mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

યૂટ્યૂબ ડેસ્કટોપ વર્ઝનમાં વીડિયો પર જોવા મળતી એડ્રસ બંધ થશે

Updated: Mar 18th, 2023

યૂટ્યૂબ ડેસ્કટોપ વર્ઝનમાં વીડિયો પર જોવા મળતી એડ્રસ બંધ થશે 1 - image


જો તમે યુટ્યૂબ પર અવારનવાર વીડિયો જોતા હશો તો તમારો અનુભવ હશે કે તેમાં વીડિયો દરમિયાન આવતી જાહેરાતો મોટો અવરોધ બનતી હોય છે. યુટ્યૂબ સર્વિસનો મફત ઉપયોગ કરવો હોય તો આપણે જાહેરાતો સહન કરવી પડે એ તો સમજી શકાય પરંતુ ધીમે ધીમે વીડિયો શરૂ થાય એ પહેલાં જાહેરાત આવે અને અમુક જાહેરાત નિશ્ચિત સેકન્ડ પછી સ્કિપ કરી શકાય પરંતુ અમુક જાહેરાત આખી જોવી પડે તેવો ટ્રેન્ડ શરૂ થયો. લાંબા વીડિયોમાં પણ વચ્ચે અને છેલ્લે આ પ્રકારે જાહેરાતોની ભરમાર વધવા લાગી. જોકે આ બધું ઓછું પડતું હોય તેમ ‘ઓવરલે’ એડ્સનો પણ ટ્રેન્ડ શરૂ થયો. નામ મુજબ આ જ પ્રકારની જાહેરાતો ચાલુ વીડિયોએ સ્ક્રીન પર ઉપર કે નીચેના ભાગે દેખાવા લાગી. યુટ્યૂબમાંથી કમાણી વધારવા માગતા ક્રિએટર્સ બધા પ્રકારની એડ હોંશથી આવકારે એ સ્વાભાવિક છે પરંતુ વ્યૂઅર તરીકે આપણે માટે એ ત્રાસદાયક બનવા લાગ્યું. જોકે મોબાઇલ એપમાં ઓવરલે એડ્સ લાંબા સમયથી બંધ થઈ ગઈ છે. એ પછી હવે ડેસ્કટોપમાં યુટ્યૂબની વેબસાઇટ પર પણ આવી ઓવરલે એડ્સ બંધ થઈ જશે. એપ્રિલ ૬, ૨૦૨૩થી તેનો અમલ શરૂ થઈ જશે. જોકે યુટ્યૂબે કન્ટેન્ટ ક્રિએટર્સને ધરપત આપી છે કે તેઓ ઓવરલે એડ્સને બદલે અન્ય પ્રકારના એડ ફોર્મેટનો ઉપયોગ કરી શકશે.

Gujarat