Get The App

તમારા DNA ને જાણો .

Updated: Apr 1st, 2025

GS TEAM


Google News
Google News
તમારા DNA ને જાણો                              . 1 - image


- મગજમાં આવેલ ન્યુરોન્સની યોગ્ય ગોઠવણીના અભાવથી તેની બોલવા સમજવાની ક્રિયા ધીમી હોય છે

આ લેખ આપ વાંચતા હશો ત્યારે આખું વિશ્વ (૨જી એપ્રિલ)ને ''ઓટિસમ'' (Autism) દિવસ તરીકે મનાવી રહ્યો હશે. તો ઓટિસમ શું છે ? શા માટે લાખો માં-બાપ આનાથી પરેશાન છે અને શા માટે આખું વિશ્વ આ અંગેની શોધખોળમાં લાગી ગયું છે ? આપણું DNA આમાં શું ભાગ ભજવે છે ? જે આપણે આ લેખ દ્વારા ઓળખીશું-જાણીશું.

''ઓટિસમ'' એટલે કે એક જાતની ચેતાતંતુઓની તકલીફ. જેનાથી વિશ્વમાં દર ૧૦૦ બાળકોમાંથી ૧ બાળકમાં જોવા મળે છે. એટલે કે ભારતમાં દર વર્ષે આવા ૨ લાખ બાળકો જન્મે છે. આ બાળકો દેખાવમાં એકદમ નોર્મલ હોય છે પરંતુ તેઓની Social Skill (એકબીજા સાથે વાત કરવાની, હળવા-ભળવાની, જોવાની ક્રિયા) તેમજ એક જ વસ્તુનું વારંવાર Repeat કરવું આ બધું જોવા મળે છે. આ બાળકો જન્મે ત્યારે નોર્મલ હોય પરંતુ જેમ જેમ મોટા થાય ત્યારે તેની બોલવાની ક્રિયા, હળવાની મળવાની પ્રક્રિયા ખુબ જ મંદ હોય તેમજ આ બાળકો ધૂની પણ હોય. આ થવાના અનેક કારણો હોઈ શકે પરંતુ કોઈ યોગ્ય કારણ હજુ મળ્યું નથી સિવાય કે જનીન તત્વોની ગોઠવણમાં ફેરફાર. હમણાં જ પ્રસિદ્ધ થયેલ સંશોધન પ્રમાણે લગભગ ૩૦ થી ૫૦ ટકા બાળકોમાં જનીન તત્વોની ખામી જોવા મળે છે. જેમાં મુખ્યત્વે '' Synaptic genes ની અંદર DNA ના અક્ષરોમાં ફેરફાર જોવા મળે છે. જે મુખ્યત્વે પ્રેગ્નન્સી દરમિયાન કોઈ કારણસર DNA ના અક્ષરોમાં ફેરફારથી થાય છે તેને '' De Novo ઑટો સોમલ ડોમીનન્ટ કહેવાય છે. પાંત્રીસ ટકા કેસોમાં માતા-પિતાના DNA માં ખામીને લીધે પણ ઓટિસમ જોવા મળે છે. લગભગ વીસ ટકા કેસમાં MECP2 નામનાં જનીનમાં ફેરફારથી આ ડિસઓર્ડર થાય છે. જેના માટે હમણાં દવા પણ શોધાયેલ છે. આ સાથે સાથે આ બાળકોમાં બોલવાની પ્રક્રિયા ધીમી હોવાને લીધે તેઓને ઓક્યુપેશનલ થેરાપી, બિહેવિઅર થેરાપી ખોરાકમાં પણ અતિશય ગ્લુટેન હોય તેવો ખોરાક ન આપવા તેમજ જેટલું સમયસર આનું નિદાન થાય તો યોગ્ય સારવાર માર્ગદર્શનથી ઘણી રાહત મળે છે.

આ એક માનસિક રોગ નથી પરંતુ મગજમાં આવેલ ન્યુરોન્સની યોગ્ય ગોઠવણીના અભાવથી તેની બોલવા સમજવાની ક્રિયા ધીમી હોય છે. તેમજ ઘણી વખત આવા બાળકો તીવ્ર બુદ્ધિવાળા પણ હોય છે. આલબર્ટ આઈન્સ્ટાઈન પણ ઓટિસમથી પ્રભાવિત થયેલા. પરંતુ જો આવા બાળકોને ગમતી પ્રવૃત્તિમાં સાચું યોગ્ય માર્ગદર્શન અને સમયસર નિદાન કરવામાં આવે તો ખુબ જ રાહત અને સામાન્ય બાળકો કરતા પણ વધારે માનસિક ક્ષમતાવાળા થઈ શકે છે.

- ડો. જયેશ શેઠ

Tags :