- હે મનુષ્ય! આત્માનું પરમ અમૃત તારા પોતાનામાં છે. તું તેનાથી અજ્ઞાત છે. તું તારા અંધાપામાં દુન્યવી સુખનો મેલ અને કચરો ખાઈ રહ્યો છે
જ ન્મથી અંધ એવો જુવાન ચેટિયાર દરિયાકાંઠે બેઠો હતો. તેના મિત્ર સદ્ગુરુ ગોંદરે તેને શુદ્ધ મધની એક શીશી રાખવા આપી. અંધ ચેટિયારને મધ ખૂબ ભાવતું હતું. જ્યારે સદ્ગુરુ ગોંદરે તેની નજીક હતા નહીં ત્યારે મધનો સ્વાદ ચાખવાની તેને તાલાવેલી જાગી. તેણે શીશી તો પકડી, પરંતુ અજ્ઞાનને કારણે તેને ઊંધી પકડી. મધ રેતી પર ટપકવા માંડયું. અંધ ચેટિયારને મધ કયાં છે તેની ખબર હતી નહીં. તેણે હાથથી તપાસ કરી, અને તેની પાસે કશુંક ભીંજાયેલું માલૂમ પડયું. તેણે તેનો એક કોળિયો લીધો અને ચાખ્યો. તે સ્વાદિષ્ટ અને આનંદપ્રદ લાગ્યો. તે મધમિશ્રિત રેતીના લોચા ખાવા માંડયો.
સદ્ગુરુ ગોંદરે પાછો આવ્યો. તેણે આ દુ:ખદ દ્રશ્યનો અંત આણ્યો. તેણે અંધ ચેટિયારને જણાવ્યું કે મધ તો તેના પોતાના હાથમાં, શીશીમાં હતું અને તે તો રેતી અને કચરો ખાઈ રહ્યો હતો. અંધ ચેટિયારે હૃદયપૂર્વક મિત્રનો આભાર માન્યો અને શુદ્ધ મધનો આસ્વાદ માણ્યો.
હે મનુષ્ય! આત્માનું પરમ અમૃત તારા પોતાનામાં છે. તું તેનાથી અજ્ઞાન છે. તું તારા અંધાપામાં દુન્યવી સુખનો મેલ અને કચરો ખાઈ રહ્યો છે. દુન્યવી સુખમાં અસંખ્ય દુ:ખોની વચ્ચે આ આત્માનંદના થોડાક રજકણો મિશ્ર થયેલા હોય છે. જાગ્રત થા, ધ્યાન કર, આત્માનંદના દિવ્ય અમૃતને પી.
- સ્વામી શિવાનંદ (ઋષિકેશ)


