Get The App

સસણી અને શ્વાસમાં અચૂક પરિણામ આપતા ઔષધો

Updated: Feb 2nd, 2021

GS TEAM

Google News
Google News

- પેટ સાફ આવે એવું કોઈ પણ અનુકૂળ ઔષધ શ્વાસના દર્દીએ લેવું જ જોઈએ. માપસરનું વિરેચન એ શ્વાસરોગની અનિવાર્ય ચિકિત્સા છે

સસણી અને શ્વાસમાં અચૂક પરિણામ આપતા ઔષધો 1 - image

સ સણી અંગે આયુર્વેદની સમજ ઘણી ઊંડી અને અપનાવી શકાય તો પરિણામપ્રદ પણ છે. ઘણીવાર નાના એવા કારણને નહીં સમજી શકવાથી અથવા તો નાના લાગતા રોગ પ્રત્યે બેદરકાર બનવાથી શરદી, સસણી, ખાંસી અને સરવાળે દમ કે શ્વાસ જેવા ભયાનક વ્યાધિનો રોગ બનાય છે. નાની ઉંમરમાં શરદી કે છાતીમાં ભરાયેલા કફ પ્રત્યે દુર્લક્ષ સેવવાથી અથવા તો એની મૂળગામી સારવાર ન કરવાથી અનેક બાળકો સસણી કે ખાંસી જેવા કંટાળાજનક વ્યાધિમાં સપડાય છે. નાના બાળકને સસણી અને ખાંસીની જે તકલીફ થાય તે દયાજનક હોય છે. 

(૧) પંચગુણ તેલની માલિશ અને શેક : એક વાટકીમાં થોડું સિંધાલૂણ તથા જરૂર મુજબ પંચગુણ તેલ નાખી સહી શકાય એટલું ગરમ કરવું. એ પછી છાતી તથા પીઠ પર લગાવી શેક કરવો. તેલથી સ્નેહન થશે અને સિંધાલૂણના પ્રવેશથી ચોંટેલો કફ પીગળી જશે.

કફનું પ્રમાણ અતિશય હોય ત્યારે એકાદ ઊલટી કરાવવાથી સહેલાઈથી કફ બહાર નીકળી જાય છે. આ માટે રેવંચીનો શીરો (કંકુષ્ઠનું ચૂર્ણ) બનાવી ચણા જેટલું લઈને બાળકને ગરમ પાણી સાથે પાઈ દેવું. આના સેવનથી ઊલટી થઈ જશે. કદાચ ઉલટી નહીં થાય તો ઝાડા વાટે પુષ્કળ પ્રમાણમાં કફ નીકળી જશે. બાળકો માટે આ ઔષધપ્રયોગ અક્સીર છે.

(૨) શ્વાસ હર યોગ : એક એક ટીકડી સવાર સાંજ મધ સાથે. આમાં અમે અનેક ઔષધોનું સંયોજન કર્યું છે. જે શરદી, ખાંસી, શ્વાસ અને છાતીમાં ભરાયેલા કફ માટે અક્સીર પરિણામ આપે છે. યોગની અંદર આવતા મુખ્ય ઔષધો આ પ્રમાણે છે. શ્વાસકુઠાર રસ, તાલિસાદિ ચૂર્ણ, શૃંગાદિ ચૂર્ણ, સોમકલ્પ, શુદ્ધ ટંકણ, ચંદ્રામૃતરસ, જેઠીમધ, અરડૂસી અને કંટકારી ધન આ બધા ઔષધોનું માત્રાસર સંયોજન કરવાથી ભયંકર શ્વાસ, ત્રાસદાયક ખાંસી અને સસણી જેવા વ્યાધિમાં ચમત્કાર થયો હોય એ રીતે પરિણામ દેખાવા લાગે છે. મોટી ઉંમરના દરદી માટે સવાર સાંજ બે બે ટીકડી મધ સાથે આપી શકાય.

(૩) ભારંગ્યાદિકવાથ અને સોમાસવ : આ બન્નેમાંથી બે બે ચમચી પ્રવાહી જેટલું જ પાણી મેળવીને જમ્યા બાદ પીવું. સોમાસવને બદલે કનકાસવ કે વાસકાસવ પણ ઉમેરી શકાય.

(૪) લશુનાદિવટી : એક થી બે ગોળી જમ્યા બાદ ગળવી અથવા સૂચવી. ટૂંકમાં દરદીને અનુકૂળ આવે એવું એકાદ પાચન ઔષધ તો આપવું જ જેથી ખોરાકનું પાચન થાય અને 'આમ' તથા કફનું ઉત્પાદન ઘટે.

Tags :