Get The App

સર, આપણાં આ શોની વિશેષતા જ એ છે કે... બચ્ચન V/S સાંઈરામ

- બચ્ચન : જી, આભાર પણ આ શોમાં ઓડિયન્સ કેમ નથી ?

- સ્માઈલરામ : સાંઈરામ દવે

Updated: Jul 29th, 2020

GS TEAM

Google News
Google News
સર, આપણાં આ શોની વિશેષતા જ એ છે કે... બચ્ચન V/S સાંઈરામ 1 - image


- સર, આપણાં આ શોની વિશેષતા જ એ છે કે તમારે કાંઈ બહુ જાજુ બળ કરવું જ નહીં પડે ને બે કેમેરાવાળા , બે લાઈટવાળા, એક સ્પોટબોય. આ પાંચ જણા તો ઓડિયન્સમાં છે એ ઘણું

અમિતાભ બચ્ચનને કોઈ પત્રકારે પૂછયું કે સફળ પુરુષની પાછળ કોઈ એક સ્ત્રીનો હાથ હોય એ સાચું ? બચ્ચન બોલ્યા બિલકુલ સાચુત પરંતુ સફળ પુરુષ પાછળ પ્રેમમાં નિષ્ફ્ળ ગયેલી સ્ત્રીનો હાથ હોય છે. 

અતુલ પંડયા આયોજીત સાવ કડકો અને કોરો ધાકોડ કાર્યક્રમ 'કૌન બનેગા કોરોનાપતિ' માં અમિતાભ બચ્ચન હોટસીટ પર બેઠા છે અને ગેમ શરુ થાય છે. 

સાંઈરામ : તો બચ્ચનજી અમારા વિશેષ કાર્યક્રમમાં આપનું ખુબ ખુબ સ્વાગત છે.

બચ્ચન : જી, આભાર પણ આ શોમાં ઓડિયન્સ કેમ નથી ?

સાંઈરામ : ક્યાંથી હોય સાહેબ ? અમે લોકડાઉન પહેલા સ્કૂલો ને કોલેજોમાંથી છોકરા મફત મંગાવતા હતા પણ સ્કૂલો બંધ થઈ, સોસાયટીવાળામાં ત્રણ - ચાર પોઝીટીવ કેસો લગભગ બધી જગ્યાએ છે એટલે બોલાવાય એમ નથી.

બચ્ચન : પણ ઓડિયન્સ વગર હું કેવી રીતે પરફોર્મ કરીશ ?

સાંઈરામ : સર, આપણાં આ શોની વિશેષતા જ એ છે કે તમારે કાંઈ બહુ જાજુ બળ કરવું જ નહીં પડે ને બે કેમેરાવાળા, બે લાઈટવાળા, એક સ્પોટબોય. આ પાંચ જણા તો ઓડિયન્સમાં છે એ ઘણું.

બચ્ચન : આપકા પ્રોડયુસર કીધર ચલા ગયા ?

સાંઈરામ : ઈ સ્પોન્સર ઢુંઢને ગયા હૈ, અને રીટર્નમેં જયારે આવેગા તંઈ ખેતલા આપાની ચા અને જોકરનાં ગાંઠીયા લે કે આવેગા.

બચ્ચન : હે ભગવાન... ઓ.કે. શો શરુ કરો.

સાંઈરામ : હાઈશ ! હવે થઈ મર્દોવાલી બાત. વિથ ઓડિયન્સ તો બધાય બોલે વિધાઉટ ઓડિયન્સ બોલે ઈ અમિતાભ બચ્ચન ખમ્મા બાપલીયા... તમારો પહેલો સવાલ પોણા પાંચ રૂપિયા માટે...

બચ્ચન : પોને પાંચ રૂપિયે કે લીયે ? ઈતની છોટી રકમ માટે હું શું કામ જવાબ આપું ? 

સાંઈરામ : ભૂખમાં ગાજર ભલા શહેનશાહ ! કોરોનાની મંદીમાં જે મળે તે મીઠા કરો. તમારી'ય ક્યાં 'ગુલાબો સીતાબો' હાલી છે ? 

બચ્ચન : દુઃખતી રગ ઉપર પગ મત મુકીયે સાંઈભાઈ ઓ.કે. ગેમ ઝટ શરુ કરે તાકી વેલી પતે.

સાંઈરામ : જી, આભાર વિજય દીનાનાથ ચૌહાણ. પહેલા સવાલ આપકી કમ્પ્યુટર સ્ક્રીન પર, કી લોકડાઉનમાં સૂર્યવંશમ સેટમેક્સ ટી.વી. પર કીતની બાર દિખાઈ ગઈ ? 

(છ) ૫    (મ્) ૧૫    (ભ)૨૫    (ઘ) અનેકવાર 

બચ્ચન : સૂર્યવંશમ અને સેટમેક્સ ટી.વી. બંને સાસુ વહુ જેવા છે, સાસુ વહુ જૈસે અનેકોબાર ઝઘડતે હૈ, વૈસે હી યે સેટમેક્સ વાલે સૂર્યવંશમ દેખાડતે રહેતે હૈ,  લોક - ઘ (ડી)

સાંઈરામ : ખુબ સરસ અને સચોટ જવાબ બચ્ચનબાપુ બોલીયે શ્રી અંબે માતકી જય... આપ જીતો છો પોણા પાંચ રૂપિયા રોકડા... હવે બીજો સવાલ સવા સાત રૂપિયા માટે. ઈનમેંસે કોન્સી ફિલ્મમેં રેખા નહીં હૈ ?

  (છ) સીલસીલા     (મ્) બ્લેક    (ભ) ખૂન પસીના    (ઘ) સુહાગ 

બચ્ચન : અરે સાંઈભાઈ ! આપ ફિલ્મકી બાત કરતે હૈ હમારી તો જીંદગીમેં રેખાકી રેખા નહીં હૈ, મહોબ્બતકા યે સીલસીલા જબસે શરુ હુઆ હૈ ત્યારથી હું ખૂન પસીના બહા રહા હું. લેકિન મૈં રેખા કા સુહાગ ન બન પાયા ઔર હમારી પ્રેમકથા 'બ્લેક' હો ગઈ. પ્લીઝ લોક (મ્) બ્લેક 

સાંઈરામ : સાચો જવાબ બોલીયે રજનીકાંત દાદાની જય... તમારા જવાબમાં'ય જાણે કોઈ ફિલ્મના ડાયલોગ બોલતા હોય એવું લાગે છે. વાહ બચ્ચનભાઈ આગળનો ત્રીજો સવાલ સાડા સત્તર રૂપિયા માટે કે નીચેનામાંથી કોણ ષિ યાજ્ઞાવલ્ક્યની પત્ની હતું ? 

  (છ)અનસુયા     (મ્) સાવિત્રી    (ભ) મૈત્રયી    (ઘ) સુનંદા 

બચ્ચન : અરે બાપ રે ! યે શાસ્ત્રવાલા સવાલ તો મરવા દેગા ! ખેતલા આપાની ચા ક્યારે આવશે એ પીને પછી જવાબ દુંગા...

સાંઈરામ : ચા પણ આવશે મારા વ્હાલા ! અતુલ પંડયા પ્રોડયુસર છે રૂપિયા નહીં આપે પણ ચા ને ગાંઠિયા જરૂર આપશે. સવાલ અઘરો લાગતો હોય તો  તમે ફીફટી ફીફટી કે ફોન એ ફ્રેન્ડ લાઈફલાઈનનો ઉપયોગ કરી શકો છો બચ્ચનજી !

બચ્ચન : ઓ.કે. આઈ વીલ યુઝ ફીફટી ફીફટી...

સાંઈરામ : સારું તો આ સ્વીચ દબાવો.  

(બચ્ચને ફીફટી ફીફટીની સ્વીચ દબાવતા ચારે'ય ઓપ્શન વયા ગયા.)

બચ્ચન : આ લે લે ! યે ક્યાં હુઆ સારે ઓપ્શન ગાયબ કૈસે હો ગયે ?

સાંઈરામ : ઈ તો વાત છે બાપુ, આ તો સાવ કડકો અને કોરો ધાકોડ શો છે. આમાં પચાસ ટકા જ હતું એ તમે દબાવ્યું એટલે વયુ ગયુ. 

બચ્ચન : ઓ માય ગોડ ! અબ ફોન એ ફ્રેન્ડ લગાઈએ.

સાંઈરામ : ઓકે કમ્યુટરજી પ્લીઝ કોલ અભિષેક બચ્ચન.

બચ્ચનઅરે ઉસકો કયું ફોન લગાતે હો ? એને પોતાની ઘરવાળીનું નામ માંડ યાદ રહે છે. 

સાંઈરામ : બાપુ આમા એવું છે અમારી કંપનીએ જે નવરા કલાકારો છે એની હારે ટાઈપ કરેલું છે. ફોન પર તો અભિષેક, સૈફઅલી, બિપાશા બાસુ કે માધુરી દિક્ષિત અને હિમેશ રેશમીયા જ મળશે બોલો.

(બચ્ચન સાડા સત્તર રૂપિયાવાળો સવાલ સાથે શો પડતો મુકીને ભાગે છે અને અતુલ ખેતલા આપાની ચા અને જોકરના ગાંઠિયા લઈને આવે છે. પછી શું અમે બે'ય ચા ને ગાંઠિયા ખાઈ ગયા. બચ્ચનના ભાગ્યમાં નહીં હોય એમ માન્યું.) સાંઈરામના સ્માઈલરામ 

ઝટકો : 

બાળક પુખ્ત ઉંમરની વ્યક્તિની નાની આવૃત્તિ છે.

                               - હિંમતભાઈ મહેતા (શિક્ષણની શિક્ષાપત્રીમાંથી)

Tags :