Get The App

વિશ્વ પર્યાવરણ દિવસ : પ્લાસ્ટિકના કચરાથી વધ્યુ જોખમી પ્રદૂષણ, માનવજાતને બચાવવા ‘બોય કોટ પ્લાસ્ટિક’ જરૂરી

વર્ષ 1973 થી દર વર્ષે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે.

માઈક્રોપ્લાસ્ટિક્સમાં રહેલા રસાયણો ખાસ કરીને મહિલાઓના આરોગ્ય પર અસર ગંભીર અસર કરે છે.

Updated: Jun 4th, 2023

GS TEAM

Google News
Google News
વિશ્વ પર્યાવરણ દિવસ : પ્લાસ્ટિકના કચરાથી વધ્યુ જોખમી પ્રદૂષણ, માનવજાતને બચાવવા ‘બોય કોટ પ્લાસ્ટિક’ જરૂરી 1 - image
Image Envato 

તા. 4 જૂન 2023, રવિવાર

વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5મી જૂનના રોજ ઉજવવામાં આવે છે, અને આ દિવસે વિવિધ પ્રકારના પ્રદુષણ વિશે વાત કરવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે પ્લાસ્ટિક પ્રદુષણ પર ભાર મુકવામાં આવ્યો છે. સામાન્ય રીતે જઈએ તો આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણ વિશે લોકોમાં જાગૃતિ લાવવી અને તેના નુકસાન વિશે પર્યાવરણને થતા નુકસાનને કઈ રીતે અટકાવવું તેવા હેતુથી ઉજવાય છે. બીજૂ કે વિશ્વ પર્યાવરણ દિવસ સસ્ટેનેબલ ડેવલપમેન્ટના ઉદ્દેશ્યને મહત્વ આપવા એક મંચ તરીકે કામ કરે છે. 

આ વખતે વિશ્વ પર્યાવરણ દિવસનું સ્લોગન પ્લાસ્ટિક પોલ્યુશન હટાવો પર રાખવામાં આવ્યુ છે

અત્યારે આ  51મો વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂને  ઉજવાશે. આ વખતે તેનું સ્લોગન પ્લાસ્ટિક પોલ્યુશન હટાવો પર રાખવામાં આવ્યુ છે. આ પ્લાસ્ટિક પ્રદુષણથી ભારત જ નહી સમગ્ર વિશ્વ પ્લાસ્ટિક પ્રદૂષણથી પીડાઈ રહ્યું છે. દર વર્ષે 430 મિલિયન ટનથી વધુ પ્લાસ્ટિકનું ઉત્પાદન થાય છે. માઇક્રોપ્લાસ્ટિક્સ પ્લાસ્ટિક પ્રદૂષણનો સૌથી હાનિકારક અને લાંબા સમય સુધી ચાલતું તત્વ છે. આ માનવી અને પૃથ્વી બન્નેના સ્વાસ્થ્ય માટે તેનો સૌથી મોટો ખતરો પેદા કરી રહ્યુ છે. 

અમુક ઉત્પાદનોના સતત ઉપયોગથી પર્યાવરણમાં માઇક્રોપ્લાસ્ટિક્સનું સંચય વધી રહ્યુ છે. 

માઇક્રોપ્લાસ્ટિક્સ આપણા રોજીંદા વપરાશની વસ્તુઓ લાવવા માટે ઉપયોગમા લેતા હોઈએ છીએ જેમ કે, શાકભાજી, કપડાં અને સૌંદર્ય પ્રસાધનોની વસ્તુઓ જેવી રોજિંદા વસ્તુઓમાં તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. યુનાઈટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ કમિશનના સંશોધન પ્રમાણે અમુક ઉત્પાદનોના સતત ઉપયોગથી પર્યાવરણમાં માઇક્રોપ્લાસ્ટિક્સનું સંચય વધી જાય છે. 5 મીમી સુધી માઇક્રોપ્લાસ્ટિક્સ દરિયાઈ પ્લાસ્ટિકના કચરા, પાઈપો વગેરે અન્ય માધ્યમો દ્વારા દરિયામાં ઠાલવવામાં આવે છે. 

માઈક્રોપ્લાસ્ટિક્સમાં રહેલા રસાયણો ખાસ કરીને મહિલાઓના આરોગ્ય પર અસર ગંભીર અસર કરે છે. 

સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ આયોગ દ્વારા ચેતવણી પણ આપવામાં આવી છે કે, માઈક્રોપ્લાસ્ટિક્સમાં રહેલા રસાયણો ખાસ કરીને મહિલાઓના આરોગ્ય પર અસર ગંભીર અસર કરે છે. આ પ્લાસ્ટિક સમુદ્રમાં દરિયાઈ ખોરાક તરીકે પ્રવેશે છે તે સિવાય તે માઇક્રોપ્લાસ્ટિક્સને શ્વાસમાં લોકોની અંદર જાય છે, તે પાણીમાંથી શરીરમાં જાય છે અને ત્વચા દ્વારા તેને અવશોષિત કરી શકાય છે. માઈક્રોપ્લાસ્ટિક્સ માનવ શરીરના દરેક ભાગમાં, નવજાત શિશુની નાળમાં પણ જોવા મળે છે. 

ચીન પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા પર ખૂબ ધ્યાન આપે છે

એક રિપોર્ટ પ્રમાણે ચીન વિશ્વનો સૌથી મોટો વિકાસશીલ દેશ છે. અને ચીન પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા પર ખૂબ ધ્યાન આપે છે. ચીની લોકો પહેલેથી જ સમજે છે કે ભૌતિક દૃષ્ટિકોણથી, સ્ટીલ અને અન્ચ લોખંડ,  ઘાતુઓ જેવી અન્ય સામગ્રીની જેમ પ્લાસ્ટિકમાં સારી રિસાયક્લિંગ ક્ષમતા હોય છે. એકવાર વેસ્ટ પ્લાસ્ટિકને યોગ્ય રીતે રિસાયકલ કરવામાં આવે તો ભવિષ્યમાં પ્લાસ્ટિક પ્રદૂષણની સમસ્યા રહેશે નહીં. પ્લાસ્ટિક પ્રદૂષણના નિયંત્રણ કરવામાં ચીન સૌથી જવાબદારીવાળા દેશ તરીકે ગણવામાં આવે છે.