Get The App

સાયન્સ v/s સાયલેન્સ .

Updated: Jul 8th, 2025

GS TEAM

Google News
Google News
સાયન્સ v/s સાયલેન્સ                                    . 1 - image


શા સ્ત્રોમાં હનુમાન નો દાખલો બતાવવામાં આવે છે કે એમને જ્યારે પોતાની શક્તિઓનું વિસ્મરણ થઈ જાય છે ત્યારે સૂર્યદેવ આવી એમને સ્મૃતિ કરાવે છે ત્યારે ફરી હનુમાન ઉડવા લાગે છે અને બીજી શક્તિઓનો ઉપયોગ કરી પરમાત્મા રામના કાર્યમાં સહયોગી બને છે.

એવી જ રીતે આજે આપણે પણ સાયન્સ જગતની ચકાચોંધ માં એટલા બધા તો અંજાઈ ગયા છીએ કે પોતાની સાઈલેન્સ પાવરની શક્તિઓ લગભગ ભૂલી ચૂક્યા છે. Silence power science  કરતાં તીવ્ર ગતિએ કાર્ય કરી શકે છે. Silence વગર ની Science એ માણસો ને અપંગ બનાવી નાખ્યાં છે. એટલે સુધી કે વિદેશમાં જો સાત આઠ વર્ષના બાળકથી લઈ મોટાઓને પણ જો બે વત્તા બે કરવું હોય તો એ કેલ્ક્યુલેટરમાં કરે છે. પછી ભલે તે કેલ્ક્યુલેટર બે વત્તા બે પાંચ બતાવે તો પણ એ એને જ સાચું માને છે. આ કેવી વિડંબના કહેવાય !!!! એનું મુુખ્ય કારણ તો એ જ છે કે મનુષ્યને પોતાની શક્તિઓનું જ્ઞાન જ નથી. એ આખા દિવસ અવાજ-અવાજ અને અવાજમાં જ રહેવાનું પસંદ કરે છે અને એ અવાજ થી જ પછી તંગ થઈ રાત્રે સ્લીપીંગ પિલ્સ લે છે. મહિને બે મહિને કોઈક એવા શાંતિના સ્થળે જાય છે જ્યાં અવરજવર કે પછી ઓફિસની ઝંઝટ નથી હોતી.

મનમાં તો વિચારે છે કે અહીંયા જ રહી જઈએ. પણ એનાથી પણ એ થોડાક દિવસમાં કંટાળી જશે એ વાત નક્કી છે. વધારે સમય શાંતિ પણ એ સહન નથી કરી શકતા. એનું એ જ કારણ છે કે એનું મન ખૂબ જ અશાંત છે.

મનની બ્રેક ફેલ થઈ ગઈ છે. આખો દિવસ મન બડબડ કરતું જ રહે છે. આ સ્થિતિ ખૂબ જ દયનીય છે, પણ તદ્દન સાચી છે. પછી ભલે ને આપણે એને મોટો માણસ કહીએ એટલે કે દિવસમાં કરોડો રૂપિયા કમાતો હોય, તો પણ તેની પણ એ જ દશા છે. બહારથી તો શિક્ષક કે પછી માવતર બાળકોને શાંત કે ચુપ રહેવાનું સૂચન આપે છે કે અમુક જગ્યાએ ચૂપ રહેવાની ફરજ પાડે છે. પણ મનને કેવી રીતે silence માં લાવવું આ વાતની કોઈને પણ જાણ નથી. આના માટે જરૂર છે મનને સમજવાની, મનથી વાત કરવાની, પોતાના માટે સમય કાઢવાની. પહેલા પહેલા તો મન આપણી વાત નહીં સાંભળે. કેમ કે મન બે લગામ ઘોડો બની ચૂક્યો છે. મન ને શાંત કરવાની જરૂર છે જેમકે શક્તિઓનો વાસ તો મનમાં જ હોય છે. પણ જેમ ઘોડાને ધીમે ધીમે પ્રેમથી પુચકારીએ એવી રીતે મનને પણ ધીમે ધીમે શાંત કરતા જઈએ એના અંદર શાંતિની શક્તિ ભરીએ અને પછી એ મન આપણા કહેવા પ્રમાણે જરૂરથી ચાલશે. શાંતિની શક્તિવાળો મન જ ખુશ રહી શકે છે. silence માં રહેવાં થી જ પોતાની શક્તિઓને ઓળખી શકાય.

પછી તો સાઈલેન્સ એવા તો કર્તવ્ય કરશે જે સાયન્સ પણ ન કરી શકતી હોય. કેમ કે સાયન્સના સાધનો પણ તો આપણે જ સાઈલેન્સની શક્તિથી જ બનાવ્યા છેે. જો સાયન્સ અને Silence ભેગાં મળીને કામ કરે તો આ ધરા ઉપર ફરી સ્વર્ગ બનતાં વાર ક્યાં ??? આ વાત નો પૂરાવો લક્ષ્મી નારાયણ નું રાજ્ય સતયુગ સ્વર્ગ છે. જ્યાં science અને Silence નું સુંદર સમનવય રહ્યું.

તો સુખી જીવન માટે science અને silence નું balance રાખીએ.

- બ્રહ્માકુમારી રીનાબેન

Tags :