લોન્ચ થયો દુનિયાનો પહેલો 5G ફોન, જાણો તેના ફીચર્સ વિશે
દિલ્હી, 30 ઓક્ટોબર 2018, મંગળવાર
ભારતમાં હજુ તો લોકોને 4જીની સ્પીડ પણ બરાબર મળી નથી અને દુનિયામાં 5જીની તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. જી હાં દુનિયાનો સૌથી પહેલો 5જી ફોન ટુંક સમયમાં લોન્ચ થઈ ચુક્યો છે. ચીની કંપની શાઓમીએ 25 ઓક્ટોબરના રોજ બેજિંગમાં યોજાયેલી એક ઈવેન્ટમાં આ ફોનનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. શાઓમીના Mi Mix 3 સ્માર્ટફોન દુનિયાના પહેલા 5જી ફોન છે.
આ ફોનમાં 5જી સપોર્ટ સાથે 10 જીબી રેમની સુવિધા ઉપલબ્ધ છે. ઓપોના ફાઈન્ડ એક્સ ફોનની જેમ આ ફોનમાં બેઝલ-લેસ ડિસ્પ્લે અને સ્લાઈડ આઉટ મૈકેનિઝમ છે. જો કે આ ફોન ભારતમાં ક્યારે આવશે તે અંગે હજૂ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી. પરંતુ લોન્ચ થયા બાદ આ ફોનનું ચીનમાં વેચાણ આગામી 1 નવેમ્બરથી શરૂ થઈ જશે. આ ફોનના બેઝીક મોડલની કિંમત 3299 યુઆન હશે જે 3999 યુઆન સુધીની કિંમતમાં મળશે.