વાંચ્યા વગરના મેસેજનો સારાંશ મળશે
- ðkuxTMkyuÃk{kt yuykR ykÄkrhík yuf Lkðwt Ve[h ykðe hÌkwt Au, su{kt ykÃkýk {uMkus ¾kLkøke hnuþu Aíkkt...
વોટ્સએપમાં એકાદ વર્ષથી મેટા એઆઇ ફીચર ઉમેરી દેવામાં આવ્યું છે. અન્ય એઆઇ
ચેટબોટની વેબસાઇટ કે એપમાં જે રીતે આપણે એઆઇ સાથે ચેટિંગ કરી શકીએ છીએ, બરાબર એ જ રીતે અહીં પણ મનમાં જે આવે તે એઆઇને પૂછી શકાય છે. જોકે વોટ્સએપ ઓપન
કરતા લોકોનું બધું ધ્યાન ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથેના ચેટિંગમાં હોય છે. આથી
વોટ્સએપમાં મેટા એઆઇનો ઉપયોગ બહુ વધ્યો નથી. આથી કંપનીએ મેટા એઆઇનું બ્લુ સર્કલ
હવે વધુ નજરમાં આવે એ રીતે ગોઠવ્યું છે.
તેમ છતાં કદાચ તમે તેના ઉપયોગમાં બહુ આગળ ન વધ્યા હો તેવું બની શકે.
પરંતુ આ સ્થિતિ હવે કદાચ બદલાશે. મેટા એઆઇ ટૂંક સમયમાં આપણે કોઈ સાથે વોટ્સએપ
પર લાંબી વાતચીત કરી હોય તો તેનો સારાંશ તૈયાર કરી આપશે. આ ફીચર વોટ્સએપ પર અન્ય લોકો સાથેની વ્યક્તિ
તથા ગ્રૂપ ચેટિંગમાં કામ કરશે. એ ઉપરાંત કોઈ ચેનલ પરના વિવિધ મેસેજનો સારાંશ તૈયાર
કરવા માટે પણ આ ફીચર કામ લાગશે.
આ ફીચર કંઈક આ રીતે કામ કરશે
જ્યારે કોઈ વ્યક્તિ સાથેના ચેટપેજ કે ગ્રૂપમાં ઘણા બધા મેસેજ આવી ગયા હોય અને
આપણે તેને વાંચ્યા ન હોય ત્યારે મેટા એઆઇ આપણને એ મેસેજિસનો સારાંશ જોવાનું
સૂચવશે. આપણે હા કહીશું તો આપણા પર આવેલા મેસેજિસ પર મેટાની પ્રાઇવેટ પ્રોસેસિંગ
ટેકનોલોજીથી કામ કરવામાં આવશે અને આપણે ન વાંચેલા મેસેજિસમાંથી મહત્ત્વની વાતો
તારવીને મુદ્દાસર આપણને આપવામાં આવશે. આવો સારાંશ તૈયાર થયો છે એવી પેલી વ્યક્તિ
કે ગ્રૂપમાંના અન્ય લોકોને જાણ થશે નહીં.
તો એનો મતલબ એ થયો કે વોટ્સએપની એઆઇ સિસ્ટમ આપણા બધા મેસેજ વાંચશે?
કંપની કહે છે કે મેસેજ પરનું પ્રોસેસિંગ આપણી પ્રાઇવસી જાળવીને કરવામાં આવશે
અને વોટ્સએપ, મેટા કે અન્ય કોઈ પણ થર્ડ
પાર્ટી આપણા મેસેજ જોઈ શકશે નહીં. આપણા પર આવેલા મેસેજિસ પ્રોસેસિંગ માટે સર્વસમાં
જશે ત્યારે, સર્વરમાં તેના પર પ્રોસેસિંગ
થશે ત્યારે અને સમરી તૈયાર થઈ તે આપણા ડિવાઇસમાં મોકલવામાં આવશે એ આખી પ્રક્રિયા
દરમિયાન આપણા મેસેજિસ ખાનગી જ રહેશે. મેસેજનું કોઈ કન્ટેન્ટ અન્ય કોઈ જગ્યાએ સ્ટોર
કરવામાં કે જાળવવામાં આવશે નહીં. કંપની કહે છે કે આ જ હેતુ માટે તેણે પ્રાઇવેસ
પ્રોસેસિંગ ટેક્નોલોજી વિક્સાવી છે અને તેમાં ઊંડા ઊતરવામાં જે કોઈને રસ હોય તેને
માટે સમગ્ર ટેક્નોલોજીનું વ્હાઇટ પેપર પણ તૈયાર કરવામાં આવ્યું છે. વાંચ્યા વગરના
મેસેજની સમરી એ ફક્ત શરૂઆત છે!
કંપની કહે છે કે જે કોઈ યૂઝરે પોતાના માટે એડવાન્સ્ડ ચેટ પ્રાયવસીનો ઓપ્શન ઓન રાખ્યો હશે, તેમની પૂરી પ્રાઇવસી જાળવવા
માટે, તેમને માટે આ ફીચર કામ કરશે
નહીં. અત્યારે આ ફીચર યુએસમાં બીટા વર્ઝનમાં,
ફક્ત ઇંગ્લિશ મેજેસિજ
માટે ઉમેરાઈ ગયું છે. આપણા સુધી પહોંચતાં થોડી વાર લાગી શકે છે.
જોકે એઆઇને હવે ભાષાના અંતરાય નડતા નથી. આથી મેસેજનો સારાંશ આપતું ફીચર
ઇંગ્લિશ ઉપરાંત ઝડપથી અન્ય ભાષાઓમાં પણ કામ કરવા લાગે એવી શક્યતા છે. પરંતુ ખાસ
કરીને આપણા ફેમિલી ગ્રૂપમાં તો વિવિધ દેવી-દેવતાઓની ઇમેજિસ, તેના જવાબમાં નમસ્તે કે તાળીઓની ઇમોજિસ તથા ગુડ મોર્નિંગ મેસેજિસની ભરમાર હોય
છે. મેટા એઆઇ તેનો સારાંશ તૈયાર કરવામાં ગોથાં ખાશે એ નક્કી!