Get The App

યુઝર્સ માટે કામનું ફીચર લઈને આવ્યું WhatsApp: પ્રીમિયમ યુઝર્સ જ કરી શકશે ઉપયોગ, જાણો શું છે…

Updated: Mar 5th, 2026

GS TEAM

Google News
Google News
યુઝર્સ માટે કામનું ફીચર લઈને આવ્યું WhatsApp: પ્રીમિયમ યુઝર્સ જ કરી શકશે ઉપયોગ, જાણો શું છે… 1 - image

WhatsApp New Feature: WhatsApp એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જેના દ્વારા યુઝર્સ એક સાથે 20 ચેટ સુધી પિન કરી શકશે. આ એક પ્રીમિયમ ફીચર છે જેના પર હાલમાં કામ ચાલી રહ્યું છે. આ ફીચર હજી બેટા ટેસ્ટિંગ માટે પણ ઉપલબ્ધ કરવામાં આવ્યું નથી. આ માહિતી WhatsApp Beta for Androidના તાજેતરના નવા અપડેટમાં જોવા મળી છે. આ અપડેટમાં આવનારા પ્રીમિયમ પ્લાનના ભાગરૂપે એપ આઇકન અને એક્સેન્ટ કલર કસ્ટમાઇઝ કરવાની સુવિધા પણ ઉમેરવામાં આવી છે.

પ્રીમિયમ યુઝર્સ માટે આપવામાં આવ્યું ફીચર

WhatsApp Beta for Androidના નવા અપડેટમાં જાણવા મળ્યું છે કે કંપની એક નવા ફીચર પર કામ કરી રહી છે જેમાં યુઝર્સ વધુમાં વધુ 20 ચેટને પિન કરી શકશે. હાલમાં યુઝર્સ માત્ર ત્રણ ચેટને જ ચેટ લિસ્ટના ઉપર ભાગમાં પિન કરી શકે છે. જો કોઈ ત્રણથી વધુ ચેટ પિન કરવાનો પ્રયાસ કરે તો એક એલર્ટ દેખાય છે, જેમાં જણાવવામાં આવે છે કે પિન કરેલી ચેટની મહત્તમ મર્યાદા પહોંચી ગઈ છે. જોકે આ મર્યાદા પ્રીમિયમ યુઝર્સ માટે વધારીને 20 કરવામાં આવી છે.

વધારેલી મર્યાદાના ફાયદા

પ્રીમિયમ પ્લાન સાથે યુઝર્સ 20 સુધીની ચેટ પિન કરી શકશે. આ ફીચર દ્વારા તેમને મહત્વપૂર્ણ વાતચીત ઝડપથી શોધવાની સરળ સુવિધા મળી રહેશે. તેમને નામ સર્ચમાં ટાઇપ કરવાનું અથવા તો ચેટને વધુ સ્ક્રોલ કરવાની જરૂર નહીં પડે અને એના કારણે સમયનો બચાવ થશે. ખાસ કરીને ઘણા ગ્રુપમાં જોડાયેલા યુઝર્સ અથવા તો મેસેજનો વધુ ઉપયોગ કરતાં યુઝર્સ માટે આ ફીચર ખૂબ ઉપયોગી સાબિત થશે.

આ પણ વાંચો: X પર આ ભૂલ કરી રહ્યાં હો તો ચેતી જજો, સસ્પેન્ડ થઈ શકો છો…

પ્રીમિયમ પ્લાન ખરીદવો ફરજિયાત નથી

આ પ્રીમિયમ પ્લાન સંપૂર્ણપણે વૈકલ્પિક છે એટલે કે જે યુઝર્સે એને ખરીદવો હોય એ જ ખરીદશે. જેમને એની જરૂર નહીં હોય તેમને એને ખરીદવાની જરૂર નથી. યુઝર્સ તેમની પિન કરેલી ચેટની મર્યાદા વધારવા માંગતા હોય તો તેમને આ સબ્સ્ક્રિપ્શનની જરૂર પડી શકે છે. જોકે જેઓ હાલની ત્રણ પિન ચેટની મર્યાદાથી સંતોષ હોય તેઓ કોઈપણ ફેરફાર વગર એપનો ઉપયોગ ચાલુ રાખી શકે છે.