Get The App

પહેલી જૂનથી આ ફોનમાં કામ નહીં કરે WhatsApp, જુઓ આખું લિસ્ટ

Updated: May 31st, 2025

GS TEAM


Google News
Google News
પહેલી જૂનથી આ ફોનમાં કામ નહીં કરે WhatsApp, જુઓ આખું લિસ્ટ 1 - image


Whatsapp Will Stop Working On These iphone And Android: 1 જૂનથી અનેક સ્માર્ટફોન અને ટેબલેટ્સ પર WhatsApp કામ કરવાનું બંધ કરી દેશે. અગાઉ કંપની મે મહિનામાં આ ડિવાઈસ પર સપોર્ટ બંધ કરવાની હતી, પરંતુ કેટલાક કારણોસર કંપનીએ આ સપોર્ટ બંધ કરવાનો નિર્ણય જૂન સુધી ટાળી દીધો હતો. જો તમારી પાસે પણ આમાંથી કોઈ ફોન છે તો તમે WhatsAppનો ઉપયોગ નહીં કરી શકશો.

આ ફોનમાં કામ નહીં કરે WhatsApp

જો તમારો ફોન iOS 15 અથવા તેના અર્લી વર્ઝન પર કામ કરી રહ્યો છે, તો તમે WhatsAppનો ઉપયોગ નહીં કરી શકશો. આવી જ રીતે જો તમારી પાસે Android 5.0 પર ચાલતો ફોન છે, તો તેના પર પણ WhatsApp સપોર્ટ સમાપ્ત થઈ રહ્યો છે.

આટલા આઇફોનમાં નહીં ચાલે વોટ્સએપ

iPhone 5s

iPhone 6

iPhone 6 Plus

iPhone 6s

iPhone 6s Plus

iPhone SE (1st Gen)

આટલા એન્ડ્રોઇડ ફોનમાં નહીં ચાલે વોટ્સએપ 

Samsung Galaxy S4

Samsung Galaxy Note 3

Sony Xperia Z1

LG G2

Huawei Ascend P6

Moto G (1st Gen)

Motorola Razr HD

Moto E 2014

આ પણ વાંચો: S-400એ એવું કામ કર્યુ કે રશિયાએ સૈનિકોને ઈનામ આપ્યું, અમેરિકા ટેન્શનમાં

આમ તો આ બધા ફોન ઘણા જૂના છે. જો તમે આ લિસ્ટમાંથી કોઈ ફોન વાપરી રહ્યા છો તો તમારે એક નવું હેન્ડસેટ લેવું પડશે. એકંદરે જો તમારી પાસે iOS 15.1 અથવા Android 5.1 પર ચાલતું ડિવાઈસ છે, તો તમે WhatsAppનો ઉપયોગ નહીં કરી શકશો. 

Tags :