DNA વિશેની આ અજબગજબ વાતો આજ સુધી નહીં જાણી હોય તમે
નવી દિલ્હી, 27 મે 2019, સોમવાર
ડીએનએની વાતો તો તમે અત્યાર સુધી અનેક લોકો પાસે સાંભળી હશે. ટીવી સીરિયલમાં, ક્રાઈમની ઘટનાઓમાં ડીએનએ ટેસ્ટની વાતો થતી હોય છે. વ્યક્તિ સાથે જોડાયેલા રહસ્યોને દૂર કરવા માટે ડીએનએ ચેક કરવામાં આવે છે. તો ચાલો આજે તમને જણાવીએ વિસ્તારથી કે આ ડીએનએ શું હોય છે અને તેની મદદથી શું શું જાણી શકાય.
1. ડીએનએ એક પ્રકારનું ડી ઓક્સી એસિડ હોય છે જે એક સાંકળના આકારની કડી હોય છે જેમાં જીવોની વિશેષતા અને તેના આનુવાંશિક લક્ષણોની જાણકારી હોય છે.
2. આપણે સૌ જાણીએ છીએ કે આપણા પૂર્વજ વાંનર હતા એટલા માટે જ માણસના 95 ટકા ડીએનએ ચિંપાંઝી સાથે મળતા આવે છે.
3. માણસના ડીએનએના 50 ટકા ભાગ કેળાના ડીએનએ સમાન હોય છે.
4. કેળા ઉપરાંત કોબીનો ડીએનએ પણ માણસ સાથે મેચ કરે છે.
5. જો ડીએનએને ફેલાવામાં આવે તો ધરતીથી સૂર્ય સુધી તે 600 વખત પહોંચી શકે છે.
6. એક ગ્રામ ડીએનએમાં 700 ટેરાબાઈટ જેટલો ડેટા સ્ટોર કરી શકાય છે.
7. માણસના ડીએનએ પરથી તેના પૂર્વજો વિશે પણ જાણી શકાય છે.
8. 1943માં પહેલીવાર વૈજ્ઞાનિકોએ જાણ્યું કે ડીએનએમાં જેનેટિક જાણકારી સ્ટોર હોય છે.
9. ડીએનએને માત્ર સૂર્યની અલ્ટ્રાવાયલેટ કિરણો જ નષ્ટ કરી શકે છે અને ડીએનએની ખામીને ક્યારેય દૂર કરી શકાતી નથી.
10. માણસની કોશિકામાં ડીએનએ એક હજારથી દસ લાખવાર ક્ષતિગ્રસ્ત થાય છે પરંતુ શરીરની સિસ્ટમ એવી હોય છે જે ડીએનએને બરાબર કરી દે છે.