Get The App

નાસાએ ચાંદ પર હોટ સોસ કેમ મોકલ્યા? એના વગર શું મુશ્કેલી આવે છે, જાણો સાચું કારણ…

Updated: Apr 4th, 2026

GS TEAM

Google News
Google News
નાસાએ ચાંદ પર હોટ સોસ કેમ મોકલ્યા? એના વગર શું મુશ્કેલી આવે છે, જાણો સાચું કારણ… 1 - image
AI Image

Hot Sauce In Space: NASAના ચાર સભ્યોની હાલમાં Artemis 2 મિશન કરી રહી છે. ટીમે 2 એપ્રિલે ફ્લોરિડાના Kennedy Space Center પરથી Orion કેપ્સ્યુલમાં બેસીને ઉડાન ભરી હતી. આ મિશનમાં ચાંદની આસપાસ 10 દિવસના પ્રવાસ માટે અંતરિક્ષયાત્રીઓ 189 અનોખા ખાદ્ય પદાર્થો લઈને ગયા છે. એમાં 58 ટોર્ટિલા, 43 કપ કોફી અને પાંચ અલગ-અલગ હોટ સોસનો સમાવેશ કરવામાં આવ્યો છે. હોટ સોસ કોઈ અજીબ પસંદગી નથી. આ માત્ર ચટાકેદાર ખાવાની ઇચ્છા માટે પણ નથી. આ એક બાયોલોજિકલ સમસ્યાનું તાત્કાલિક ઉપાય છે, જેને નાસા માનવ અવકાશયાત્રાના 54 વર્ષમાં પણ સંપૂર્ણ રીતે ઉકેલી શક્યું નથી. આ સોસ મેનુમાં કેમ છે તે સમજવા માટે, આપણને માનવ શરીર અને માઇક્રોગ્રેવિટી તેના પર શું અસર કરે છે તે સમજવું પડશે.

શરીરને ખબર જ પડતી નથી કે તે પૃથ્વી છોડીને ગયું છે

શરીરને કોઈ કહેતું નથી કે તે પૃથ્વી છોડીને ગયું છે. શરીરને એ ખબર નથી પડતી એ જ સૌથી મોટી સમસ્યા છે. ઝીરો ગ્રેવિટી શરૂ થયા પછીના પહેલા 6 થી 10 કલાકમાં શરીરના પ્રવાહી જેવા કે લોહી, લિમ્ફ અને કોષો વચ્ચે રહેલું પ્રવાહી ઉપર તરફ ખસવા લાગે છે. પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ આ પ્રવાહીને નીચે રાખે છે, પરંતુ માઇક્રોગ્રેવિટીમાં આ ખેંચાણ ગાયબ થઈ જાય છે અને પ્રવાહી છાતી, ચહેરા અને માથા તરફ ખસે છે. આને વૈજ્ઞાનિક ભાષામાં 'cephalad fluid shift' કહેવામાં આવે છે. ચહેરા પર તેની અસર સૌથી પહેલા દેખાય છે, જેમાં ગાલ સૂજી જાય છે. સાયનસમાં પ્રવાહી ભરાય છે અને નાકના માર્ગ સંકુચિત થઈ જાય છે. એના લક્ષણો એક સામાન્ય શરદી જેવી જ હોય છે, પરંતુ તેમાં કોઈ વાયરસ નથી, કોઈ ચેપ નથી અને સાજા થવાની જરૂર પણ નથી હોતી. એનું કારણ બાયોલોજિકલ નથી, પરંતુ ગુરુત્વાકર્ષણ છે.

અવકાશમાં 'સ્પેસ કોલ્ડ' એક સામાન્ય સમસ્યા

International Space Stationના લગભગ બે દાયકાના મેડિકલ રેકોર્ડ પર આધારિત સંશોધન બતાવે છે કે 75% અવકાશયાત્રીઓએ તેમની મિશન દરમિયાન નાક બંધ થઈ જવાની ફરિયાદ કરી હતી. આ અવકાશમાં સૌથી સામાન્ય આરોગ્ય સમસ્યા છે. એને ‘સ્પેસ કોલ્ડ’ કહેવામાં આવે છે. Artemis 2 ટીમ માટે આ સ્થિતિ લોન્ચ પછી થોડા કલાકોમાં શરૂ થઈ હતી અને આખા 10 દિવસ સુધી રહેશે. આ યાત્રાની શરૂઆત નથી, પરંતુ આ યાત્રાની સ્થિતિ છે. અને આ જ કારણ છે કે હોટ સોસ મેનુમાં સામેલ કરવામાં આવ્યા છે. નાક પહેલા અસરગ્રસ્ત થાય છે, પછી સ્વાદ ગાયબ થાય છે. ઘણાં લોકો માને છે કે સ્વાદ જીભથી આવે છે, પરંતુ આ મોટા ભાગે ખોટું છે. જીભ માત્ર પાંચ પ્રકારના સંકેતો ઓળખે છે જેમાં મીઠું, ખારું, ખાટું, તીખું અને ઉમામી (રસદારપણું). આ માત્ર સંકેતો છે, સંપૂર્ણ સ્વાદ નહીં. ખરેખર 'ફ્લેવર' ઉદાહરણ તરીકે કેરીને સફરજનથી અલગ બનાવે છે તે મુખ્યત્વે બીજી જગ્યાએ બને છે.

લગભગ 80% સ્વાદ, જે આપણે અનુભવીએ છીએ, તે હકીકતમાં સુગંધ પરથી આવે છે. અર્થાત્ ફ્લેવર = સ્વાદ + સુગંધ. ખોરાક જ્યારે ચાવીએ અને ગળીએ છીએ, ત્યારે તેની સુગંધના અણુઓ મોઢાના પાછળના ભાગથી નાક સુધી જાય છે. અહીં ઓલ્ફેક્ટરી રિસેપ્ટર્સ તેને ઓળખીને મગજ સુધી સંપૂર્ણ સ્વાદનો અનુભવ પહોંચાડે છે. આ પ્રક્રિયાને 'retronasal olfaction' કહેવામાં આવે છે. જો તમે નાક દબાવીને સફરજન ખાશો, તો જીભને મીઠાશ અને ટેક્સચર લાગશે, પરંતુ સફરજનનો સાચો સ્વાદ ગાયબ થઈ જશે.

અવકાશમાં ખોરાકનો સ્વાદ કેમ ‘કાર્ડબોર્ડ’ જેવો લાગે છે?

Artemis 2 ના અવકાશયાત્રીઓ માટે આ જ સ્થિતિ દરેક ભોજન સમયે બને છે. ખોરાકની સુગંધ નાક સુધી પહોંચે છે, પણ નાક સુજી ગયેલી અને બંધ હોય છે. જીભ તો કામ કરતી રહે છે, પરંતુ ખોરાકમાં લગભગ કોઈ સ્વાદ લાગતો નથી. વર્ષોથી વિવિધ મિશનમાં ગયેલા અવકાશયાત્રીઓ આ અનુભવને એક જ શબ્દમાં વર્ણવે છે અને એ છે ‘કાર્ડબોર્ડ’.

ભોજન પહેલેથી જ એટલું ખાસ નથી હોતું

સમસ્યા એટલી જ નથી કે નાક કામ નથી કરતું, પરંતુ ખોરાક પોતે પણ પહેલેથી જ સ્વાદ ગુમાવી ચૂક્યો હોય છે. Artemis 2 મિશનમાં પ્રથમ એક-બે દિવસ સિવાય કોઈ તાજું ખોરાક નથી ખાઈ શકતું. બાકીના બધા ખોરાક આ પ્રકારના હોય છે:

• પાણી ઉમેરવાથી તૈયાર થતું ભોજન (rehydratable)

• ઊંચા તાપમાન અને દબાણથી પ્રોસેસ કરેલું ભોજન (thermostabilised)

• રેડિએશનથી જીવાણુમુક્ત કરેલું ભોજન (irradiated)

સ્વાદ આપતા સુગંધના અણુઓ સૌથી નાજુક હોય છે. તેઓ સરળતાથી નાશ પામે છે અને લાંબા સમય સુધી સ્ટોર કરવાથી, ગરમી કે ફ્રીઝ-ડ્રાયિંગથી મોટાભાગનો સ્વાદ ખોવાઈ જાય છે. એટલે કે છઠ્ઠા દિવસે ખાવામાં આવતો ખોરાક પહેલેથી જ તેના મૂળ સ્વાદનો મોટો ભાગ ગુમાવી ચૂક્યો હોય છે. ત્યાર બાદ નાકની સમસ્યા બાકી રહેલો સ્વાદ પણ દૂર કરી દે છે.

Orion કેપ્સ્યુલમાંથી પણ સ્મેલ દૂર નથી થતી

Orion સ્પેસક્રાફ્ટની અંદરનું વાતાવરણ પણ સહાયરૂપ નથી થતું. સ્પેસક્રાફ્ટમાં આવેલા સાધનોની ગંધ, રિસાયકલ થયેલી હવા અને અન્ય સામગ્રીમાંથી નીકળતી ગંધ અંદર જ રહે છે અને બહાર નથી નીકળતી. આ કારણે ખોરાક માટેનું વાતાવરણ વધુ ખરાબ બને છે. જાણીતું ભોજન પણ ફિક્કું લાગે છે. આથી ખોરાક જે આરામ અને સ્વાદ આપવો જોઈએ તે ફક્ત કેલરી પૂરું પાડે છે. દિવસો જેમ-જેમ વધુ પસાર થાય તેમ-તેમ તે પણ ભારરૂપ લાગવા લાગે છે.

ખોરાક પસંદગી હોય, પરંતુ ખાવાનું જ બંધ થઈ જાય

કોઈ બંધ પરિસ્થિતિમાં ખોરાક ખાવામાં આનંદ નથી રહેતો. થોડા દિવસ બાદ એક સમય એવો આવે છે જ્યારે ખાવું આપમેળે ખાવાનું મન નથી થતું. ત્યારે ખાવું એક જરૂરીયાત બની જાય છે અને એ ખાવા માટેનો નિર્ણય લેવો પડે છે. લાંબા સમય સુધી તણાવ અને એકસરખા અનુભવ વચ્ચે લેવાતા નિર્ણયો હંમેશા યોગ્ય નથી રહેતા. 'Menu fatigue' એટલે એ સ્થિતિ, જ્યાં માણસ ધીમે ધીમે ઓછું ખાવા લાગે છે. એટલું ધીમે કે શરૂઆતમાં ધ્યાન પણ નથી આવતું, પરંતુ પછી મોટું નુકસાન દેખાય છે. અવકાશયાત્રીઓમાં ઊર્જા લેવલ સામાન્ય રીતે જરૂરિયાત કરતાં લગભગ 25% ઓછું રહે છે.

આ નાની ભૂલ નથી, પરંતુ શરીર માટે ગંભીર ખામી છે.

• પેશીઓ (muscles) ઘટવા લાગે છે

• રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે

• મગજની કાર્યક્ષમતા ઘટે છે

આ ખાસ કરીને ગંભીર છે જ્યારે Artemis 2 જેવા મિશનમાં અવકાશયાનને પૃથ્વીથી ખૂબ દૂર સંચાલિત કરવું પડે છે. NASA માટે, પોષણ 'red risk' તરીકે ગણાય છે. એટલે કે, હાલમાં તેનો સંપૂર્ણ ઉકેલ ઉપલબ્ધ નથી. સેનામાં પણ 21 દિવસથી વધુ સમય માટે એકસરખા ભોજન ખવડાવવામાં નથી આવતા કારણ કે તે પછી સિપાઈઓ ખાવું બંધ કરી દે છે. ઇચ્છાની અછતને કારણે નહીં, પરંતુ શરીર ખાવાની પ્રક્રિયાને સ્વીકારતું નથી.

દુનિયાનો સૌથી જૂનો મસાલો અને અવકાશમાં તેનું મહત્ત્વ

મરચાંમાં રહેલી તીખાશ આપતું તત્વ capsaicin નાક પર આધાર રાખતું નથી. આ જ કારણ છે કે તે અવકાશમાં ઉપયોગી છે. સામાન્ય રીતે મોટાભાગના ફ્લેવર માટે સુગંધનો માર્ગ જરૂરી છે, પરંતુ capsaicin એક અલગ માર્ગ અપનાવે છે. તે સીધું trigeminal nerve પર અસર કરે છે, જે ગરમી, દુખાવો અને દબાણ જેવી લાગણીઓ મગજ સુધી પહોંચાડે છે. એટલે કે નાક બંધ હોય તો પણ તીખાશ અનુભવાઈ શકે છે.

હોટ સોસ એક સરળ, પરંતુ મહત્ત્વપૂર્ણ ઉકેલ

હોટ સોસ ખોરાકનો મૂળ સ્વાદ પાછો લાવતા નથી. નાકની સમસ્યા પણ દૂર કરતા નથી અને એનાથી ભોજનની તૃપ્તિ થવાની પણ સંભાવના નથી. જોકે તે મગજને કંઈક અનુભવ આપે છે. ભોજનમાં કોઈ સ્વાદ ન લાગે એના કરતાં તો તીખાશ મળે એ વધુ સારું છે. ટીમ જ્યારે ખાવું જ બંધ કરી દે એ સમયે આ નાનો ફેરફાર પણ બહુ મહત્ત્વનો બની જાય છે.

આ પણ વાંચો: આર્ટેમિસ 2 મિશનની અડધી સફર પૂરી : પૃથ્વીથી 2 લાખ કિમી દૂર અંતરિક્ષયાત્રીઓએ શેર કરી અદ્ભુત તસ્વીરો

Artemis 2ના મેન્યુમાં પાંચ સોસ કોઈ પકવાન નથી

Artemis 2ના મેન્યુમાં આ પાંચ સોસ જે છે એ સૌથી પ્રામાણિક પસંદગી છે. આ સોસ એ વસ્તુનો સ્વીકાર છે કે ભોજન ખાવામાં ભોજન જેવું નથી લાગતું, શરીર એને ખાવાનું બંધ કરી દે છે અને એ સમયે આ સોસ કામ આવે છે. આ સોસનો ઉપયોગ બસ એટલા માટે જ કરવામાં આવે છે. સ્પેસમાં આ જ સોસનું અસ્તિત્વ છે. 2026માં આ જે પાંચ બોટલ ચંદ્ર મિશન પર લઈ જવામાં આવી છે એ આ ભોજન ખાવાનું મન નથી થતું એનો જવાબ છે. અંદાજે 6 દાયકાના સમય બાદ પાંચ બોટલ એ એક જવાબ છે. આ ટીમ સ્વાદ માટે નહીં, પરંતુ જીવંત રહેવા માટે અને ખાવાનું ખાવાની ઇચ્છા થાય એ માટે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવશે. આ વિશે દરેક સ્પેસ એજન્સી શોધ કરી રહી છે અને આગામી મિશનમાં એનો ઉકેલ આવી જાય એ પણ શક્ય છે.