AIને તમારા કહ્યામાં કેમ રાખશો ?
- AI ÃkkMkuÚke ÄkÞwO fk{ ÷uðkLke ¾kMk heíkku þeÏÞk rðLkk [k÷þu Lknª
આપણે અખબારમાં અવારનવાર જાહેરખબર વાંચતા હોઈએ છીએ - અમારો દીકરો અમારા કહ્યામાં નથી, એની સાથે અમારે નામે કોઈ
વહેવાર કરશો નહીં... આવી જાહેરાત આપનાર પિતા અને
પરિવાર પર શી વીતતી હશે એ તો એ જ જાણે, પણ આપણે એનો થોડો ઘણો અનુભવ
રોજ કરી શકીએ છીએ, એ પણ હવે રોજ જેની સાથે
વહેવાર કરવાનો છે એની સાથે!
હજી બે-પાંચ વર્ષ પહેલાં આપણા જીવનમાં જે સ્થાન ગૂગલનું હતું એ સ્થાન હવે
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)એ લઈ લીધું છે. ચેટજીપીટી, જેમિની, મેટા એઆઇ, બિંગ કોપાઇલટ, ગ્રોક, ડીપસીક... વગેરેમાંથી તમને જે પસંદ હોય એની સાથે તમે લગભગ રોજેરોજ વહેવાર કરતા
હશો.
તકલીફ એ છે કે એઆઇ મોટા ભાગે કહ્યાગરા દીકરાની જેમ વર્તે છે, પણ ઘણી વાર એ કહ્યામાં રહેતો નથી. ઘણી વાર આપણે એવા ભ્રમમાં રહીએ છીએ કે એઆઇ
આપણું ધાર્યું કરે છે, પણ એવું હોતું નથી.
વાસ્તવમાં, એઆઇમાં ખરેખર અપાર શક્તિ છે, પણ આપણને તેનો કેટલો લાભ મળી શકે તેનો પૂરેપૂરો આધાર આપણા પોતાના પર છે.
આપણે એઆઇને પોતાના કહ્યામાં રાખી શકીએ?
એઆઇ પાસેથી આપણે જે
જાણવું હોય કે જે કામ લેવું હોય એ જાણવા માટે કે કરાવવા માટે તેને કેવી રીતે સૂચના
આપવી એ આપણે જાણીએ છીએ ખરા? ગૂગલમાં બધી રમત ઘણે અંશે
કીવર્ડ આધારિત છે, પણ એઆઇમાં તો નેચરલ લેંગ્વેજ
પણ ચાલે એ વાત સાચી, છતાં, એઆઇ પાસેથી કામ કઢાવવામાં આપણે એટલા જ સફળ થઈએ જેટલા આપણા પ્રોમ્પ્ટ એટલે કે
સૂચના સ્પષ્ટ હોય.
આ સંદર્ભમાં થોડું વધુ જાણીએ તો આજના સમયમાં વધુ કામ લાગશે.
nðu Mk{sðwt
Ãkzþu ‘«kuBÃx yuÂLsLkeÞ®høk’ yLku ‘fkuLxuõMx yuÂLsLkeÞ®høk’
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઇ
ચેટબોટ પાસેથી ધાર્યું કામ લેવું હોય તો અત્યારે આપણે બે બાબતો પર ફોકસ કરવું પડે.
પહેલી બાબત છે પ્રોમ્પ્ટ એન્જિનીયરિંગ અને બીજી બાબત છે કોન્ટેક્સ્ટ એન્જિનીયરિંગ. આ બંને બાબત એકબીજાને બહુ મળતી આવે છે. પરંતુ બંનેમાં બારીક તફાવત છે અને
બંનેની અસર પણ જુદી જુદી છે.
અત્યારે આખી દુનિયામાં એવી હવા ચાલી છે કે આપણા મનમાં જે કોઈ સવાલ રમતો હોય
તેનો એઆઇ ચેટબોટ ચપટી વગાડતાં જવાબ આપે છે. કંઈ ગૂગલ કરવાની જરૂર રહેતી નથી. એ જ રીતે આપણા મનમાં કોઈ ચોક્કસ કામ રમતું હોય, જેમ કે કોઈ લેટર ડ્રાફ્ટ કરવાનો હોય,
કોઈ ઇમેઇલનો જવાબ
આપવાનો હોય, કોઈ ડોક્યુમેન્ટની આઉટલાઇન, લાંબા ડોક્યુમેન્ટની સમરીમેળવવી હોય વગેરે કોઈ પણ પ્રકારનું કામ આપણે કરવાનું
હોય તો એ પણ એઆઇ ફટાફટ કરી આપે છે.
આ માન્યતા ઘણે અંશે સાચી છે. એઆઇ જે કંઈ કરી શકે છે તેની સંભાવનાઓ અપાર છે.
પરંતુ એ કેવા જવાબ કે કેવું કામ આપશે એનો બધો આધાર આપણે તેને શું પૂછીએ છીએ કે
કહીએ છીએ તેના પર છે.
એઆઇ અને મહાભારતનો સહદેવ લગભગ સરખાં છે. એ જાણે બધું જ, પણ પૂછીએ ત્યારે જ અને એટલાનો જ જવાબ આપે. એઆઇ પાસેથી કામ કઢાવવા માટે પહેલાં
આપણે મગજ કસવું પડે.
મતલબ કે એઆઇ જબરજસ્ત પાવરફુલ છે, પરંતુ તેની માસ્ટર કી આપણા
પોતાના હાથમાં છે. આપણે ધારીએ તે માહિતી કે કામ એઆઇ પાસે કઢાવી શકીએ. પરંતુ તેની
ગુણવત્તાનો બધો આધાર આપણે એઆઇને આપેલી સૂચના પર છે.
આ સંદર્ભમાં અત્યાર સુધી તમે પ્રોમ્પ્ટ એન્જિનીયરિંગ શબ્દ અવારનવાર સાંભળ્યો હશે. પ્રોમ્પ્ટનો સાદો અર્થ છે સૂચના. એઆઇને આપણે જેવો
પ્રોમ્પ્ટ એટલે કે સૂચના આપીએ, તેને એકદમ વફાદાર રહીને તે
જવાબ વાળે છે. આપણો પ્રોમ્પ્ટ જેટલો સચોટ અને ધારદાર એટલો ફોક્સ્ડ એઆઇનો જવાબ.
હવે વાતમાં થોડો ટ્વિસ્ટ આવે છે.
આપણે જેને વધુ જાણીએ છીએ તે જનરેટિવ એઆઇના પ્રારંભે તેની ક્ષમતા કન્ટેન્ટ
સંદર્ભે વધુ હતી. એટલે કે આપણે તેને કોઈ નિશ્ચિત બાબત પૂછીએ તો તે તેને જેનાથી
ટ્રેનિંગ આપવામાં આવી છે તે ડેટામાંથી અથવા એથી આગળ વધીને ઇન્ટરનેટ પરથી તેના
જવાબો શોધી લાવે. આપણે કહીએ તો કોઈ દળદાર પુસ્તકનો સારાંશ પણ એ તારવી આપે. આમ
એઆઇના પ્રારંભિક તબક્કામાં બધી વાત ટેક્સ્ટની આસપાસ રમતી હતી.
હવે વાત એકદમ બદલાઈ ગઈ છે.
આપણે એઆઇને ટેકસ્ટ ઉપરાંત ઇમેજ, અન્ય કોઈ વેબસાઇટનો યુઆરએલ કે
કોઈ બાબતનો સ્ક્રીનશોટ, ઓડિયો, વીડિયો વગેરે આપીને તેના સંદર્ભ સાથે પણ સવાલો પૂછી શકીએ છીએ. અને એઆઇ તેની
પોતાની ટ્રેનિંગ ઉપરાંત ઇન્ટરનેટ વત્તા આપણે તેને જે કોઈ સંદર્ભ એટલે કે
કોન્ટેક્સ્ટ આપ્યા છે તે ધ્યાનમાં રાખીને જવાબ આપે છે.
આ કારણે હવે એઆઇ સાથેની આપણી વાતચીત માટે પ્રોમ્પ્ટ એન્જિનીયરિંગ ઉપરાંત
કોન્ટેક્સ્ટ એન્જિનીયરિંગ શબ્દ પણ ચલણી
બનવા લાગ્યો છે.
ધ્યાન આપશો કે
નીચે, અત્યારે બહુ ગાજતી જાતિ આધારિત વસતિ ગણતરીની આપણે ફક્ત ઉદાહરણ તરીકે
વાત કરી રહ્યા છીએ. મૂળ મુદ્દો એટલો છે કે કોઈ પણ બાબત વિશે આપણે કંઈ ન જાણતા હોઇએ
એવી સ્થિતિમાં આપણે એઆઇને સાદો પ્રોમ્પ્ટ આપીને તેની પાસેથી પ્રાથમિક માહિતી
મેળવવાનો પ્રયાસ કરીએ છીએ. જ્યારે કોન્ટેક્સ્ટ પ્રોમ્પ્ટમાં આપણે જાતે જે તે
મુદ્દા વિશે પ્રાથમિક સમજ કેળવી લીધી હોય છે,
એ પછી તેને સંબંધિત
વિવિધ માહિતી આપણે એઆઇને આપીએ છીએ અને પછી તેની પાસેથી આપણી શી અપેક્ષા છે તે તેને
જણાવીએ છીએ.
એ પણ યાદ રાખવા જેવું છે કે પ્રોમ્પ્ટ અને કોન્ટેક્સ્ટ એન્જિનીયરિંગ એ બંને વાત ફક્ત આપણે પોતાની સમજ માટે પાડેલા ભાગ છે. બંને એકબીજાની અત્યંત નજીક છે અથવા કહો કે એક જ છે!
MkkËe þYykík
{kxu «kuBÃxÚke fk{ [k÷e òÞ
આપણે વાત કરી તેમ, એઆઇ ચેટિંગના સંદર્ભે, પ્રોમ્પ્ટ એન્જિનીયરિંગ એટલે એઆઇ ચેટબોટને મુખ્યત્વે
ટેકસ્ટ સ્વરૂપે સૂચના આપવાની વાત.
પ્રોમ્પ્ટ મોટા ભાગે સ્પષ્ટ રીતે અને કોઈ એક ચોક્કસ પ્રકારનું કામ લેવા માટે
એઆઇને આપવામાં આવે છે.
પ્રોમ્પ્ટ મોટા ભાગે બને તેટલા ઓછા શબ્દોમાં આપવામાં આવે છે.
આપણો પ્રોમ્પ્ટ જેટલો વધુ સ્પષ્ટ એટલો જ એઆઇનો જવાબ પણ વધુ સ્પષ્ટ.
આપણે પ્રોમ્પ્ટમાં ગોળ ગોળ વાતો કરીએ કે આપણને શું જોઇએ છે તે વાતે આપણે પોતે
સ્પષ્ટ ન હોઇએ ત્યારે એઆઇ આપણે લખેલી બધી વાતો પર ધ્યાન આપવા જતાં એ પણ ગોટે ચઢે
છે.
જેમ કે આપણે એઆઇને એવો પ્રોમ્પ્ટ આપીએ કે ભારતમાં હમણાં જાતિ આધારિત વસતી ગણતરીની વાત ચાલે છે. મારે આ મુદ્દાનો ઇતિહાસ, બંધારણમાં તેની જોગવાઈ તથા હાલની પરિસ્થિતિ સમજવી છે. તો એઆઇ આપણા સવાલને બરાબર સમજીને આપણે માગેલી ત્રણે ત્રણ બાબત વિશે સ્પષ્ટ, મુદ્દાસર જવાબ આપશે.
પરંતુ જો આપણે તેને એવું કહીશું કે ભારતમાં હમણાં જાતિ આધારિત
વસતી ગણતરી વિશે અખબારો અને ન્યૂઝ ચેનલ્સ પર ખાસ્સી ચર્ચા ચાલે છે. આ વિશે જુદા
જુદા પક્ષના નેતાઓ જુદાં જુદાં નિવેદનો કરે છે. મને આ આખો વિવાદ શો છો તે ખાસ સમજાતું
નથી. જાતિ આધારિત વસતી ગણતરી વિશે મને કંઈક માહિતી જોઇએ છે.
દેખીતું છે કે આપણા આ બીજા પ્રોમ્પ્ટમાં આપણે પોતે જ સ્પષ્ટ નથી કે ખરેખર આપણે
શું જાણવા માગીએ છીએ. તે કારણે એઆઇ પણ તેનો જવાબ સ્પષ્ટ આપી શકશે નહીં.
તે અખબાર, ન્યૂઝ ચેનલ્સ, ચર્ચા, નિવેદનો, જાતિ આધારિત વસતી ગણતરી વગેરે બધી બાબતો તપાસવા જશે અને તેને જે કંઈ સમજાશે તે આપણને સમજાવવાનો પ્રયાસ
કરશે.
આ આખી કસરતમાં એઆઇ તેની પોતાની બુદ્ધિ દોડાવીને પોતાની રીતે જવાબને શક્ય એટલો
વધુ સ્પષ્ટ બનાવવાની કોશિશ કરશે, પરંતુ પહેલા પ્રોમ્પ્ટની
સરખામણીમાં બીજા પ્રોમ્પ્ટમાં ધારી સ્પષ્ટતા મળશે નહીં. એટલે એઆઇ પાસેથી સારું કામ
લેવાની પહેલી શરત એ છે કે શું કામ લેવું છે એ બાબતે આપણને પોતાને પૂરતી સ્પષ્ટતા
હોય.
પ્રોમ્પ્ટ ક્યારે વધુ અસરકારક બને
જ્યારે આપણે પોતે પોતાના સવાલ વિશે એકદમ ચોક્કસ હોઇએ અને ફક્ત એટલી જ વાત એઆઇને
પૂછીએ તો એઆઇ સારો જવાબ આપી શકે.
બીજી તરફ આપણે પોતાના સવાલ વિશે ચોક્કસ તો હોઇએ, પણ એઆઇને કહેલી વાત કે સવાલ અર્જુનના તીર જેવી ધારદાર બનાવી શકીએ, એમાં ઘણી બાબતો સાંકળવાનો પ્રયાસ કરીએ, એ લાંબા સવાલ મુજબ જવાબ માટે જુદાં જુદાં ઘણાં પાસાં પર વિચાર કરવો પડે તેમ હોય ત્યારે આપણો પ્રોમ્પ્ટ આપવામાં કંઈક આઘું પાછું થાય તો એઆઇના જવાબમાં પણ એવી જ ગૂંચવણો જોવા મળે.
ðÄw Ÿzk
Qíkhðk fkuLxuõMx ykÃkðk òuEþu
કોન્ટેક્સ્ટ એન્જિનીયરિંગ એ આખરે આપણા
પ્રોમ્પ્ટને જ વધુ સચોટ અને ફોકસ્ડ બનાવવાની વાત છે. ખાસ તો હવે એઆઇની ક્ષમતા ઘણી
વધુ વિસ્તરી છે, તે ટેકસ્ટ એટલે કે શાબ્દિક
સૂચના ઉપરાંત તેને આપવામાં ઇમેજ, ટેબલ વગેરે સમજીને તેનું પણ
એનાલિસીસ કરી શકે છે એટલે પ્રોમ્પ્ટમાં કોન્ટેક્સ્ટ (સંદર્ભ) આપવો વધુ મહત્ત્વનો
બને છે.
જો આપણે પોતાના પ્રોમ્પ્ટ સાથે કોન્ટેક્સ્ટ પણ ઉમેરીએ તો એઆઇ આપણા સવાલનો આખો
સંદર્ભ વધુ સારી રીતે સમજી શકે છે. તે બધી
વાતનો તાળો મેળવીને તેમાંથી આપણને વધુમાં વધુ ઉપયોગી થાય તેવો જવાબ આપી શકે છે.
કોન્ટેક્સ્ટ એન્જિનીયરિંગ એ સાદા પ્રોમ્પ્ટનું વિસ્તૃત સ્વરૂપ છે.
તેમાં આપણો પ્રોમ્પ્ટ મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલો હોય છે.
પહેલા ભાગમાં આપણે આખી વાતની પૂર્વભૂમિકા આપીએ છીએ. તેમાં આપણે જે મુદ્દા વિશે
વધુ જાણવા માગીએ છીએ તે વિશે આપણી પાસે જે કંઈ માહિતી કે સમજ છે તે આપણે શક્ય એટલી
સ્પષ્ટતા સાથે એઆઇને મુદ્દાસર જણાવીએ છીએ.
આ પહેલા ભાગમાં આપણે પોતાની માહિતી ટેક્સ્ટ, ઇમેજ, ટેબલ, પીડીએફ ફાઇલ વગેરે સ્વરૂપે એઆઇને આપી શકીએ છીએ.
તે પછી આપણે એઆઇને કહીએ છીએ કે આ પૂર્વભૂમિકા છે, તેના આધારે મને આટલી વાતોના જવાબ જોઇએ છે.
આ બીજા ભાગમાં આપણે એઆઇ પાસેથી શું અપેક્ષિત છે તે પણ મુદ્દાસર લખીએ છીએ.
જેમ કે ઉપરના જાતિ આધારિત વસતી ગણતરીના ઉદાહરણને આગળ ધપાવીએ તો કોન્ટેક્સ્ટ
પ્રોમ્પ્ટ કંઈક આવો બને...
કોન્ટેક્સ્ટ પ્રોમ્પ્ટઃ હમણાં ભારત સરકારે સેન્સસ (વસતિ ગણતરી) ૨૦૨૧માં જાતિ આધારિત માહિતી ઉમેરવાના
મુદ્દાને મંજૂરી આપી છે (કોઈ ન્યૂઝ સાઇટનું યુઆરએલ). આ પદ્ધતિ આઝાદી પછી બંધ
કરવામાં આવી હતી. બ્રિટિશ રાજમાં ૧૮૮૧થી ૧૯૩૧ તથા ૧૯૪૧ની વસતિ ગણતરીમાં પણ જાતિ
આધારિત વસતિ ગણતરી કરવામાં આવી હતી. ૧૯૫૧થી વસતિ ગણતરીની પદ્ધતિ બદલાઈ છે. આઝાદી
પછીની વસતિ ગણતરીમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ સિવાય અન્ય કોઈ જાતિની માહિતી
લેવામાં આવતી નથી. હમણાં બિહાર, કર્ણાટક અને તેલંગાણામાં જાતિ
આધારિત સર્વે કરવામાં આવ્યા છે (તેનાં તારણો દર્શાવતી પીડીએફ ફાઇલ એટેચ કરી છે)
આ પૂર્વભૂમિકા સાથે મારે આ માહિતી જોઇએ છે
(૧) આઝાદી પછી વસતિ ગણતરીમાં
જાતિનો મુદ્દો શા માટે દૂર કરવામાં આવ્યો હતો? (૨) હવે તેને શા માટે ઉમેરવામાં આવી રહ્યો છે? (૩) વિવિધ રાજ્યોમાં જાતિ આધારિત સર્વે થયા છે તેમાં અને વસતિ ગણતરીમાં જાતિ
સામેલ કરવા વચ્ચે શું તફાવત છે? (૪) વસતિ ગણતરીમાં જાતિ
સંબંધિત મુદ્દાઓ સામેલ કરવાથી ભારતના સમાજ,
રાજકારણ તથા ચૂંટણીઓ
પર શી અસર થશે?
મતલબ કે મુદ્દો કોઈ પણ હોય, આપણો સંદર્ભ અને અપેક્ષા
સ્પષ્ટ કરવાથી, જવાબ પણ એટલો જ ચોક્કસ અને
સ્પષ્ટ મળશે!