13 ઓક્ટોબરે અંતરીક્ષમાં અદ્ભુત નજારો દેખાશે, ફરી વખત જોવા 2035ના વર્ષની રાહ જોવી પડશે
અમદાવાદ, તા. 9 ઓક્ટોબર 2020, શુક્રવાર
આજથી ત્રણ દિવસ બાદ એટલે કે 13 ઓક્ટોબરના રોજ અંતરીક્ષમાં એક અદ્ભુત નજારો જોવા મળશે. આ નજારો ફરી વખત જોવા માટે તમારે 2035ના વર્ષની રાહ જોવી પડશે. દિવસે મંગળ ગ્રહ પૃથ્વીની સૌથી નજીક હશે. જેના કારણે તેનો આકાર પણ સૌથી મોટો હશે. ખગોળ વિજ્ઞાનીઓ અને મંગળ ગ્રહના રસિકોમાં આ વાતને લઇને ઘણો ઉત્સાહ છે. મંગળ ગ્રહ 13 ઓક્ટોબરના રોજ થોડા સમય માટે પૃથ્વીની સૌથી નજીક દેખાશે. 2035ના વર્ષ સુધી આ ઘટના બીજી વખત નહીં બને. આ ઘટના બીજી વખત ત્યારે બનશે જ્યારે પૃથવી સૂર્ય અને મંગળ વચ્ચે સીધી રેખામાં આવશે.
મંગળ અને પૃથ્વીની પરિક્રમા એકસાથે હોવાના કારણે સૂર્યાસ્તના સમયે આપણેન મંગળ ગ્રહને જોઇ શકે છીએ. તે સમયે મંગળ ગ્રહ સૌથી ચમકદાર હોય છે. તે સમય. દૂરબીન વડે મંગળ ગ્રહને સપ્ષ્ટ જોઇ શકાય છે. મંગળ ગ્રહ ચંદ્ર કરતા પૃથખ્વીથી 160 ગણો દૂર આવેલો છે. હકીકતમાં તો મંગળ ગ્રહ 6 ઓક્ટોબરના રોજ પૃથ્વીની સૌથી નજીક હતો. ગ્રહોની કક્ષા અને તેના ઝુકાવના કારણે પૃથ્વીથી માત્ર 620 લાખ કિમી દૂર હતો.
ત્યારે 13 તારીખે આ અદ્ભુત દ્રશ્ય તો જ જોઇ શકાશે જો સાંજે આકાશ સાફ હશે. જો આકાશ સાફ હશે તો પૂર્વ દિશામાં નારંગી રંગમાં ચમકતો મંગળ ગ્રહ દેખાશે. અડધી રાત થવા સુધીમાં મંગળ ગ્રહ દક્ષિણ દિશામાં ચાલ્યો જશે. જો તમારી પાસે સારુ ટેલિસ્કોપ હશે તો તમે મંગળ ગ્રહની સપાટી પણ જોઇ શકશો.