Science & Technology

બાળકોની સાથે પોતે પણ શોર્ટ્સથી દૂર રહેવું છે? YouTube આપે છે એને બંધ કરવાની સુવિધા: જાણો કેવી રીતે

By GS Team
16 Apr 20262 mins read
TukuTouch Logo
સોશિયલ મીડિયાનો ઉપયોગ હવે લોકો એટલો કરી રહ્યા છે કે તેઓ તેમના દિવસના ઘણાં કલાકો એની પાછળ બગાડે છે. એમાં રીલ્સ અને YouTubeના Shortsનો સમાવેશ થાય છે. આથી હવે એનાથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે. એનો ઉપયોગ વધુ થવાથી લોકો પર મેન્ટલ હેલ્થને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. આ માટે કેસ પણ ચાલી રહ્યા છે. આથી YouTube દ્વારા હવે નવી સુવિધા રજૂ કરવામાં આવી છે, જેના દ્વારા યુઝર્સ હવે તેની શોર્ટ-ફોર્મ વીડિયો સર્વિસ Shortsને સંપૂર્ણપણે બંધ કરી શકે છે. આ ફેરફાર પહેલેથી જ હાજર ‘Shorts feed limit’ સેટિંગમાં વધુ વિકલ્પો આપવામાં આવ્યા છે. પહેલાં યુઝર્સ માત્ર 15 મિનિટનો ન્યૂનતમ સમય મર્યાદા સેટ કરી શકતા હતા, પરંતુ હવે Google એ આ ફીચરને અપડેટ કરીને લિમિટને શૂન્ય (0) મિનિટ સુધી સેટ કરવાની સુવિધા આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાળકોની સાથે પોતે પણ શોર્ટ્સથી દૂર રહેવું છે? YouTube આપે છે એને બંધ કરવાની સુવિધા: જાણો કેવી રીતે

YouTube New Feature: સોશિયલ મીડિયાનો ઉપયોગ હવે લોકો એટલો કરી રહ્યા છે કે તેઓ તેમના દિવસના ઘણાં કલાકો એની પાછળ બગાડે છે. એમાં રીલ્સ અને YouTubeના Shortsનો સમાવેશ થાય છે. આથી હવે એનાથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે. એનો ઉપયોગ વધુ થવાથી લોકો પર મેન્ટલ હેલ્થને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. આ માટે કેસ પણ ચાલી રહ્યા છે. આથી YouTube દ્વારા હવે નવી સુવિધા રજૂ કરવામાં આવી છે, જેના દ્વારા યુઝર્સ હવે તેની શોર્ટ-ફોર્મ વીડિયો સર્વિસ Shortsને સંપૂર્ણપણે બંધ કરી શકે છે. આ ફેરફાર પહેલેથી જ હાજર ‘Shorts feed limit’ સેટિંગમાં વધુ વિકલ્પો આપવામાં આવ્યા છે. પહેલાં યુઝર્સ માત્ર 15 મિનિટનો ન્યૂનતમ સમય મર્યાદા સેટ કરી શકતા હતા, પરંતુ હવે Google એ આ ફીચરને અપડેટ કરીને લિમિટને શૂન્ય (0) મિનિટ સુધી સેટ કરવાની સુવિધા આપી છે.

ફીચર સામાન્ય અને ટીન એકાઉન્ટ માટે ઉપલબ્ધ

નવી શૂન્ય મિનિટની લિમિટ હવે તમામ ટીન અને સામાન્ય એડલ્ટ એકાઉન્ટ માટે ઉપલબ્ધ છે. Google Family Link દ્વારા મેનેજ થતી ટીન એકાઉન્ટમાં આ ફીચર થોડું અલગ રીતે કામ કરે છે. આ સ્થિતિમાં, જો માતા-પિતા Shorts ટાઈમરને શૂન્ય પર સેટ કરે છે, તો બાળકો તેમના YouTube એપમાં કોઈપણ Shorts વીડિયો જોઈ શકશે નહીં.

શૂન્ય મિનિટ લિમિટ કેવી રીતે સેટ કરવી?

આ નવી સુવિધાનો ઉપયોગ કરવા માટે, યુઝર્સે તેમના ડિવાઇસમાં YouTube એપ ખોલવી અને સાઇન ઇન કરવું પડશે (જો પહેલાથી ન કર્યું હોય તો). પછી નીચે જમણી બાજુએ ‘You’ ટેબ પર ટૅપ કરીને Settings આઇકન પર ક્લિક કરવું. ત્યારબાદ ‘Time management’ ડેશબોર્ડમાં જઈ ‘Shorts feed limit’ વિકલ્પ પસંદ કરવો. જો Google દ્વારા અપડેટ ઉપલબ્ધ હશે, તો ત્યાં Shorts માટે લિમિટને શૂન્ય સેટ કરવાનો વિકલ્પ દેખાશે.

આ પણ વાંચો: સાવધાન! આ Chrome એક્સ્ટેન્શન તમારા Telegram અને Google ડેટા ચોરી શકે છે

ડૂમસ્ક્રોલિંગ સમસ્યાનો ઉકેલ

Shorts feed limit એક અનોખું ફીચર છે. YouTubeના સૌથી આકર્ષક અને જેની આદત પડી ગઈ હોય એવા પાસાથી દૂર થવા માટે આ ફીચર ખૂબ જ મદદરૂપ છે. આ યુઝર્સને ડૂમસ્ક્રોલિંગને નિયંત્રિત કરવા અથવા સંપૂર્ણપણે દૂર કરવાની તક આપે છે. આ અન્ય વિકલ્પો જેમ કે ‘Take a Break’ રિમાઇન્ડર્સ અથવા સુવાના સમય વિશેની સૂચનાઓથી અલગ છે, કારણ કે તે વધુ સામાન્ય સમયને મેનેજ કરવા માટેનું ફીચર છે.