Get The App

ફોટો સેવ કરવો હોય તો સેન્ડ કરનારની જોઈશે પરવાનગી: વોટ્સએપ દ્વારા ઘણાં પ્રાઇવસી ફીચર્સ લોન્ચ કરવામાં આવી રહ્યા છે

Updated: Apr 8th, 2025

GS TEAM


Google News
Google News
ફોટો સેવ કરવો હોય તો સેન્ડ કરનારની જોઈશે પરવાનગી: વોટ્સએપ દ્વારા ઘણાં પ્રાઇવસી ફીચર્સ લોન્ચ કરવામાં આવી રહ્યા છે 1 - image


WhatsApp New Photo and Calling Feature: વોટ્સએપ પર હવે યુઝર્સ માટે નવા પ્રાઇવસી ફીચર્સ આવી રહ્યા છે. હવે કોઈ પણ યુઝર્સ પોતાના ફોટાને પહેલાં કરતાં વધુ સુરક્ષિત રાખી શકશે. વોટ્સએપ દ્વારા સ્ક્રીનશોટ બંધ કરવામાં આવ્યું હતું, પણ હવે યુઝર્સ કોઈ ફોટો અથવા તો વીડિયો સેન્ડ કરશે તો સામે વાળો વ્યક્તિ એનો ઓટો સેવ કરી શકશે નહીં. આ સાથે જ કોલિંગ માટે પણ નવા સિક્યોરિટી ફીચર્સ આપવામાં આવ્યા છે.

વોટ્સએપ કોલ થશે મ્યુટ

વોટ્સએપ પર ફોન કરવામાં આવે ત્યારે ફોનને લાઉડ સ્પીકર પર મૂકી શકાય છે અને નોર્મલ વાત કરતાં હોય ત્યારે પર્દા પાછળ જે વાત ચાલતી હોય તે સામેની વ્યક્તિને સંભળાઈ શકે છે. ઘણી વાર, કોઈ વ્યક્તિએ ન સાંભળવાનું સાંભળી લીધું હોય. આથી ફોન કરનાર અને ઉપાડનાર બન્ને વ્યક્તિને ઘણી વાર મુશ્કેલી પડી શકે છે. આ સમસ્યાનું સમાધાન લાવવા માટે વોટ્સએપ દ્વારા નવું ફીચર લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સને ફોન ઉઠાવતાં પહેલાં જ મ્યુટ કરવાનું ઓપશન આપવામાં આવશે. આથી, ગ્રીન બટન દબાવવા પહેલાં ફોનને મ્યુટ કરી શકાય છે, જેથી સામેની વ્યક્તિને યુઝરની ઇચ્છા ન હોય ત્યાં સુધી કંઈ સંભળાય નહીં.

ફોટો સેવ કરવો હોય તો સેન્ડ કરનારની જોઈશે પરવાનગી: વોટ્સએપ દ્વારા ઘણાં પ્રાઇવસી ફીચર્સ લોન્ચ કરવામાં આવી રહ્યા છે 2 - image
WABetaInfo

વીડિયો કોલ કંટ્રોલ

ફોન કોલની સાથે વોટ્સએપ પર વીડિયો કોલ પણ કરવામાં આવે છે. વીડિયો કોલમાં સૌથી મોટી સમસ્યા એ છે કે ફોન ઉઠાવતાની સાથે જ વીડિયો ચાલુ થઈ જાય છે અને ફોન ઓટોમેટિક લાઉડ સ્પીકર પર જતી રહે છે. આથી ન જોવાનું પણ કોઈ વાર સામેની વ્યક્તિ જોઈ શકે છે. ઘણી વાર ઓફિસ મીટિંગ દરમ્યાન ઘરમાં શું થઈ રહ્યું છે તે પણ લોકો જોઈ શકે છે. આ માટે, યુઝર્સ માટે વીડિયો કોલ કંટ્રોલ ફીચર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. આ ફીચરમાં યુઝર્સ, ફોન ઉઠાવતાં પહેલાં એ નક્કી કરી શકે છે કે વીડિયો ચાલુ રાખવો છે કે નહીં, અને મ્યુટ કરવું છે કે નહીં.

ફોટો સેવ કરવો હોય તો સેન્ડ કરનારની જોઈશે પરવાનગી: વોટ્સએપ દ્વારા ઘણાં પ્રાઇવસી ફીચર્સ લોન્ચ કરવામાં આવી રહ્યા છે 3 - image
WABetaInfo

ફોટો અને વીડિયોને લઈને સંપૂર્ણ પ્રાઇવસી

વોટ્સએપ દ્વારા અત્યાર સુધી ફોટોનો સ્ક્રીનશોટ લેવાના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે, વોટ્સએપ દ્વારા ફીચર લાવવામાં આવ્યું છે, જ્યાં યુઝર્સ પોતાની પ્રાઇવસીમાં વધુ સુધારા કરી શકે છે. મોકલવામાં આવતા ફોટો અને વીડિયોને સાચવવા માટે નવો કંટ્રોલ આપવામાં આવ્યો છે. એટલેકે, ગેલેરીમાં ઓટો સેવ કરવાનું ઓપશન કાઢી નાખવામાં આવ્યું છે. હવે, ઇમેજ સેન્ડ કરનાર વ્યક્તિ પાસેથી પરવાનગી લેવી જરૂરી હશે કે સામેની વ્યક્તિ ફોટો સેવ કરી શકે કે નહીં.

આ પણ વાંચો: એપલ હવે ભારતમાંથી આઇફોન એક્સપોર્ટ વધારશે, ચીન પર ટેરિફને પગલે કંપનીના શેરમાં કડાકા પછી નિર્ણય

ક્યારે આવશે આ ફીચર્સ?

આ ફીચર્સ હાલમાં બીટા વર્ઝનમાં છે અને તેની જાણ WABetaInfo દ્વારા કરવામાં આવી છે. તેમણે આ ફીચર્સના સ્ક્રીનશોટ પણ જાહેર કર્યા છે. આ ફીચર્સને ટેસ્ટિંગ પછી બહુ જલદી લોન્ચ કરવામાં આવશે.

Tags :