FOLLOW US

ઘડિયાળમાં મિનિટ વાળો કાંટો કેમ મોટો હોય છે, જાણો તેનું રહસ્ય

આજના સમયમાં જુની ડિઝાઈનવાળી એનાલોગ ક્લોકનું ચલણ ઘટી ગયુ છે.

આ કારણે ઘડિયાળના નાના અને મોટા કાંટાની સાઈઝમાં ફરક રાખવામાં આવે છે

Updated: Mar 16th, 2023

Image Envato

તા. 14 માર્ચ 2023, ગુરુવાર

ટેકનોલોજી ઝડપથી વધી રહી છે અને તેના કારણે ઘણા બધા ફેરફાર થઈ રહ્યા છે. જ્યારથી ડિઝિટલ ઘડિયાળ આવી ગઈ છે ત્યારથી જુની ડિઝાઈનવાળી એનાલોગ ક્લોકનું ચલણ ઘટી ગયુ છે.  જો કે તે ઘડિયાળોની ડિઝાઈન ખૂબ જ આકર્શક હોય છે. અને આજે પણ લોકો પ્રોફેશનલ દેખાવા માટે એનલોગ ક્લોકનો ઉપયોગ કરે છે. સોયવાળી ડિઝાઈનના કાંટા એક જેવા નથી હોતા. એટલા માટે દરેક ઘડિયાળોમા એક વાત તો સામાન્ય હોય છે. તે એ કે દરેક ઘડિયાળમાં મિનિટનો કાંટો સૌથી મોટો હોય છે. શુ તમે જાણો છો આવું કેમ હોય છે. 

બાળકોને નાની ઉંમરમાં ઘડિયાળ જોવાનું શિખવાડવામાં આવે છે. અને શિખવાડતી વખતે ઘડિયાળના નાના કાંટા અને મોટા કાંટા વચ્ચેનો ભેદ સમજાવવામાં આવે છે. અને ધીરે ધીરે આ પ્રેકટીસ થઈ જવાથી તે એક ઝાટકે જ કહી દે છે કે કેટલા વાગ્યા છે.મોટા થઈ તેઓ પરફેક્ટ બની જતા હોય છે અને નંબર વગરની ઘડિયાળને જોઈને તરત કહી દે છે કે અત્યારે આટલા વાગ્યા છે. 

મિનિટવાળો કાંટો કેમ મોટો હોય છે

સમયને આસાન રીતે જોવા માટે બન્ને કાંટાની સાઈઝમાં ફરક રાખવામાં આવે છે. મિનિટવાળો કાંટોનુ કામ હોય છે અંકોની વચ્ચેની જગ્યાને માપવી એટલે મિનિટ કહેવામાં આવે છે. મિનિટવાળો કાંટાનું કામ એ છે કે દરેક મિનિટની જાણકારી આપવી. જો ટાઈમ થઈ રહ્યો હોય 3 વાગ્યા અને 47 મિનિટ તો ઘડિયાળ જોવાવાળાને ખબર હોવી જોઈએ કે 47 મી મિનિટ ચાલી રહી છે. તેને જોવા માટે મિનિટવાળો કાંટો લાંબો હોય છે. જે મિનિટ માટે ઈશારો કરે છે. 

કલાકનો કાંટો કેમ નાનો હોય છે

આ બાજૂ કલાકના કાંટાને નાનો બનાવવામાં આવ્યો છે કારણ કે પહેલા તેને મિનિટવાળો કાંટાથી ફરક જોઈ શકાય અને કન્ફ્યુઝન ન થાય. અને બીજુ કારણ એ છે કે  કલાકવાળા કાંટાની ઝડપ ઓછી હોય છે. અને તે બે કાંટાની વચ્ચે હોય તો પણ ખ્યાલ આવી જશે કે અત્યારે કેટલા વાગ્યા છે. ઘડિયાળ નાની હોય કે મોટી આ કાંટાની સિસ્ટમ સરખી હોય છે. એક કારણ એ પણ છે કે જ્યારે ઘડિયાળ બંધ હોય ત્યારે પણ તેને ફેરવીએ તો સાથે સાથે નાનો કાંટો પણ ફરે છે. જો મિનિટ વાળો કાંટો નાનો હોત તો તે કલાકવાળા કાંટાથી ટકરાઈ જતો અને સરળતાથી ફરી શકતો નહી.

Gujarat
News
News
News
Magazines