Get The App

જય ગણેશ દેવા .

Updated: Aug 26th, 2025

GS TEAM

Google News
Google News
જય ગણેશ દેવા                                                             . 1 - image


- મૂળભૂત રીતે ભગવાન श्री गणेश ભીલો, મુંડાઓ અને સંથાલોના દેવ હતા. આર્યોએ તેઓને સ્વીકાર્યા તેટલું જ નહીં પરંતુ 'प्रथमेश કહ્યા : તેઓને ભગવાન પશુપતિ અને માના પુત્ર તરીકે સ્થાપ્યા

જે મ આર્યોએ અને મોંગોલોએ સૌથી પહેલાં ''અશ્વ''ને તાલિમબદ્ધ કર્યો અને આર્યો તે સિંધુખીણની સંસ્કૃતિમાં પણ લઈ ગયા. તેવી જ રીતે ભારતના મૂળ વતનીઓ, સંથાલો, મુંડાઓ અને ભીલો એ હાથીને તાલીમ બદ્ધ કર્યા. તેટલું જ નહીં પરંતુ હાથીના મસ્તકવાળા દેવને, ગણ =  પ્રજાના દેવ ગણપતિ કહ્યા. આર્યોએ તેઓને સ્વીકાર્યા તેટલું જ નહીં પરંતુ તેઓને प्रथमेश સૌથી પહેલાં દેવ તરીકે પૂજ્યા...આ સાથે આર્યોએ, ભીલો, મુંડાઓ અને સંથાલોની હત્યાઓ નૃશંસ હત્યાઓ કરી હતી તેવા વિદેશી ઇતિહાસકારોનાં કથનોનો છેદ ઉડી જાય છે. જેઓની નૃશંસ હત્યા કરી હોય તેના દેવને કોઈ સ્વીકારે ખરૃં ? તેટલું જ નહીં પરંતુ તે દેવને સૌથી પહેલા દેવ તરીકે પૂજે ખરા ?

આર્યો અને દ્રાવિડોએ સાથે મળી ઓક્ષણસ (ઓક્ષનસ) નદી અને હિન્દૂકુશ પર્વતો વચ્ચે સંસ્કૃતિનું નિર્માણ કર્યું. તે સંસ્કૃતિ અનુની સંસ્કૃતિ કહેવાય છે. (ઈ.સ. પૂ. ૭,૦૦૦ આશરે) ત્યાંથી આર્યો ગાંધાર-અપહનન્ સ્થાન = અફઘાનિસ્તાનમાંથી કૈરવ-પથ (ખૈબરઘાટ) દ્વારા ભારતમાં આવી વસ્યા. તેની કેટલીક ટોળીઓએ સિંધુના મુખત્રિકોણ પ્રદેશમાં રહેતી પ્રજા સાથે મળી સિંધુ ખીણ સંસ્કૃતિ વિકસાવી. અહીં વળી વિદેશી ઇતિહાસકારોએ ગપ ચલાવી કે સિંધુ ખીણ સંસ્કૃતિનો આર્યોએ નાશ કર્યો. આ ગપ તેટલે ખોટી ઠરે છે કે તે સંસ્કૃતિનાં નાગરિકો પૂરથી બચવા બારી બારણામાંથી બહાર જતા હોય તેવાં અસ્થિ-પિંજરો કાદવ ભરેલાં મળી આવ્યાં પરંતુ તેમાં ક્યાંય તે નથી તલવારો ખૂંચેલાં કે ન કોઈ બાણ કે ભાલાં ખૂંચેલાં અસ્થિપિંજરો મળ્યાં છે. માટે તે સંસ્કૃતિ પૂરમાં નાશ પામી હશે તે નિશ્ચિત છે. તેટલું જ નહીં પરંતુ તે સાથે ૬ ફીટ ઊંચા જે અસ્થિપિંજરો મળી આવ્યાં તે પૈકી અનેકનાં અસ્થિનાં ડીએનએ ટેસ્ટ પરથી તે આર્યોનાં અસ્થિપિંજરો જ છે, તેમ સાબિત થયું છે. માટે તે સંસ્કૃતિ આર્યોએ અને દ્રવિડોએ સાથે મળી વિકસાવી હશે તે નિશ્ચિત બને છે.

હવે વાત ગણપતિની લઈએ તેઓ મુંડાઓ, સંથાલો અને ભીલોના દેવ હતા તેઓને प्रथमेश તરીકે સ્વીકાર્યાં તેટલું જ નહીં પરંતુ સિંધુખીણના દેવ ભગવાન પશુપતિ જેઓ અર્ધ પદ્માસન સ્થિત જટાધારી હાથમાં ત્રિશૂળ ધારી કંડરાયેલા છે. જેઓનાં આસન નીચે વૃષભ અને વ્યાઘ્ર-હરિણ વગેરેની આકૃતિઓ કંડારેલી છે. આથી તેઓ ભગવાન પશુપતિ કહેવાયા. તેઓનાં ધર્મપત્નીની પણ પરિકલ્પના કરી તેને ઉમા, માઁ વગેરે નામ આપ્યાં. હવે ગણપતિને તેના પુત્ર તરીકે સ્થાપ્યા આમ બે સંસ્કૃતિઓનું મિલન કર્યું. તેને ગણેશ પણ કહ્યા. ભગવાન ગણેશ = ગણ = પ્રજાના ઇશ્વર આવા આ શ્રીગણેશને વૈદિક ધર્મીઓએ તો સ્વીકાર્યા સાથે જૈનોએ અને બૌદ્ધોએ પણ સ્વીકાર્યા. બૌદ્ધ ધર્મ સાથે તેઓનું પૂજન-અર્ચન ચીનમાં પણ શરૂ થયું ત્યાં તેઓને કાંગ-નેંગ તરીકે પૂજાય છે. ચેંગકમાં ભગવાન અવલોકીતેશ્વર જેઓ ૩૨ હસ્ત ધારી છે. તેઓની મૂર્તિ લેખકે નજરે જોઈ છે. આ અવલોકીતેશ્વરની મૂર્તિનાં પટાંગણમાં કાંગ-નેંગ (ગણપતિ)ની પણ મૂર્તિ છે. તેમની માતા સરસ્વતી અને માતા મહાકાલીની તિબેટમાંથી લવાયેલી મૂર્તિઓ પણ છે.

ચીન ઉપરાંત ઇન્ડોનેશિયાના બાલી ટાપુમાં આવેલા પર્વતની કરાડો ઉપર બાર ફીટ ઉંચી ભગવાન ગણેશની મૂર્તિઓ કંડારાયેલી છે. તેવી જ રીતે કમ્બોજ-કમ્બોડિયામાં આવેલાં વિશાળ આંગ-કોર-વાટનાં મૂળ વિષ્ણુમંદિર જે હવે બૌદ્ધ મંદિર છે. ત્યાં પણ ગણેશની મૂર્તિઓ છે. થાયલેન્ડની પ્રાચીન રાજધાની જે વર્તમાન બેંગકોંકથી થોડા કિ.મી. ઉત્તર પશ્ચિમે છે. તેનું નામ જ અયુત્યાં (અયોધ્યા) છે. ત્યાં પણ ભગવાન ગણપતિને ભગવાન શ્રીરામ પંચાયતની પાસે સ્થાપિત કરાયા હોવા જ જોઈએ.

આમ ગણપતિની આરાધના ભારત તથા દ.પૂ.એશિયા અને ચીન સુધી થઈ રહી તેમ 

નિશ્ચિત છે. - દિનેશ દેસાઈં

Tags :