સ્કૂલબસનો કલર પીળો કેમ હોય છે? કારણ જાણવા જેવું

કોલંબિયા યુનિવર્સિટીની કોન્ફરન્સમા દીવાલ પર રંગો ચોંટાડ્યા અને બધાએ પીળો-નારંગી રંગ પસંદ કર્યો

પીળો પ્રકાશ લાલ અને લીલા બંને કોષોને એકસાથે અસર કરે છે, જેના કારણે તે આંખોને વધુ દેખાય છે.

Updated: Jan 20th, 2023

તા. 20 જાન્યુઆરી 2023, શુક્રવાર

આપણે રસ્તા પર ચાલતા ઘણા વાહનો જોયા હશે, જે અલગ-અલગ રંગના હશે, પરંતુ સ્કૂલ બસનો રંગ હંમેશા એક જ હશે, તે પીળો હશે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે સ્કૂલ બસનો રંગ લાલ કે વાદળી નહીં પણ પીળો કેમ હોય છે? આ પ્રશ્નનો જવાબ વિજ્ઞાન સાથે જોડાયેલો છે. પરંતુ આ જવાબ જાણતા પહેલા જાણો બસને પીળી બનાવવાનો વિચાર કોનો હતો.

કોલંબિયા યુનિવર્સિટીની કોન્ફરન્સમા દીવાલ પર રંગો ચોંટાડ્યા અને બધાએ સાથે મળીને પીળો-નારંગી રંગ પસંદ કર્યો

એક અહેવાલ મુજબ, સ્કૂલ બસોને પીળી કરવાની શરૂઆત અમેરિકાથી શરૂ થઈ. કોલંબિયા યુનિવર્સિટીની ટીચર્સ કોલેજના પ્રોફેસર ફ્રેન્ક સિરે 1930ના દાયકામાં દેશના શાળા પરિવહન વાહનો પર સંશોધન કરવાનું શરૂ કર્યું. ત્યારે કોઈ ચોક્કસ માપદંડ નહોતા કે જેના હેઠળ સ્કૂલ વાહનો, ખાસ કરીને બસોની ડિઝાઈન નક્કી કરવામાં આવે. તેમણે અમેરિકન શાળાના બાળકોની સુરક્ષા માટે એક ખાસ બેઠક બોલાવી હતી, જેમાં દેશભરના અગ્રણી શિક્ષકો, પરિવહન અધિકારીઓ, બસવાળા વગેરેએ ભાગ લીધો હતો. તેમને કોન્ફરન્સ રૂમની દીવાલ પર રંગો ચોંટાડ્યા અને લોકોને પસંદ કરવાનું કહ્યું. બધાએ સાથે મળીને પીળો-નારંગી રંગ પસંદ કર્યો. આમાં પીળો પ્રભાવશાળી રંગ હતો અને ત્યારથી પીળો શાળા બસોનો પ્રભાવશાળી રંગ બની ગયો છે. બધાએ પીળો રંગ પસંદ કર્યો કારણ કે મોટા ભાગની આંખોમાં એક જ રંગ આવતો હતો. ત્યારથી પીળા રંગની બસોની પ્રથા શરૂ થઈ કારણ કે તે વધુ સુરક્ષિત હતી.

આંખોને પીળો રંગ સરળતાથી દેખાય છે

વૈજ્ઞાનિકોએ પણ તેમની પસંદગીને યોગ્ય ઠેરવી કારણ કે તેમના અનુસાર પીળો રંગ માનવ આંખને સરળતાથી જોઈ શકાય છે. તે વિઝિબિલિટી સ્પેક્ટ્રમની ટોચ પર છે. આનું કારણ એ છે કે માનવ આંખોમાં ફોટોરિસેપ્ટર કોષો હોય છે જેને શંકુ કહેવામાં આવે છે. આંખોમાં ત્રણ પ્રકારના શંકુ હોય છે જે લાલ, લીલો અને વાદળી રંગ શોધવા માટે બનાવવામાં આવે છે. પીળો પ્રકાશ લાલ અને લીલા બંને કોષોને એકસાથે અસર કરે છે, જેના કારણે તે આંખોને વધુ દેખાય છે.

    Sports

    RECENT NEWS