Get The App

અસાધ્ય ગણાતો સોરાયસીસ મટી શકે છે

- ચામડીના લગભગ બધા રોગ રક્તવિકારના કારણે હોય છે. સોરાયસીસ પણ રક્તમાં સ્થિત કફ વિકૃત થવાના કારણે થાય છે

Updated: Oct 7th, 2020

GS TEAM

Google News
Google News
અસાધ્ય ગણાતો સોરાયસીસ મટી શકે છે 1 - image


આ યુર્વેદમાં ચામડીના અઢાર પ્રકારના કુષ્ઠ-રોગ દર્શાવવામાં આવ્યા છે. આ તમામ રોગમાં સૌથી વધારે પીડાદાયક જો રોગ હોય તો તે સોરાયસીસ છે. સોરાયસીસ એ આધુનિક નામ છે, પરંતુ આયુર્વેદમાં જે ઉલ્લેખ જોવા મળે છે તે મંડળ કુષ્ઠ નામનો રોગ ગણાય છે. આ પિત્ત છે જે રોગના બગડેલા તત્વોમાં મળે છે અને ચામડીના નીચેના સ્તરમાં કફ અને વાયુની મદદથી માંસ અને ધાતુમાં ફેલાઇ જાય છે અને વાયુ કફને સુકવીને તેને પોપડી સ્વરૂપે ચામડી ઉપર લાવે છે. આ રોગમાં પિત્તનો ઓછો પરંતુ કફનો મધ્યમ અને વાયુનો મોટો પ્રભાવ હોય છે. સામાન્ય રીતે આપણા શરીરની ચામડી ૩૦ થી ૪૦ દિવસમાં બદલાતી રહે છે. સોરાયસિસમાં આ ક્રિયા બે થી ત્રણ દિવસમાં થાય છે. આ રોગમાં ત્રણે ધાતુ (વાયુ, પિત્ત, કફ) દુષિત થવાના કારણે કષ્ટ સાધ્ય માનવામાં આવે છે.

આપણા દેશમાં જ્યાં હવા શુષ્ક, સુકી હોય, તદુપરાંત જ્યાં વાતાવરણ વધારે પ્રદૂષિત હોય ત્યાં વધારે સોરાયસીસ જોવા મળે છે. યુરોપમાં આ રોગનું પ્રમાણ વધારે છે તેના અનેક કારણો છે, જેમ કે ત્યાં હવામાન ઘણુ ઠંડુ હોય છે. ખોરાકમાં દૂધ, પનીર, ચીઝ, માખણ અને જાનવરોનું માંસ વધુ ઉપયોગમાં લેવાય છે. ફ્રીઝમાં મૂકેલા ઠંડા પીણાં, ઠંડુ પાણી, ફ્રિજમાં સ્ટોર કરીને રાખેલી ચીજવસ્તુઓનું સેવન ખૂબ વધુ કરાય છે, તેનાથી કફ અને વાયુનો પ્રકોપ વધતો હોવાથી યુરોપમાં આ રોગ વધુ જોવા મળે છે.

એલોપેથીમાં આનો કોઇ ઉપચાર નથી એમ ડોકટર પણ સ્વીકાર કરે છે. અને એમાં સ્ટેરોઇડ હોય છે. એમ ડોકટરો પણ કહે છે. આ રોગમાં ઉપચાર લાંબો ટાઇમ ચાલતો હોવાથી આયુર્વેદીક ઉપચાર જ શ્રેષ્ઠ છે. વર્ષોના સંશોધન પછી અમારી ડોકટરની ટીમ દ્વારા સંશોધિત આ દવાઓથી રોગીને એકથી બે મહિનામાં જ લાભ દેખાય છે. જરૂર લાગે તો કોઇક દર્દીને પંચકર્મ, સ્વેદન, વમન, વિરેચન દ્વારા તેમના દોષોને શાંત કરાવીને વધુ જરૂર પડે તો રક્તમોક્ષણ કરાવીને પણ દર્દીને રોગમુક્ત કરાવાય છે.

તંબાકુ, મેંદો, દૂધ, વાસી, ખોરાક અને ફ્રીઝનું ઠંડુ પાણી જેવી ચીજવસ્તુઓની પરેજી નહિ પાળવામાં આવે તો દર્દીને ફરી બીમારી થવા માટેનું જોખમ ઉભુ કરી શકે છે. તદુપરાંત દર્દીએ માનસિક તણાવથી પણ બચવું જરૂરી છે.

ચામડીના લગભગ બધા રોગ રક્તવિકારના કારણે હોય છે. સોરાયસીસ પણ રક્તમાં સ્થિત કફ વિકૃત થવાના કારણે થાય છે. માટે કફ વધે એવો ખોરાક ના ખાવો જોઇએ અને રક્ત શોધક દવા લેવી જોઇએ તેમજ પેટ પણ સાફ રાખવું જોઇએ. પંચકર્મના શોધન બસ્તી વિરેચન અને વમન દ્વારા શરીરનું શુદ્ધિકરણ કરવું જોઇએ. પંચકર્મના કારણે શરીરનું શુદ્ધિકરણ થવાથી દવા વધુ અસર કરે છે.

ન મટતા કે જીદ્દી સોરાયસીસમાં જળોદ્વારા રક્તમોક્ષન કરવાથી લાભ જલ્દી દેખાય છે. શરીરમાં જેમ સોરાયસીસ જુનો થાય (પાંચ વરસ કે તેનાથી વધુ) તો સોરોઅર્થો થવાની સંભાવના રહે છે, જેમાં શરીરના બધા સાંધા દુખે છે તથા હાથના આંગળા કે હાથ વાંકા થઇ શકે છે.

આયુર્વેદમાં શરીરના શુદ્ધિકરણ પછી મંજીષ્ઠાદી કવાથ, પથ્યાદી કવાથ, ખદીરારીષ્ઠ, ગુગળ, રસમાનીક્ય, પંચનીમાદી, નિમ્બાદી આરોગ્યવર્ધીની, કેશોર ગુગળ અને અમૃતા અને હરીદ્રાખંડ કાર્ય કરે છે.

રોગી કેટલો પણ જ્ઞાાની હોય કે આજના જમાનામાં નેટ ઉપરથી માહિતી મેળવીને પોતે જ ઇલાજ ન કરવો જોઇએ. શિયાળો અને એરકંડીશનર આ રોગને વધુ સાથ આપે છે. થોડું સારું થયા પછી રોગી એની મરજી પ્રમાણે દવાઓ બંધ કરે છે કે પરેજી પાળવાનું બંધ કરી દે છે જે યોગ્ય નથી. સારુ થઇ ગયા પછી પણ રોગી અગર પાંચ વરસ પરેજી પાળે તો રોગ ફરી થવાની સંભાવના નહીવત હોય છે.

વ્યસની વ્યક્તિને દવા કામ નથી કરતી.

લોલીમ્બરાજ :પરહેજી ન પાળે રોગી તો દવા કરે શું કામ?

પરહેજી પાળે રોગી તો પછી દવાનું શું કામ?

Tags :