Get The App

મેસેજ ચેક કરવાનું ચૂકી ગયા છો? તો મેટા AI તમારે યાદ કરાવશે: વોટ્સએપ પર આવ્યું છે મેસેજ સમરાઇઝ ફીચર

Updated: Jun 12th, 2025

GS TEAM


Google News
Google News
મેસેજ ચેક કરવાનું ચૂકી ગયા છો? તો મેટા AI તમારે યાદ કરાવશે: વોટ્સએપ પર આવ્યું છે મેસેજ સમરાઇઝ ફીચર 1 - image


WhatsApp New Feature: વોટ્સએપ હાલમાં બે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ફીચર્સ પર કામ કરી રહ્યું છે. તેમાંનો પહેલો AI મેસેજ સમરાઇઝ ફીચર છે, જે યુઝર્સને તેમના મેસેજોની એક સંક્ષિપ્ત સમરી પ્રાપ્ત કરવામાં મદદ કરશે. આથી, દરેક મેસેજ ખુલીને વાંચવા કરતાં, યુઝર્સ સમરાઇઝ ફીચરનો ઉપયોગ કરી શકશે. આ માટે મેટા AIનો ઉપયોગ થશે. વોટ્સએપમાં મેટા AI વિવિધ રીતે કાર્ય કરે છે, અને હવે તેમાં વધુ એક નવું ફીચર ઉમેરાઈ રહ્યું છે.

મેસેજ સમરાઇઝ માટે પ્રાઇવસીની ચિંતા

AI મેસેજ સમરાઇઝ ફીચર હાલમાં બીટા ટેસ્ટિંગમાં છે, જે હમણા એન્ડ્રોઇડ માટે ચાલી રહ્યું છે. એન્ડ્રોઇડમાં ઓપ્ટ-ઇન સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે, જેને 'પ્રાઇવેટ પ્રોસેસિંગ' કહેવાય છે. વોટ્સએપ મુજબ, આ AI સમરાઇઝ ફીચર સંપૂર્ણપણે સુરક્ષિત છે અને વોટ્સએપના ક્લાઉડ પર તેની પ્રક્રિયા કરવામાં આવે છે. કંપનીએ ખાતરી આપી છે કે કોઈપણ મેસેજ સ્ટોર કરાશે નહીં. યુઝર એકવાર સમરી એક્સેસ કરશે, ત્યારે એ આપમેળે ડિલીટ થઈ જશે. જો યુઝરના મોબાઇલમાં એડવાન્સ પ્રાઇવસી સક્ષમ હશે, તો વોટ્સએપ આ સમરી જનરેટ પણ નહીં કરી શકે.

આ પણ વાંચો: પૃથ્વી સાથે નહીં ચંદ્ર સાથે ટક્કરાઈ શકે લઘુગ્રહ: 2032માં વિજ્ઞાનીઓ માટે અદ્ભુત રિસર્ચનો મોકો

લખાણ માટે પણ મદદરૂપ ટૂલ

વોટ્સએપ હાલમાં મેસેજ સમરાઇઝ ફીચર સાથે ‘રાઇટિંગ હેલ્પ’ ટૂલ પર પણ કામ કરી રહ્યું છે. આ ટૂલની મદદથી યુઝર મેસેજ વધુ સ્પષ્ટ અને સુઘડ રીતે લખી શકે. મેસેજ મોકલતા પહેલા, આ ટૂલની મદદથી તે સંતોષી શકશે કે એ જે કહેવા માગે છે, તે સ્પષ્ટ છે કે નહીં. આ ટૂલ મદદરુપ થશે, ખાસ કરીને પ્રોફેશનલ ભાષા, નમ્ર અને મૈત્રીપૂર્ણ ભાષા જેવા અલગ-અલગ શબ્દપ્રયોગ માટે. આ ટૂલમાં પણ AI સમરાઇઝ ફીચર જેવો ક્લાઉડ આધારિત પ્રોસેસિંગ શામેલ છે. હાલમાં બંને ફીચર એન્ડ્રોઇડ બીટા પ્રોગ્રામ હેઠળ છે, અને ટેસ્ટિંગ પૂર્ણ થયા પછી, તેને લોન્ચ કરવામાં આવશે.

Tags :