Get The App

દુનિયાનું સૌથી મોંઘું 'જીવડું', વજન 5 ગ્રામ અને કિંમત 75 લાખ રૂપિયા, લોકો માને છે 'ગૂડ લક'નું પ્રતીક

Updated: Jul 8th, 2024

GS TEAM


Google News
Google News
દુનિયાનું સૌથી મોંઘું 'જીવડું', વજન 5 ગ્રામ અને કિંમત 75 લાખ રૂપિયા, લોકો માને છે 'ગૂડ લક'નું પ્રતીક 1 - image


Most Expensive Insect Stag Beetle: વિશ્વભરમાં લોકો પોતાના ઘરમાં રહેલા જીવડાંને મારવા અવનવી રીત અપનાવે છે પરંતુ એક જીવડું એવું પણ છે જેને લોકો પોતાના ઘરમાં તો રાખવા માગે જ છે પરંતુ તેને મોટી કિંમતમાં ખરીદે પણ છે. આ જીવડુંનું નામ સ્ટેગ બીટલ છે અને તે વિશ્વના સૌથી મોંઘા જીવડાંમાંથી એક છે. સ્ટેગ બીટલની કિંમત 75 લાખ રૂપિયા સુધીની છે. સ્ટેગ બીટલની વિશેષતા તેને આટલું મોંઘું બનાવે છે. તે ખૂબ જ દુર્લભ છે અને તેનો ઉપયોગ દવાઓમાં પણ કરવામાં આવે છે. લોકો તેને 'ગૂડ લક'નું પ્રતીક પણ માને છે. ઘણા લોકોનું એવું માનવું છે કે, આ જીવડુંને ઘરમાં રાખવાથી તમે રાતોરાત અમીર બની શકાય છે. આવી સ્થિતિમાં લોકો તેને કોઈ પણ કિંમતે ખરીદવા માટે તૈયાર રહે છે. 

 સ્ટેગ બીટલનું  આયુષ્ય 3 થી 7 વર્ષનું હોય છે

સાયન્ટિફિક ડેટા જર્નલમાં પબ્લિશ એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, આ જીવડું વન ઈકોસિસ્ટમમાં મહત્વપૂર્ણ સેપ્રોક્સિલિક જૂથના પ્રતિનિધિ છે. લંડનના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ પ્રમાણે સ્ટેગ બીટલનું વજન 2 થી 6 ગ્રામ વચ્ચે હોય છે અને તેમનું સરેરાશ આયુષ્ય 3 થી 7 વર્ષનું હોય છે. નર સ્ટેગ બીટલ 35-75 મિમી લાંબું હોય છે અને માદા 30-50 મિમી લાંબું હોય છે. તે તેના વિસ્તૃત જડબા અને નર બહુરૂપતા માટે જાણીતું છે.

ક્યાં મળે છે સ્ટેગ બીટલ?

સ્ટેગ બીટલ ગરમ, ઉષ્ણકટિબંધીય વાતાવરણમાં જન્મે છે અને ઠંડા તાપમાન પ્રત્યે સંવેદનશીલ હોય છે. તે સ્વાભાવિક રીતે વૂડલેન્ડ્સમાં રહે છે, પરંતુ હેઝરો, પરંપરાગત બગીચાઓ અને શહેરી વિસ્તારોમાં જેમ કે પાર્કો અને બગીચાઓમાં પણ મળી આવે છે, જ્યાં સુકા લાકડાં પુષ્કળ પ્રમાણમાં હોય છે. સ્ટેગ બીટલ લાર્વા સૂકા લાકડા પર ભોજન કરે છે, પોતાના તીક્ષ્ણ જડબાનો ઉપયોગ કરીને તંતુમય સપાટીમાંથી સ્પ્લિન્ટર્સ બહાર કાઢે છે. આ જીવડું માત્ર મૃત લાકડું ખાય છે તે જીવંત વૃક્ષો અથવા ઝાડીઓ માટે કોઈ ખતરો ઈભો નથી કરતું. તેથી તે હરિયાળી વનસ્પતિ માટે સારું હોય છે. 

સ્ટેગ બીટલનું નામ નર બીટલ પર મળી આવતા વિશેષ જડબા પરથી લેવામાં આવ્યું છે, જે હરણના શિંગડા જેવું દેખાય છે. નર સ્ટેગ બીટલ પ્રજનનની ઋતુમાં માદા સાથે સંભોગ કરવાની તક માટે એકબીજા સાથે લડવા માટે પોતાના વિશેષ શિંગડા જેવા જડબાનો ઉપયોગ કરે છે. સ્ટેગ બીટલની દુર્લભતા, પારિસ્થિતિક મહત્વ અને સાંસ્કૃતિક માન્યતાઓનું સંયોજન તેમને અત્યંત મૂલ્યવાન બનાવે છે, જે બજારમાં તેની કિંમત લાખોમાં પહોંચાડે છે. 

Tags :