Get The App

ગૂગલ ફોટોઝમાં પણ આવી રહ્યો છે તમારો પોતાનો ડિજિટલ વોર્ડરોબ

Updated: May 20th, 2026

GS TEAM

Google News
Google News
ગૂગલ ફોટોઝમાં પણ આવી રહ્યો છે તમારો પોતાનો ડિજિટલ વોર્ડરોબ 1 - image

- ík{khk VkuxkuøkúkV f÷uõþLk{ktÚke ík{khkt s fÃkzkt yLku yuõMkuMkrhÍLkwt y÷øk f÷uõþLk íkiÞkh Úkþu

પરિવારમાં લગ્નપ્રસંગ હોય ત્યારે પ્રસંગના ઘણા દિવસો પહેલાંથી, ખાસ કરીને મહિલા વર્ગ કંઈક જુદા જ પ્રકારનું ટેન્શન અનુભવતો હોય છે - લગ્નના દિવસો દરમિયાન જુદા જુદા દિવસોએ ક્યા પ્રકારની સાડી કે ડ્રેસ પહેરવાં?! એ સાથે તેની સાથે મેચ થતી હોય તેવી જ્વેલરીનું સિલેકશન પણ એક મોટું ટાસ્ક બને. ઘરનો વોર્ડરોબ જુદી જુદી અનેક સાડી કે ડ્રેસથી ભરચક હોય, છતા ને કદાચ એટલે જ એમાંથી સિલેકશન મુશ્કેલ બને.

આ કામ હવે ગૂગલ ફોટોઝ સહેલું બનાવશે.

જો તમે વર્ષોથી ગૂગલ ફોટોઝ સર્વિસનો ઉપયોગ કરતા હો તો તમારી પોતાની અનેક સાડી કે ડ્રેસિસમાં કેપ્ચર થયેલા અનેક ફોટો આ સર્વિસમાં જમા થયા હશે. ગૂગલ ફોટોઝ સર્વિસ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની મદદથી આ તમામ સાડી કે ડ્રેસિસનું એક કલેકશન તૈયાર કરશે.

એ સાથે આ બધા ફોટોગ્રાફમાં તમે જે અલગ અલગ પ્રકારની જ્વેલરી કે અન્ય એક્સેસરીઝ પહેરી હોય તેનું પણ આપોઆપ કલેકશન તૈયાર થશે. બધું કામ થશે એઆઇ અને કમ્પ્યૂટર વિઝન ટેક્નોલોજીથી.

આ બધું મળીને તમારો એક ડિજિટલ વોર્ડરોબ તૈયાર કરી આપશે!

એ પછી તમે જ્યારે પણ કઈ સાડી કે ડ્રેસ પહેરવો તેની મુંઝવણ અનુભવતા હો ત્યારે અસલી વોર્ડરોબ ખોલીને તેમાં કપડાં ફંફોસવાને બદલે, તમારો સ્માર્ટફોન હાથમાં લેશો, તેમાં ગૂગલ ફોટોઝ એપ ઓપન કરશો, તેમાં તમારો ડિજિટલ વોર્ડરોબ ઓપન કરશો અને સહેલાઈથી તમારી તમામ સાડી, ડ્રેસિસ કે અન્ય પ્રકારના આઉટફિટ તથા જ્વેલરી, એક્સેસરીઝ વગેરે પર નજર ફેરવી શકશો!

તમારા ડિજિટલ વોર્ડરોબ ક્રિએશનથી વાત પૂરી થતી નથી. અહીંથી તે ઘણી આગળ વધે છે. ઉપર જેની વાત કરી તે  ‘વર્ચ્યુઅલ ટ્રાય ઓન’ ફીચર ગૂગલ ફોટોઝમાં પણ ઉમેરાઈ રહ્યું છે. તેને કારણે તમે તમારા ડિજિટલ કલેકશનમાંનાં વિવિધ કપડાં સિલેક્ટ કરીને, ‘મિક્સ એન્ડ મેચ’ કરીને તમારા પર તે કેવાં લાગશે તેની ડિજિટલ ટ્રાયલ લઈ શકશો. અલબત્ત હજી આ બધું પરફેક્ટ ફિટિંગ સાથે જોવા મળશે નહીં.

ગૂગલ ઇમેજિસ, શોપિંગ, સર્ચ વગેરેમાં જે વર્ચ્યુઅલ ટ્રાય ઓન ફીચર છે તેમાં ટ્રાયલ ગૂગલના નેનો બનાના એઆઇ ઇમેજ જનરેશન મોડેલની મદદથી વિવિધ કપડાં સાથેની તમારી ઇમેજ જનરેટ કરવામાં આવે છે.

ગૂગલ ફોટોઝ એપમાં ઉમેરાયેલું ફીચર તેનાથી જરા અલગ છે. તેમાં તમારા પોતાના અસલી વોર્ડરોબમાં જે કપડાં, જ્વેલરી, એક્સેસરી વગેરે હોય તેની વર્ચ્યુઅલ ટ્રાયલ લઈ શકાશે. આ ફીચર પહેલાં એન્ડ્રોઇડ એપમાં રોલઆઉટ થઈ રહ્યું છે ત્યાર પછી આઇઓએસ એપમાં ઉમેરાશે.