃતિઓમાં 'શૂન્ય' વિષે ભારતના આર્યો સિવાય અન્ય એક માત્ર પ્રજા 'મય' પ્રજાને માહિતી હતી. ભારતના આર્યો જેમ જાણતા હતા કે મૂળભૂત બે જ અંકો છે, 'શૂન્ય' અને 'એક' બીજા બધા તો એક (૧)નું પુનરાવર્તન છે. તેઓ તે પણ જાણતા હતા કે 'શૂન્ય' હંમેશાં પોઝિટિવ જ હોય છે. (ઝીરો-કેન નોટ બી નેગેટિવ). આર્યોની જેમ મયાઝ પણ તે જાણતા હતા. તેઓ મહાન શિલ્પીઓ હતા. પેરૂની મય સંસ્કૃતિની ભવ્યતાનું પ્રમાણ તો એન્ડીઝ પર્વતમાળામાં આવેલાં 'મચ્છુ-પીછુ'ના ભવ્ય ખંડેરો પરથી મળી શકે છે.

આ પ્રજા સંભવતઃ 'એલિયન્સ'ના સંપર્કમાં પણ આવી હોવાની શક્યતા છે જે એન્ડીઝ પર્વતમાળા તથા મેક્ષિકોમાં પણ મળી આવતાં સફેદ પથ્થરનાં 'એરોઝ' અને સર્કલ્સ ઉપરથી અનુમાની શકાય. તે એરો એલિયન્સનાં સ્પેસ-ક્રાફ્ટસને ઉતરવા માટેનાં ગોળ સર્કલને નોંધે છે.

આ પ્રજા સ્થાપત્યમાં શ્રેષ્ઠ હતી. મેક્ષિકોના ઈન્કાઝ (જેને પણ આપણે 'મયાઝ' તરીકે ઓળખીએ છીએ. તેઓ મયાઝની જ એક શાખા હતી. તેમણે મેક્ષિકોમાં ભવ્ય પીરામીડ રચ્યો હતો. તેવી જ રીતે હોન્ડુટસના એઝેક્ટ્સ પણ ભારતીયો 'મય-દાનવો' કહેતા હતા. તેઓ 'દાનવ' એટલે કહેવાયા કે તેઓ તેમના દેવોને 'નર-બલિ' ચઢાવી તેનું માંસ પ્રસાદી રૂપે લેતા હતા. તેઓ શિવભક્ત હોવાની સંભાવના છે. શિવને તેઓ 'શિમ્બો' કહેતા હતા. પેરૂની તુર્તજ ઉત્તરે તેઓ ઈકવેડોરમાં પણ પ્રસર્યા હશે ત્યાં બરોબર વિષુવવૃત્ત ઉપર રહેલા પર્વતનું નામ, તેઓએ 'શિમ્બો-રાઝો' (શિવ-રાજ) તેવું આપ્યું.

આ પ્રજાના વંશજો પણ 'મય-દાનવો' તરીકે જ ઓળખાતા હતા. તેઓએ યુધિષ્ઠિરના 'રાજસૂય-યજ્ઞા' પ્રસંગે અદ્ભૂત રચના કરી હોવાનું મહાભારતમાં ઉલ્લેખ છે. માટે મય-દાનવ માત્ર એક જ વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર પ્રજાને માટે વપરાતો શબ્દ હતો. 

આ મયદાનવોને રાવણનાં નૌકાદળ સાથે યુદ્ધ થયું હશે જેમાં તેઓ પરાજિત થતાં તેમનાં રાજાની પુત્રી મયતનયા રાવણને લગ્નમાં આપી હશે જેનું એક નામ ભારતે 

'મંદોદરી' તેવું આપ્યું. તેટલું જ નહીં પરંતુ રાવણને જીવના અંત સુધી પ્રતિબદ્ધ રહેનારને મય-તનયાને સતી , (માતા પાર્વતી) અનસૂયા, અહલ્યા, અરૂંધતિ, પરશુરામનાં પત્ની રેણુકા અને સીતા માતા પછી સાતમાં સતી મંદોદરી કહ્યાં. તેઓએ રાવણને વાર્યો પણ હતો. રામાયણમાં કહ્યા પ્રમાણે સીતા-માતાને ભગવાન શ્રીરામને સોંપી દેવા પણ કહ્યું હતું. રાવણ માન્યો નહીં છેવટે ભગવાન શ્રીરામના હાથે તે કૈલાસવાસી થયો કારણ કે તે મહાન શિવભક્ત હતો.

- દિનેશ દેસાઈ