ચોમાસાની ઋતુમાં શરદી, કફ અને સળેખમનો હોમીઓપેથી ઈલાજ
શરદી સળેખમ એ આપણા જીવન સાથે જોડાયેલો સામાન્ય રોગ છે. જન્મથી મૃત્યુ સુધી આ રોગનો કંઈ કેટલીયે વાર ભોગ બનવું પડે છે. થોડા દિવસમાં એ દબાવી દેવામાં આવતી શરદી અને સૂકવી દેવામાં આવતા કફની અસર શરીરમાં કાયમી રહી જાય છે. તેના જીવાણુઓ સહેજ અનુકૂળ પરિસ્થિતિ સર્જાતા વારંવાર ઉથલો મારે છે અને જૂની શરદી એ કાયમી શરદી રૂપે શરીરમાં ઘર કરી જાય છે.
તેના કારણે દર્દીને બીજા અનેક રોગો શરીરમાં ઘર કરી જાય છે અને એ બધા રોગો હઠીલા નીવડે છે જેના કારણે દર્દી પરેશાન થઈ જાય છે.
શરદી એ અનેક રોગીની જન્મદાત્રી સમાન છે. એટલે શરદીને જડમૂળમાંથી દુર કરવી ખૂબ જ આવશ્યક છે. જો એમ કરવામાં ન આવે તો ખાંસી, સાયનસ, રોજ છીંકો આંખનાકમાંથી પાણી પડવું જેવી તકલીફો કાયમી થઈ પડે છે.
આ હઠીલી તકલીફોને જો દુર ન કરાય તો અસ્થમા, બ્રોંકાયટિસ, દમ જેવા વધારે ત્રાસદાયક રોગો દર્દીને ઘેરી લે છે.
કાનમાં શરદીનો ચેપ લાગવાથી કાનમાં રસી આવવી, દુઃખાવો થવો, બેહરાશ આવી જવી કે ગળામાં કાકડા ઉપર સોજો આવી જવો જેવા રોગો પણ શરદીને જ આભારી છે.
એકાએક શ્વાસનો હુમલો આવે ત્યારે શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડે, શ્વાસ રુંધાવા લાગે, શ્વાસ ભારે થઈ જાય, પરસેવો વળે, ખૂબ નબળાઈ લાગે, દર્દીને તાત્કાલિક હોસ્પિટલ લઈ દોડવું પડે, ક્યારેક છાતીમાં દુઃખાવો પણ થાય
આ શરદી નાના બાળકોમાં પણ એટલી જ સામાન્ય છે. આમાં પણ આજકાલની રેહણીકરણી, ખાવા પીવાની ટેવો, આઈસ્ક્રીમ, ચોકલેટ, વાસી પેકેટ ફૂડ, કોલ્ડ ડ્રીંક, એરકન્ડીશન કે કૂલરમાં સતત રહેવાની ટેવ.
મેદાની રમતો અને કસરતોનો અભાવ અને ઉપરથી ધૂળ ધુમાડાથી વધતું પ્રદૂષણ બાળકોની રોગ પ્રતિકારક શક્તિને ઘટાડે છે અને માતાપિતા પણ બાળકોને સહેજ શરદી થાય કે તાવ જેવું લાગે કે તેને પૂરી બહાર આવવાની રાહ જોયા વગર દવાઓની ભારે ડોઝ આપી દબાવી દે છે. આમ થવાથી અંદર દબાવી રહેતી શરદી કાયમીરૂપ ધારણ કરી લે છે.
અને શરદી વખતે શરીરમાં વધતું તત્વ ઇયોસીનોફિલિયા એ લોહીમાં રહે છે. આ તત્વ એલર્જી માટે પણ જવાબદાર છે. એટલે બાળકને એલર્જી કે અસ્થમા, બ્રોંકાયટીસનું ભોગ બનવું પડે છે અને બાળકનું બાળપણ કરમાવા લાગે છે.
શરદી જૂની થાય એટલે એની સાથે બીજી અનેક ત્રાસદાયક સમસ્યાઓ અને રોગોથી દર્દી ઘેરાઈ જાય. કહેવાય છે કે જૂની શરદી અને જૂની મરડો મટતા દસ વર્ષ લાગે. મતલબ કે આં રોગો જૂના થતા ખૂબ જ ધીરજપૂર્વકની સારવાર માંગી લે છે.
શરદી થાય એટલે એને દબાવાની કોશિશ કર્યા વગર તેને જડમૂળમાંથી દુર કરવાના ઔષધો લેવા જોઈએ.
હોમીઓપેથીમાં શરદી, જૂની શરદી અને તેનાથી થતા રોગો માટે ખૂબ જ અસરકારક ઔષધો છે અને આ ઔષધો દર્દીને પ્રકૃતિ મુજબ આપવામાં આવે છે અને રોગને જડમૂળથી દુર કરે છે. કોઈ પણ આડઅસર વગરની ઔષધો બાળકો માટે આશીર્વાદરૂપ છે.
ઇપિકેનમ, એકોનાઈટ, પલ્સેટિલા, અર્સનિક આલ્બ, કાલીબીચ, નેટ્રમસલ્ફ જેવી દવાઓ સુંદર પરિણામ આપે છે.
- ડો.હર્ષદ રાવલ