Get The App

દાવત : ઘરે બનાવો ટૅસ્ટી વેજ-કબાબ

Updated: Jul 7th, 2025

GS TEAM

Google News
Google News
દાવત : ઘરે બનાવો ટૅસ્ટી વેજ-કબાબ 1 - image


વોલનટ પનીર કબાબ

 સામગ્રી : એક બાઉલ વોલનટ, ૨૦૦ ગ્રામ પનીર, ૪-૫ લીલા મરચા, ૨-૩ લસણની કળી, ૧ નાનો ટુકડો આદુ, એક ચમચી જીરું, એક ચમચી લાલ મરચાની ભૂકી, અડધી ચમચી ચાટ પાવડર, પા ચમચી આમચુર પાવડર, પા ચમચી ગરમ મસાલો, પા ચમચી ધાણાં પાવડર, ૨-૩ ચમચી લીલા ધાણા, ત્રણ ચમચા ખમણેલી ગાજર, ૨-૩ ચમચી ઘી, સ્વાદાનુસાર મીઠું.

 ગાર્નિસિંગ માટે : આવશ્યકતા મુજબ કોથમીર, સ્વાદાનુસાર ચીજ, સ્વાદાનુસાર ચિલી ફ્લેક્સ, વોલનેટ અને નાળિયેરની ચટણી, થોડું કેચઅપ.

 રીત :  સૌ પહેલા વોલનટને શેકી લો અને તે ઠંડા થતાં તેમાંથી અખરોટ કાઢી તેને થોડું જાડું દળી લો. આ પછી તેમાં પનીર, લીલા મરચા, આદુ, લસણ, ચાટ મસાલા, ધાણાં પાવડર, લાલ મરચાનો પાવડર, આમચૂર પાવડર, જીરુ, ગરમ મસાલો, મીઠું અને લીલા ધાણાં નાખીને મિક્સરમાં પીસી લો. આ પછી તેમાં ગાજર નાખો અને સારી રીતે મિક્સ કરી કબાબ બનાવો. આ પછી લોયામાં ગરમ કરીને ઘી લગાવો અને કબાબને બંને બાજુથી પકાવો. આ પછી તેને એક પ્લેટમાં કાઢી તેના પર ચીઝ, કોથમેર નાખો.  આ પછી તેના પર ચિલી ફ્લેક્સ નાખીને કેચઅપ અને વોલનેટ-નાળિયેરની ચટણી સાથે સર્વ કરો.

તમે વેજિટેરિયન છો, એ વાત સાચી. તમે પણ વેજ-કબાબનો પૂરેપૂરો આનંદ માણી શકો છો. જો કે તમને એવું લાગતું હોય કે વેજિટેરિયન-કબાબ તો માત્ર પનીરના જ બની શકે તો એ તમારા માટે સૌથી મોટું આશ્ચર્ય છે. અહીં એક હોમશેફે વિવિધ પ્રકારની  વેજ  રેસિપી રજૂ કરી છે, જે તમને જરૂર આશ્ચર્યમાં નાખી દેશે. આટલું જ નહીં, આ સ્વાદિષ્ટ રેસિપી બનાવવાનું તમને મન પણ થશે, એ તો ચોક્કસ જ!

પાનીપુરી કબાબ

 સામગ્રી : પાંચ બાફેલા બટાટા, એક કપ બેસનની બુંદી, ૧૦-૧૫ પાણીપુરી, દોઢ ચમચી પાનીપુરી મસાલા, અડધો કપ લીલા ધાણા (કોથમેર), અડધો કપ ફુદીના, બે લીલા મરચાં, એક ચમચી કાળું મીઠું, એક ચમચી જીરું, સ્વાદાનુસાર મીઠું, તળવા માટે તેલ અને ચપટી હીંગ.

 વિધિ : બાફેલા બટાટાને છુંદી નાખો મિક્સરમાં પાણીપુરીની પુરી અને બુન્દીને ઝીણું દળી લો. આ પછી એ મિશ્રણમાં બટાટાનો છૂંદો નાંખી દો. તેમાં પાણીપુરીનો મસાલો નાખો. 

બીજી તરફ કોથમેર, ફુદીના, લીલા મરચાં, જીરું, હીંગ-બધાને જારમાં નાખી દળી લો. ચારણીની મદદથી છીણી લો અને તેમાં બટાટા મેળવો. આ બધાને મેળવીને ગોળાકાર કબાબ બનાવો. એક લોયામાં તેલ નાખી કબાબને ધીમી આંચ પર શેકી લો. આમ કબાબ તૈયાર થઈ જાય છે.

વેજ સોયા કબાબ

 સામગ્રી : એક કપ સોયાવડી (મોટા), બે બાફેલા બટાટા, એક કાંદો (બારીક કાપેલો) બે ટેબલ સ્પૂન ફુદિનાના પાન (બારીક કાપેલા), એક લીલું મરચું (કાપેલુ) બે ટેબલ સ્પૂન કોથમેર (બારી કાપેલી), ૨-૩ ટેબલસ્પૂન બેસન શેકેલો, એક ચમચી મીઠું, એક ટી-સ્પૂન ધાણાં પાવડર, એક ટી-સ્પૂન ચાટ મસાલા પાવડર, અડધી ચમચી શેકેલા જીરુંનો પાવડર, અડધી ચમચી લાલ મરચાનો પાવડર, આવશ્યકતાનુસાર તેલ (શેલો ફ્રાઈ કરવા માટે).

 રીત : સોયાવડીને ગરમ પાણીમાં નાખીને ૩૦ મિનિટ સુધી ઢાંકીને બાજુએ રાખો. આ પછી સોયા વડીને નિચોવી લો જેથી  તેમાંથી પાણી નીકળી જાય. આ પછી તેને મિક્સરમાં પીસી લો. બધી સામગ્રી તેમાં મેળવી લો. આનો એક ડો બનાવી લો. આમાં તમારી પસંદ મુજબ કબાબ બનાવી લો.

એક તવામાં તેલ નાખો અને મધ્યમ આંચ પર તેને ગરમ કરો. તેના પર કબાબ નાંખીને તેને બંને તરફ સોનેરી બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાઈ કરો. તમે તેને ડ્રીપ ફ્રાઈ પણ કરી શકો છો. વેજ-સોયા કબાબ તૈયાર છે. તેને તમે પસંદગીની ચટણી અને ચા-કોફી સાથે સર્વ કરો.

મખમલી કબાબ

 સામગ્રી : એક કપ કાળા ચણા, એક બાફેલો બટાટા, બે મોટા ચમચા ઘરમાં બનાવેલું પનીર, બે મોટા ચમચા બ્રેડનો ભૂક્કો, એક ટુકડો આદુ, ચાર-પાંચ લસણની કળી, બે લીલાં મરચાં, એક નાની ચમચી ચાટ મસાલા, એક નાની ચમચ ગરમ મસાલો, મીઠું, એક મોટો ચમચો કોથમીર (કાપેલી) થોડા કેરી પાપડના ટુકડા અને આવશ્યકતા મુજબ તેલ.

 રીત : ચણાને સારી રીતે રાતભર ભીંજવી દો. આ પછી કુકરમાં પાણી નાખીને મીઠું નાખી તેને બાફો. ઠંડા થતાં જ તેને મિક્સિરમાં થોડું જાડું દળો. આ પછી એક મિક્સિંગ બાઉલમાં બાફેલા ચણા, બાફેલા બટાટા અને બધા જ મસાલા, લીલા મરચાં, આદુ અને બારીક કાપેલી કોથમેર નાખીને ચાટ મસાલા, મીઠું નાખો. બધાને સારી રીતે મિક્સ કરો લોયામાં તેલ ગરમ કરવા મુકી દો. હાથને તેલ લગાવી વચ્ચે નાના-નાના પનીર અને આમ પાપડના ટુકડા મુકો અને તેની સારી રીતે કબાબનો આકાર આપો. તેને બ્રેડના ભુક્કામાં લપેટો અને મધ્યમ આપો. તેને બ્રેડના ભુક્કામાં લપેટો અને મધ્યમ આંચ પર તેને તળી લો. પેપર નેપકિનિ કાઢો. તમે ઇચ્છો તો શેલો ફ્રાઈ અથવા બેક પણ કરી શકો છો. તમારા મજેદાર મખમલી કબાબ તૈયાર છે. મખમલી કબાબ બહારથી ક્રિસ્પી અને અંદરથી મુલાયમ હોય છે. તમે તેને કોઈ પણ ચટણી સાથે સર્વ કરી શકો છો.

મસાલા બ્રેડ પૌંઆ કબાબ

સામગ્રી : (ચાર જણાં માટે) બે મોટા બાફેલાં બટાટા, એક કપ પૌંઆ (બે મિનિટ માટે પાણીમાં પલાળેલા), એક મોટો કાંદો (કાપેલો) અડધી ચમચી છુંદેલું લસણ, અડધી ચમચી આદુ-લીલું મરચું, સ્વાદાનુસાર મીઠું, અડધી ચમચી કાળા મરચાનો પાવડર, અડધી ચમચી લાલ મરચાનો પાવડર, એક પેકેટ મેગી મસાલા, ૧/૨ વાટકી મેંદાનો ધોળ, એક વાટકી બ્રેડનો ભૂક્કો, આવશ્યકતા મુજબ તળવા માટે તેલ. 

રીત : સૌ પહેલા પૌંઆને બે મિનિટ માટે પાણીમાં પલાળી તેનું પાણી કાઢી નાખવું. આ પછી એક વાસણમાં બાફેલા બટાટા અને પૌંઆને સારી રીતે મિક્સ કર્યા પછી તેમાં બધા મસાલા, મીઠું, શાકભાજી નાખીને સારી રીતે મિક્સ કરો અને ડો તૈયાર કરો. આ પછી એક વાટકીમાં બે ચમચી મેંદો અને ચપટી મીઠું, પા ચમચી કાળા મરચાનો પાવડર નાંખીનું અને તેમાં પ્રમાણસર પાણી નાખી પાતળું ઘો તૈયાર કરીશું. આ પછી મિક્સરમાં બ્રેડનો ચુરો પણ તૈયાર કરીશું અને તૈયાર ડોમાં તમારી મનપસંદના આકારના કબાબ તૈયાર કરીશું. તૈયાર કબાબને પહેલા મેંદાના ઘોળળમાં ડીપ કરી પછી બ્રેડના ચૂરામાં ડીપ કરીને સારી રીતે સેટ કરીશું. પછી લોયામાં તેલ ગરમ કરીને તેમાં કબાબ ફ્રાઈ કરીશું. આ પછી તેને એક પ્લેટમાં કાઢીને ગ્રીન સોસ તેમ જ શેજવાન સોર્સ સાથે તેને સર્વ કરીશું.

- હિમાની

Tags :