Get The App

મેદસ્વીતા માટે અતિઉપયોગી તજ

- તજ ઉષ્ણ, તીક્ષ્ણ, લઘુ, કટુ તિકટ કટુ વિપાક, કફવાતનાશક, પિત્તવર્ધક, દીપન પાચન, કંઠશોધક, શુક્રજનક, કામોત્તેજક, સ્તંભક, ગર્ભાશય સંકોચક છે

Updated: Nov 25th, 2020

GS TEAM


Google News
Google News
મેદસ્વીતા માટે અતિઉપયોગી તજ 1 - image


એ ક જમાનો એવો હતો કે, લગ્નપ્રસંગે કે, શુભ પ્રસંગે કે, દીકરીને લગ્ન પછી સાસરે વળાવે ત્યારે આણુ વળાવતી વખતે દીકરીને અન્ય વસ્તુઓ ઉપરાંત સુંદર કોથળીમાં તજ, લવીંગ, એલચી વગેરે તેજાના આપવામાં આવતાં હતા. આ તેજાના આપવાની પરંપરા હતી. તજ વગેરેમાં રહેલ ઉચ્ચ ઔષધીય ગુણોને ધ્યાનમાં રાખી પ્રસંગોમાં તજ, લવીંગ, એલચી વગેરે વાપરવાની પ્રથા આપણાં દિવ્ય બુદ્ધિશાળી પૂર્વજોએ શરૂ કરી હતી. દીપન, પાચન, મુખશુદ્ધિ અને દાંતના રોગો દૂર કરનાર ઉત્તેજક જેવા અનેક ગુણો ધરાવતા પદાર્થોને લગ્ન થનાર યુગલને અને આમંત્રિતોને ઘરધણી તરફથી પૂરી કરવામાં આવતી હતી. હાલમાં તો આ અતિ ઉપયોગી પ્રથા ક્યાંય જોવા મળતી નથી. આ ત્રણને આયુર્વેદમાં ત્રિસુગંધ કહે છે. આપણે ત્યાં ખૂબ જ જાણીતા છે અને ઔષધ તરીકે વપરાય છે. આ ત્રણમાંથી એક તજ વિષે જાણીએ.

તજનો ઉપયોગ સારાએ વિશ્વમાં થઈ રહ્યો છે એના પર વૈજ્ઞાાનિક ધોરણે સંશોધન કાર્ય સારૂં એવું થયું છે. પાચનતંત્રના રોગો, મેદસ્વિતા અને હાઈકોલેસ્ટેરોલમાં ખૂબ જ ઉપયોગી હોવાથી તજ અતિ પ્રસંશા પામેલ છે. વિશ્વનું ઔષધ બનેલ છે. આયુર્વેદની પ્રાચિન સંહિતા સુશ્રુત વગેરેમાં તજનું વર્ણન જોવા મળે છે. એટલે ભારતમાં તજ પૌરાણિક કાળથી વપરાય છે એમ માની શકાય. આયુર્વેદમાં તજ સ્વતંત્ર અને અનેક યોગોમાં વપરાય છે. આજે પણ સુંદર પરિણામ આપે છે. તજના શાસ્ત્રીય યોગો કે જેનો અમે અનુભવ કરેલ છે. જે અહીં રજુ કરવામાં આવેલ છે. તજના વૃક્ષ મધ્યમ કદનાં થાય છે. વૃક્ષનાં પંચાંગ ઔષધ તરીકે બહુ થાય છે. તજને સંસ્કૃતમાં ત્વકપત્ર હિંદીમાં દાલચીની અંગ્રેજીમાં Cinnamon bark  cjuxlbtk Cinnamonzeyianieam  દક્ષિણ ભારત અને હિમાલયમાં પાંચ હજાર ફૂટની ઊંચાઈએ તજ વૃક્ષ થાય છે. સિલોન, સિંગાપોર, ચીન વગેરે દેશોમાં તજ થાય છે અને વાવેતર કરવામાં આવે છે. સિલોની અને સિંગાપુરી તજ ઉત્તમ માનવામાં આવે છે. આ તજ મોંઘા હોવાથી હલકા પ્રકારના તજ ભેળવવામાં આવતા હોય છે. પાતળી તજ ગુણોથી ભરપુર હોય છે. જાડી છાલની તજ ચાવવી પણ ગમતી નથી. સિંહલદ્દીપમાં પુષ્કળ પ્રમાણમાં તજના વૃક્ષો થાય છે. એમાંથી મળતી તજ ઉત્તમ પ્રકારની હોય છે. આવી તજનો ઉપયોગ કરવાથી ધાર્યું પરિણામ મળે છે.

આયુર્વેદમાં કહ્યું છે અને આધુનિક ચિકિત્સા વિજ્ઞાાન પણ સંશોધન કર્યા પછી કહે છે કે, તજ અને મધ મેળવી લેવાથી અનેક રોગો મટે છે. વાત કફ જન્ય વ્યાધિઓનું અકસીર ઔષધ છે. એક કપ સાધારણ ગરમ પાણીમાં બે ચમચી મધ અને ૩ થી ૬ ગ્રામ તજ ચૂર્ણ મેળવી, સવાર સાંજ નિયમિત પિવાથી સંઘીવા (Arthrisits) મટે છે. ખટાશ અને તીખાતમતા ખોરાક બંધ કરવા. કેનેડામાં પ્રસિદ્ધ થયેલ એમાંના કેટલાક પ્રયોગો અહીં રજુ કરેલ છે. નિર્દોષ અને સફળ છે. બે ચમચી મધ ચાર ચમચી નવશેકા પાણીમાં નાની તજના ફાઇન પાવડરમાં સારી રીતે મેળવવું. આ મિશ્રણનું સાંધા પર ધીમે હાથે માલીસ કરવું. દસ મિનિટમાં રાહત થશે.

હાઈકોલેસ્ટેરોલ ઘટાડવા નોરમલ કરવા પાતળી સુગંધી સાધારણ મીઠી અને તીખી તજ બહુ જ સુંદર કામ કરે છે એક ગ્લાસ ચાના પાણીમાં બે ચમચી મધ ૪ ગ્રામ તજચૂર્ણ મેળવી, સાધારણ ગરમગરમ સવારમાં પીવું. નિત્ય પીવાથી કોલેસ્ટેરોલ ઝડપથી ઘટે છે. પથ્ય ખોરાક શારીરિક શ્રમ જરૂરી છે.

મૂત્રાશયમાં ચેપ લાગવાથી સોજો આવે છે. આથી પેડુમાં દુ:ખે છે. પેશાબ અટકીઅટકી વારેવારે દાહ સાથે થાય છે. આ વ્યાધિમાં ૨ ગ્રામ તજચૂર્ણ, બે ચમચી મધ, એક ગ્લાસ પાણીમાં મેળવી સવાર સાંજ લેવું.

આયુર્વેદની દ્રષ્ટિએ તજ ઉષ્ણ, તીક્ષ્ણ, લઘુ, કટુ તિકટ કટુ વિપાક, કફવાતનાશક, પિત્તવર્ધક, દીપન પાચન, કંઠશોધક, શુક્રજનક, કામોત્તેજક, સ્તંભક, ગર્ભાશય સંકોચક છે. આધ્માન, હેડકી, ઉધરસ, શ્વાસ, હૃદયરોગ, અગ્નિમાંદ્ય, અરૂચી, આમદોષ, અર્શ, મૂત્રાશયશોથ, મૂત્રકચ્છ, જાૂની શરદી વિગેરેમાં ખૂબ જ ઉપયોગી છે. તજ ઉષ્ણ તીક્ષ્ણ હોવાથી પિત્તપ્રકૃત્તિવાળાએ અને પિત્તજન્ય વ્યાધિથી પીડાતા દર્દીએ વાપરવા નહીં. ખાસ જરૂર જણાય તો ચિકિત્સકની સલાહ લઈ વાપરવા. આ ઉપરાંત રક્તસ્ત્રાવી રોગ અને અલ્સરવાળા દર્દીએ તજ વાપરવા નહીં. શરદી ઉધરસ માટે તજ ૪ રતિ, લવીંગ ૪ રતિ, સૂઠ ૪ રતિ અને જેઠીમધ ૪ રતિ દરેકનું ચૂર્ણ મધ સાથે દિવસમાં ત્રણ વખત લેવાથી અઠવાડિયામાં સારૂં થાય છે. પ્રસૂતિ પછી ગર્ભાશયનાં સ્નાયુઓ નબળા પડયા હોય તો તજ પીપરીમૂળ અને સાકર મેળવી આપવાથી ગર્ભાશય નોરમલ થાય છે. તજને ઘરમાં સ્થાન આપવાથી અવારનવાર ઔષધ તરીકે ઉપયોગી થશે.

Tags :