Get The App

આજથી યુટ્યુબનો નિયમ બદલાઈ જશે, જાણો કયા ક્રિએટર્સની કમાણી પર થશે અસર!

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
આજથી યુટ્યુબનો નિયમ બદલાઈ જશે, જાણો કયા ક્રિએટર્સની કમાણી પર થશે અસર! 1 - image


Youtube New Rules: YouTubeએ તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે, તે પોતાની પોલિસીમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. આ ફેરફાર બાદ YouTube  Channelsની કમાણી પર અસર થઈ શકે છે. તો ચાલો આ અંગે વિગતવાર જાણીએ. 

આવા એકાઉન્ટ પર પડશે અસર

યુટ્યુબની નવી પોલીસીની અસર એવી યુટ્યુબ ચેનલ્સ પર પડશે, જે રિપિટેટિવ અને AI કન્ટેન્ટ તૈયાર કરે છે. આજકાલ ઘણા ક્રિએટર્સ સેમ કન્ટેન્ટ બતાવે છે. યુટ્યુબે આ પ્રકારની સમસ્યાનો સામનો કરવા માટે પોલીસીમાં ફેરફાર કરવાનું એલાન કર્યું હતું. 

આજથી યુટ્યુબનો નિયમ બદલાઈ જશે

15 જુલાઈ એટલે કે, આજથી યુટ્યુબ પોતાના પ્રોગ્રામ નિયમોને કડક કરવા જઈ રહ્યું છે. આગામી દિવસોમાં પ્લેટફોર્મ પર પણ ફેરફાર જોવા મળશે. યુટ્યુબના નવા નિયમો હેઠળ માસ પ્રોડ્યૂસ્ડ, રિપિટેટિવ અને ઈનઓથેન્ટિક કન્ટેન્ટ્સના Ads Revenueને ઘટાડવામાં આવશે. યુટ્યુબની નવી પોલિસી હેઠળ ચેનલોને મોનેટાઈઝેશન કરવાની શરતોમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. મોનેટાઈઝેશનની શરતો પહેલા જેવી જ રહેશે. મોનેટાઈઝેશન પોલિસીમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. 

આ પણ વાંચો: બોલિવૂડ પૈસા અને નંબર ગેમની દોડમાં ફસાઈ ગયું, દિગ્ગજ અભિનેતા 'મુન્નાભાઈ' નો કટાક્ષ

AI કન્ટેન્ટમાં ઘટાડો કરવાનો પ્રયાસ

યુટ્યુબ સહિત ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર AI જનરેટેડ કન્ટેન્ટની સંખ્યા વધી રહી છે. કંપની નવી પોલિસી હેઠળ AI કન્ટેન્ટમાં ઘટાડો કરવા માગે છે અને ઓરિજનલ કન્ટેન્ટને પ્રોત્સાહન આપવા માગે છે.

ફેક ઈન્ફોર્મેશન રોકવી

વાસ્તવમાં AI અને Deepfake વગેરેની મદદથી કોઈ એક વ્યક્તિની તસવીરનો ઉપયોગ કરીને તેની સાથે વોઈસ ઓવર સામેલ કરીને ઘણા લોકો અલગ-અલગ પ્રકારના કન્ટેન્ટ બનાવી રહ્યા છે. 

Tags :