Get The App

છૂમંતર થઇ જશે WhatsApp પર send કરવામાં આવેલા ફોટો-વિડિયો

- WhatsApp પર આવશે નવા ફીચર્સ જેમાં મીડિયા ફાઇલ્સ રિસીવરના જોયા બાદ જાતે જ ડિલીટ થઇ જશે

Updated: Sep 23rd, 2020

GS TEAM

Google News
Google News
છૂમંતર થઇ જશે WhatsApp પર send કરવામાં આવેલા ફોટો-વિડિયો 1 - image

નવી દિલ્હી, તા. 23 સપ્ટેમ્બર 2020, બુધવાર 

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp પર થોડાક સમયમાં જ યૂઝર્સને સેલ્ફ-ડિસ્ટ્રક્ટિંગ ફીચર મળવા જઇ રહ્યું છે. જેના મારફતે મેસેજ એક ટાઇમ-લિમિટની અંદર ઑટો-ડિલીટ થઇ જશે. યૂઝર્સને સેલ્ફ-ડિસ્ટ્રક્ટિંગ ટેક્સ્ટની સાથે સેલ્ફ-ડિસ્ટ્રક્ટિંગ ફોટો અને વિડિયો પણ શેર કરવાનો ઑપ્શન મળશે. વૉટ્સએપ સાથે સંકળાયેલ નવી અપડેટ રાખનાર વેબસાઇટ WABetainfo અનુસાર, ફોટો અને વિડિયોને જાતે જ ગાયબ કરનાર ફીચરને Expiring Media (એક્સપાયરિંગ મીડિયા)ના નામથી લોન્ચ કરવામાં આવશે. 

કેવી રીતે કામ કરશે આ ફીચર?

આ સેલ્ફ-ડિસ્ટ્રક્ટિંગ ફીચર અથવા એક્સપાયરિંગ મેસેજ ફીચરનું જ એક એક્સટેન્શન હશે. યૂઝર્સ પાસે સેલ્ફ-ડિસ્ટ્રક્ટિંગ મેસેજના રૂપમાં ફોટો, વિડિયો અથવા GIF ફાઇલ મોકલવાનો ઑપ્શન મળશે. રિસીવરને જોયા બાદ આ મીડિયા ફાઇલ જાતે જ ગાયબ થઇ જશે. 

ખાસ વાત એ છે કે તેમાં 'ડિલીટ ફૉર એવરીવન' ફીચરની જેમ This media is expired લખેલું આવશે નહીં. આ સમગ્રપણે ગાયબ થઇ જશે. આ ઉપરાંત આ પ્રકારના સેલ્ફ-ડિસ્ટ્રક્ટિંગ મેસેજ સાધારણ મેસેજથી અલગ ફૉર્મેટમાં આવશે, જેથી રિસીવરને પહેલાથી જ સંકેત મળી જશે કે આ ફાઇલ ગાયબ થઇ જશે. 

હાલમાં વૉટ્સએપ આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. શક્ય છે કે યૂઝર્સ સુધી પહોંચવામાં તેમાં કોઇ વધુ ફેરફાર જોવા મળે. આ ઉપરાંત કંપની મલ્ટી-ડિવાઇસ સપોર્ટ ફીચર પર પણ કામ કરી રહી છે. આ મલ્ટી ડિવાઇસ સપોર્ટ ફીચર મારફતે યૂઝર્સ એક જ વૉટ્સએપ એકાઉન્ટને ચાર ડિવાઇસિસમાં ચલાવી શકશે. 

Tags :