Get The App

Apple iOS 26.2 રિલીઝથી યુઝર્સમાં ગૂંચવણ, 18.7.3 ક્યાં ગયું?

Updated: Dec 22nd, 2025

GS TEAM

Google News
Google News
Apple iOS 26.2 રિલીઝથી યુઝર્સમાં ગૂંચવણ, 18.7.3 ક્યાં ગયું? 1 - image


Apple iOS 26.2: એપલ દ્વારા હાલમાં જ તેમની લેટેસ્ટ iOS સોફ્ટવેરને લોન્ચ કરવામાં આવ્યું છે. જોકે આ સોફ્ટવેરને લઈને ઘણાં યુઝર્સને કન્ફ્યુઝન છે. એપલ દ્વારા 18.7.3 અને 26.2 એમ બે અપડેટ લોન્ચ કરવામાં આવી રહ્યા હતા. જોકે હવે યુઝર્સને હવે ફક્ત Apple iOS 26.2 જોવા મળી રહી છે. એપલ દ્વારા 12 ડિસેમ્બરે આ અપડેટ રિલીઝ કરવામાં આવી હતી. જોકે હવે iOS 26 સપોર્ટ કરતાં આઇફોનમાં 18.7.3 જોવા નથી મળી રહી. એપલની ઘણાં સમયથી એક પોલિસી છે કે જે પણ યુઝર્સ જેઓ મેજર અપડેટ કરવા નથી માગતા તેમને પણ સિક્યુરિટી પેચ આપતાં રહેવું. જોકે હવે તેમને પણ 26.2 સોફ્ટવેર જ જોવા મળી રહી છે.

કયા-કયા આઇફોન પર થઈ અસર?

Apple iOS 26.2 આઇફોન 11થી લઈને આઇફોન 16 સિરીઝ સુધીના દરેક આઇફોનમાં સપોર્ટ કરે છે. નવી આઇફોન સિરીઝ 17માં પહેલેથી જ આ ઓપરેટિંગ સિસ્ટમ આવે છે. આથી આઇફોન 11થી લઈને આઇફોન 16 સુધીના દરેક આઇફોનમાં iOS 18.7.3 પણ સપોર્ટ કરતી હતી. ઘણાં યુઝર્સ નવી અપડેટને ઇન્સ્ટોલ નથી કરતાં અને તેઓ જૂની જ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખે છે. કેટલાક યુઝર બીટા વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા હતા આથી તેમને 18.7.3ના બીટા વર્ઝનનો ઉપયોગ કરવા મળ્યો હતો. જોકે એને જ્યારે રિલીઝ કરવામાં આવી ત્યારે એની જગ્યાએ સીધી iOS 26.2ને ઇન્સ્ટોલ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. જોકે આ એક એરર છે કે પછી યુઝર્સને નવી ઓપરેટિંગ સિસ્ટમ તરફ વાળવામાં આવી રહ્યા છે એ એક સવાલ છે.

અપગ્રેડ માટે જબરદસ્તીની ફરજ

નવી ઓપરેટિંગ સિસ્ટમની રિલીઝ બાદ એપલ થોડા મહિનાઓ સુધી જૂની અપડેટનું વર્ઝન લોન્ચ કરતું રહે છે. એપલની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ ન કરનાર યુઝર્સને પણ કંપની દ્વારા સિક્યુરિટી પેચ પૂરા પાડવામાં આવતા હતા. જોકે આ વર્ષે આ અપડેટને અચાનક બંધ કરી દેવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર આઇફોન XS, આઇફોન XS Max અને આઇફોન XR માટે 18.7.3 અપડેટ રિલીઝ કરવામાં આવી છે. આ સિવાયના તમામ આઇફોનને લેટેસ્ટ અપડેટ અપગ્રેડ કરવા માટે ફરજ પાડવામાં આવી રહી છે.

આ પણ વાંચો: 2026માં AIને લઈને ખતરનાક ભવિષ્યવાણી : પ્રાઇવસીથી લઈને વિશ્વના દરેક દેશ પર વિવિધ સંકટ આવી શકે છે, જુઓ...

બીટા પ્રોગ્રામમાંથી પણ કાઢવામાં આવી અપડેટ

કેટલાક યુઝર અનુસાર બીટા અપડેટ્સનો ઉપયોગ કરનાર 18.7.3નો ઉપયોગ કરી શકતા હતા. તેઓ પબ્લિક અથવા તો ડેવલપર બીટા તરીકે આ ઓપરેટિંગ સિસ્ટમ ઉપયોગ કરી શકતા હતા. જોકે હવે એપલ દ્વારા એને પણ કાઢી નાખવામાં આવી છે. આથી આ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરનાર યુઝર્સ હવે હંમેશાં માટે એનો ઉપયોગ નહીં કરી શકે.