Get The App

વેબપેજ રિફ્રેશ કેમ કરવું પડે અને કઈ રીતે કરી શકાય ?

Updated: Jan 30th, 2024

GS TEAM

Google News
Google News
વેબપેજ રિફ્રેશ કેમ કરવું પડે અને કઈ રીતે કરી શકાય ? 1 - image

- ðuçkÃkus rh÷kuz fhðwt yux÷u þwt yu ÃkkÞkLke çkkçkík Mk{S ÷uþku íkku ík{kÁt çkúkW®Íøk ðÄw Mkh¤ çkLkþu

તમે ક્યારેક એવો અનુભવ કર્યો હશે કે પીસી કે સ્માર્ટફોનના બ્રાઉઝરમાં તમે કોઈ વેબપેજ જોઈ રહ્યા હો ત્યારે તમને લાગે કે એ પેજ પર હોવી જોઇએ તેવી લેટેસ્ટ માહિતી નથી. સામાન્ય રીતે, મોટા ભાગની વેબસાઇટ પર આવું લાગવાની સંભાવના ઓછી છે, કારણ કે તેમાં શું દેખાવું જોઈએ એ વિશે આપણને ખાતરી હોતી નથી. નવા-જૂના વિશે આપણે કંઈ ખબર જ ન હોય. પરંતુ ન્યૂઝ સાઇટ પર કે ગૂગલ ન્યૂઝ જેવી એપમાં સમાચારો જૂના દેખાય તો આપણને તરત લાગે કે બ્રાઉઝર કે એપમાં આપણને અપડેટેડ ડેટા જોવા મળી રહ્યો નથી. એ જ રીતે જો તમારી પોતાની વેબસાઇટ હોય અને તેના બેકએન્ડમાં તમે કોઈ ફેરફાર કર્યા હોય, એ ફ્રન્ટ એન્ડમાં જોવા ન મળે તો પણ તરત સમજાય કે કંઈક ગરબડ છે.

આમ થવાનું કારણ ‘બ્રાઉઝર કેશ’ (Cache - કેચ શબ્દ પણ વપરાય છે) હોય છે.

સામાન્ય રીતે આપણા બ્રાઉઝરમાં કોઈ પણ વેબપેજ ઓપન કરીએ ત્યારે, ભવિષ્યમાં એ વેબપેજ ફરી ઓપન કરીએ ત્યારે તેને ઝડપથી લોડ કરવા માટે બ્રાઉઝર  અથવા એપ પણ, એ વેબપેજનો ઘણો ડેટા ડાઉનલોડ કરી લેતું હોય છે, જે કેશ કહેવાય છે. મોટા ભાગે બ્રાઉઝર ઇમેજ તથા અન્ય માહિતી આવી રીતે ડાઉનલોડ કરી લેતું હોય છે.

આથી ભવિષ્યમાં આપણે એ વેબપેજ ઓપન કરીએ ત્યારે એ વેબપેજના બેકએન્ડમાં ફેરફારો કરી લેવામાં આવ્યા હોય તો પણ બ્રાઉઝર આપણને પોતે ડાઉનલોડ કરેલા ડેટા અનુસાર જૂનું વેબપેજ બતાવે તેવું બને. આમ તો વેબપેજ ઓપન કરતી વખતે બ્રાઉઝર એ તપાસી લેતું હોય છે કે વેબપેજમાં કોઈ ફેરફારો થયા છે કે નહીં. પરંતુ ઘણાં કારણોસર નવો ડેટા લોડ ન થાય એવું બની શકે.

આવી સ્થિતિમાં આપણે નવી માહિતી જોવા, પેજને રિફ્રેશ કરવું પડે.

ÃkeMke fu ÷uÃkxkuÃkLkk çkúkWÍh{kt

પીસી/લેપટોપ કે સ્માર્ટફોનના બ્રાઉઝરમાં કે પછી સ્માર્ટફોનમાં કોઈ એપમાંના પેજ પર જૂનો ડેટા દેખાઈ રહ્યો હોય તો આપણે બ્રાઉઝરના મથાળે જોવા મળતા રાઉન્ડ એરો પર ક્લિક કરીને પેજને રિફ્રેશ કરી શકીએ.

મોબાઇલમાં બ્રાઉઝરમાં ત્રણ ડોટ પર ક્લિક કરતાં જમણી તરફ જે પેનલ ખુલે તેમાં ઉપરની તરફ ‘રિફ્રેશ’ બટન હોય છે. મોબાઇલમાં ઘણાં બ્રાઉઝર અને એપમાં પેજને ઉપરથી નીચે તરફ સ્વાઇપ કરતાં પણ પેજ રિલોડ થાય છે.

આટલું કરવા છતાં પેજ રિફ્રેશ ન થાય તો આપણે તેને ‘હાર્ડ રિફ્રેશ’ કે ‘ફોર્સ રિલોડ’ કરવું પડે. આ માટેની વિધિ પીસી/લેપટોપમાં સહેલી છે. આપણે શિફ્ટ+બ્રાઉઝરના ટૂલબારમાંનું ‘રિફ્રેશ’ બટન પ્રેસ કરીને આ કામ કરી શકીએ.

આમ કરવાથી બ્રાઉઝરમાં સેવ થયેલો વેબપેજનો જૂનો બધો ડેટા ડિલીટ થાય છે અને પેજ પૂરેપૂરું નવેસરથી લોડ થાય છે. વિન્ડોઝ પીસી/લેપટોપમાં ક્રોમ, ફાયરફોક્સ કે એજ બ્રાઉઝરમાં કંટ્રોલ+એફ૫ કે કંટ્રોલ+શિફ્ટ+આર કી પ્રેસ કરીને પણ બ્રાઉઝરને ફોર્સ રિફ્રેશ કરી શકાય છે.

મેકમાં ક્રોમ અથવા ફાયરફોક્સ બ્રાઉઝરમાં શિફ્ટ+કમાન્ડ+આર કી પ્રેસ કરીને આ કામ કરી શકાય. મેકમાં સફારી બ્રાઉઝરમાં કમાન્ડ+ઓપ્શન+ઈ કી પ્રેસ કરીને આપણે કેશ ખાલી કરવી પડે.

આ બધી સ્થિતિમાં, છેવટે આપણે જે તે બ્રાઉઝરમાં એ વેબપેજનો પહેલેથી સ્ટોર થયેલો બધો ડેટા પૂરેપૂરો ડિલીટ કરીએ છીએ, જેથી આખા પેજનું તમામ કન્ટેન્ટ નવેસરથી લોડ થાય અને આપણે પેજનું લેટેસ્ટ કન્ટેન્ટ જોઈ શકીએ.

{kuçkkR÷{kt nkzo rh£uþ fhðkLke heík

મોબાઇલમાં વેબપેજ કે એપને રિફ્રેશ કરવા માટે પેજને ઉપરથી નીચેની તરફ સ્વાઇપ કરવાનું રહે છે અથવા બ્રાઉઝરના મેનૂમાં રિફ્રેશ બટન પ્રેસ કરી શકાય ,પરંતુ એ પીસીના બ્રાઉઝરમાં ફક્ત રિફ્રેશ બટન દબાવવા જેવું કામ થયું. 

પીસીમાં ફક્ત રિફ્રેશથી કામ ન પતે તો સહેલાઈથી હાર્ડ રિફ્રેશ કરી શકાય છે. એવી સગવડ એન્ડ્રોઇડ સ્માર્ટફોન, આઇફોન કે આઇપેડમાં હોતી નથી.

મોબાઇલ ડિવાઇસમાં હાર્ડ રિફ્રેશ કરવા માટે આપણે મોબાઇલમાં બ્રાઉઝરના સેટિંગ્સમાં જઇને ડાઉનલોડ થયેલો ડેટા ડિલીટ કરવો પડે.

એ માટે મોબાઇલમાં બ્રાઉઝરમાં ઉપરની તરફ આપેલા ત્રણ ડોટ પર ક્લિક કરી, જમણી પેનલ ઓપન કરો. તેમાં ‘હિસ્ટ્રી’ અને તેમાં ‘ક્લીયર બ્રાઉઝિંગ ડેટા’ પર ક્લિક કરીને આ કામ કરી શકાય.

હજી આગળ વધવા બ્રાઉઝરના સેટિંગ્સમાં જાઓ. તેમાં ‘સાઇટ સેટિંગ્સ’ અને તેમાં ‘ડેટા સ્ટોર્ડ’માં જાઓ. હવે આપણે અગાઉ વિઝિટ કરેલી વિવિધ વેબસાઇટની યાદી જોવા મળશે અને એ દરેક માટે બ્રાઉઝરે કેટલો ડેટા ડાઉનલોડ કર્યો છે એ પણ જોવા મળશે (તમારું બ્રાઉઝર ધીમું થઈ ગયું હોય કે ફોનમાં સ્પેસ ઓછી પડતી હોય ત્યારે એક કારણ બ્રાઉઝરમાં જમા થયેલો ડેટા પણ હોઈ શકે છે). અહીં છેક નીચે ‘ક્લિયર ઓલ ડેટા’ બટન પર ક્લિક કરીને આપણે બધઈ સાઇટ્સ માટે ડાઉનલોડ થયેલો, તમામ ડેટા ક્લિયર કરી શકીએ છીએ અથવા કોઈ નિશ્ચિત સાઇટ્સ સિલેક્ટ કરીને માત્ર તેનો ડેટા ક્લિયર કરી શકીએ છીએ.

હવે બ્રાઉઝર બંધ કરીને પેલું જૂનું વેબપેજ ફરી ઓપન કરતાં બ્રાઉઝર તેનો ડેટા નવેસરથી લોડ કરશે અને પેજ આપણને યોગ્ય રીતે લેટેસ્ટ માહિતી સાથે જોવા મળશે!