Get The App

ટેલિગ્રામ જેવા ફીચર પર કામ કરી રહ્યું છે વોટ્સએપ: ડેટા ખોયા વગર હવે લોગઆઉટ કરી શકાશે

Updated: May 30th, 2025

GS TEAM


Google News
Google News
ટેલિગ્રામ જેવા ફીચર પર કામ કરી રહ્યું છે વોટ્સએપ: ડેટા ખોયા વગર હવે લોગઆઉટ કરી શકાશે 1 - image


WhatsApp New Log-Out Feature: વોટ્સએપ હાલમાં ટેલિગ્રામ જેવા નવા ફીચર પર કામ કરી રહ્યું છે. હાલ, જો વોટ્સએપ એકાઉન્ટ ડિલીટ અથવા લોગઆઉટ કરવામાં આવે, તો ડેટા સાચવવાનો વારો આવે છે. જોકે, હવે વોટ્સએપ એવા ફીચર પર કામ કરી રહ્યું છે, જેના આધારે યુઝર લોગઆઉટ થઈ શકશે અને ડેટા સાચવવાનો વારો નહીં આવે. સોશિયલ મીડિયા પર જે રીતે લોગઇન અને લોગઆઉટ થઈ શકે, એ જ રીતે હવે યુઝર વોટ્સએપ પરથી પણ લોગઆઉટ થઈ શકશે. જે યુઝર વારંવાર એકાઉન્ટ ચેન્જ કરવા માંગે, તે માટે પણ આ શક્ય બનશે.

ફીચર પર થઈ રહ્યું છે કામ

વોટ્સએપ દ્વારા હાલ આ ફીચર પર કાર્ય ચાલી રહ્યું છે. આ ફીચર માટેના પ્રથમ સંકેત વોટ્સએપના એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.25.17.37માં જોવા મળ્યા છે. હાલમાં, આ ફીચર વિકાસ હેઠળ છે અને એનું આંતરિક ટેસ્ટિંગ થઈ રહ્યું છે. લોગઆઉટ કરવાનો વિકલ્પ સેટિંગ્સ > એકાઉન્ટ વિભાગમાં જોવા મળશે. હાલમાં, આ ફીચર સામાન્ય વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ નથી, પરંતુ બીટા વર્ઝન યુઝર્સ તેને અજમાવી શકે.

લોગઆઉટ માટે હશે ત્રણ વિકલ્પ

સંપૂર્ણ ડિલીટ: આ વિકલ્પમાં બધા ડેટા અને સેટિંગ્સ કાઢી નાખવામાં આવશે.

ચેટ અને મીડિયા સાચવવી: બધાંની ચેટ અને મીડિયા ફાઇલ્સ રાખી શકાશે, અને પર્સનલ સેટિંગ્સ પણ જળવાશે.

પ્રક્રિયા રદ: આ વિકલ્પમાં લોગઆઉટ પ્રક્રિયાને રદ કરી શકાશે.

ટેલિગ્રામ જેવા ફીચર પર કામ કરી રહ્યું છે વોટ્સએપ: ડેટા ખોયા વગર હવે લોગઆઉટ કરી શકાશે 2 - image

ટેલિગ્રામ જેવું કામ કરશે

આ ફીચર ટેલિગ્રામ અને સિગ્નલ જેવી એપ્લિકેશન્સની જેમ કામ કરશે. ટેલિગ્રામ અને સિગ્નલ બંનેમાં યુઝર તેમના પસંદગી મુજબ લોગઇન અને લોગઆઉટ કરી શકે છે. આ ટેમ્પરરી સાઇનઆઉટ પદ્ધતિ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં સામાન્ય હોય છે. આ ખાસ કરીને બિઝનેસ યુઝર્સ માટે ખૂબ ઉપયોગી છે, જે પર્સનલ અને પ્રોફેશનલ એકાઉન્ટ્સ વચ્ચે સ્થાનાંતર કરવું ઇચ્છે.

ક્યારે આવશે આ ફીચર?

હાલમાં, આ ફીચર બીટા વર્ઝનમાં પરીક્ષણ હેઠળ છે, પરંતુ ઓપન લૉન્ચ માટે કોઈ ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી. એટલું સ્પષ્ટ છે કે, આ ફીચર એન્ડ્રોઇડ પછી એપલના બીટા વર્ઝનમાં પણ જોવા મળશે.

આ પણ વાંચો: બિહારનો 17 વર્ષનો છોકરો નાસાના ‘હોલ ઓફ ફેમ’માં: અમેરિકાની સ્પેસ એજન્સીની વેબસાઇટમાં ખામી શોધી આપી

વોટ્સએપનું નવું ટૂલ

વોટ્સએપ દ્વારા સ્ટેટસ માટે નવા ટૂલ્સ લોન્ચ કરવામાં આવ્યા છે, જેમાં કોલાજ, મ્યુઝિક ક્લિપ, અને સ્ટિકર્સ ઉમેરવાની સુવિધા છે. વોટ્સએપ થોડા સમય અગાઉ મ્યુઝિક લાઇબ્રેરી જાહેર કરી હતી, જેમાં આ નવા ટૂલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટૂલ દ્વારા બનાવેલી સ્ટોરી ફક્ત 24 કલાક માટે ઉપલબ્ધ રહેશે.

Tags :