Get The App

ધર્મ-અધ્યાત્મનાં યુનિયનો

Updated: May 12th, 2026

GS TEAM

Google News
Google News
ધર્મ-અધ્યાત્મનાં યુનિયનો 1 - image

- અન્તર્યાત્રા - ડો.સર્વેશ પ્ર. વોરા

- હજારોની સંખ્યામાં ધસી જતા શ્રોતાઓની મનોવૈજ્ઞાાનિક તપાસ થવી જોઇએ

ના, માત્ર વિચાર કરવાથી તમે સ્વતંત્ર, બુધ્ધિશાળી, વિચારશીલ વ્યક્તિ બની જતા નથી. એક બહુ ભયાનક, ખતરનાક, તમને બરબાદ કરી નાખનારૂં ભયસ્થાન છે ઃ તમે કોઈ 'ધર્મપુરુષ', 'પ્રેરણામૂર્તિ', બાપજી કે મહારાજજી પાછળ 'મોહાંધ' તો થયા નથી ને ? તમે તમારાં પોતાનાં વૈચારિક અફીણ પ્રત્યે 'કમિટેડ' (પ્રતિબધ્ધ) કે અમુક તમુક ધાર્મિક, સાંપ્રદાયિક ટોળીની 'રિમોટ-કન્ટ્રોલ' સંચાલિત કઠપુતળી તો નથી ને ?

ધારો કે તમે અમુક તમુક 'વૈચિરિક' આંદોલનમાં માનો છો. તમે દાવો કરો છો કે દુનિયાનો ઉદ્ધાર એ આંદોલનની કંઠી બાંધવાથી જ થઇ શકે. તમને આવો દાવો કરવાની છૂટ છે. હવે માની લો કે કોઈ તમારી સમક્ષ કોઈ અન્ય ધર્મપુરુષના કે વિચારકના જૂદી જાતના વિચારો રજૂ કરે ત્યારે તમારો પ્રતિભાવ શો હોય છે ? તમારા કાન લાલ થઇ જાય છે ? તમે ઝનૂનથી ધૂ્રજી ઉઠો છો ? મુત્સદ્દીગિરીપૂર્વક હૈયાંનું ઝનૂન ઝનૂનથી ધૂ્રજી ઉઠો છો ? મુત્સદ્દીગિરીપૂર્વક હૈયાંનું ઝનૂન બનાવટી સ્મિતથી છૂપાવો છો ? પેલી વ્યક્તિએ રજૂ કરેલ વિચાર તમને હલબલાવી નાખતો હોવા છતાં આંખ આડા કાન કરી, જાણે તમે સમભાવી, ઉદાર છો એવો શાહમૃગી ઢોંગ કરો છો?

કે પછી નવી દિશા બતાવનાર પેલી વ્યક્તિનો આભાર માની, હૃદયપૂર્વક એને આદરથી વધાવી લો છો ?

આજ સુધી વક્તાઓ ધાર્મિક, આધ્યાત્મિક કે નાસ્તિક પ્રવચનો આપતા રહે, સંખ્યાબંધ લોકો સાંભળતા રહે, ત્યારે ટીકા કે પ્રસંસાનાં કેન્દ્રમાં વક્તાઓ જ રહેતા, હવે એવો કટોકટીનો સમય આવી પહોંચ્યો છે કે આ હજારોની સંખ્યામાં ધસી જતા શ્રોતાઓની મનોવૈજ્ઞાાનિક તપાસ થવી જોઇએ. આત્મા, પરમાત્મા, પ્રેમ જેવી ઊંચી ઊંચી વાતોનાં વ્યાખ્યાનો થતાં હોય ત્યાં આઠ-દશ તટસ્થ અને મુક્ત (અજાણ્યા) વિદ્વાનો (અંગ્રેજીમાં આવી અચાનક તપાસ હાથ ધરતી સમિતિને 'ફ્લાઇંગ સ્કવોડ' કહે છે) પહોંચી જાય. બુધ્ધિને તાળાં મારવાં, વેવલાવેડા વગેરે બાબતોને 'ધાર્મિકતા' કહેવાના દંભે જ્યારે મહાવિરાટરૂપ ધારણ કર્યું છે ત્યારે શ્રોતાઓની મનોવૈજ્ઞાાનિક પરીક્ષાની ઝુંબેશ આશ્ચર્યકારક પરિણામો લાવશે.

વ્યાસપીઠ પર બેસનારે એક કરોડ મણનો સવાલ એકાંતમાં પોતાની જાતને કરવાનો રહે, 'બંધુ, તમને કઇકક્ષાના પ્રશંસકો, શ્રોતાઓ, વાચકો દીર્ઘજીવી સ્થાન આપી શકશે ? જેમની વૈચારિક ગતિશીલતાને લકવો થયો છે, જેમને માટે મનોરંજન, અફીણ કે વૈચારિક પ્રવચનમાં કશો જ ફરક નથી, એવા નવ્વાણુ ટકા શ્રોતાઓનાં વખાણ માટે તમારી કિમતી જીન્દગી બરબાદ કરશો કે જેમણે ઘીના પવિત્ર દીપક માફક પોતાની વૈચારિક સ્વતંત્રતાનું શીલ સાચવ્યું છે એવા એકાદ ટકો શ્રોતાઓની તાળીઓ ઝંખશો ?'

યાદ રાખજો, પેલાં આંધળું અનુસરણ કરનારાં ટોળાં તો હવાની રૂખ પ્રમાણે બદલાતાં રહેશે, પણ સ્વતંત્ર વિચારવાની તકલીફ લેનાર લઘુમતી વર્ગ તમારી સાથે સહમત થાય કે નહીં, છતાં તમને ઊંડો, દીર્ઘજીવી પ્રેમ કરશે.

આખે આખાં વિરાટ ટોળાંની વૈચારિક ટ્રેડ યુનિયન-છાપ કતલ થઇ રહી હોય તમે શું પસંદ કરશો ? સામુહિક કતલખાનાંમાં કપાવવા જવાનું કે ઇશ્વરદત્ત સ્વતંત્રતા સાચવવાનું ?