વોટ્સએપ પર અદૃશ્ય: તમે એપને ડિલીટ કર્યા વિના પણ વોટ્સએપ પર અદૃશ્ય થઈ શકો છો, આ છે શ્રેષ્ઠ ટ્રિક
Image: Freepik
નવી દિલ્હી,તા. 3 જાન્યુઆરી 2024,બુધવાર
આજના ભાગદોડના સોશિયલ મીડિયામાં તમારા મિત્રો અને પરિવાર સાથે જોડાયેલા રહેવાની શ્રેષ્ઠ રીત WhatsApp છે. પરંતુ જો તમે તમારા Ex BF-GF, બોસ અથવા અમુક ચિત્ર-વિચિત્ર ઝેરી લોકોથી છૂટકારો મેળવવા માંગતા હોવ તો WhatsApp ક્યાંકને ક્યાંક તમને નડતરરૂપ બની શકે છે. જોકે તમે અનિચ્છનીય ચેટ્સથી બચવા માંગતા હોવ તો તમારે તમારા WhatsApp એકાઉન્ટને કેવી રીતે Hide કરવું જોઈએ તે જાણવું આવશ્યક છે. આ પ્રકારની સમસ્યા અને કહીએ તો સમાધાન માટે વોટ્સએપમાં ઘણા પ્રાઈવસી ફીચર્સ આપવામાં આવ્યા છે જેનો ઉપયોગ કરીને તમે Unwanted Chatsથી છુટકારો મેળવી શકો છો.
Last Seen અને Online Status બંધ કરો :
જો તમે દિવસ-રાત વ્યસ્ત રહેતા હોવ અને હંમેશા સમયસર જવાબ આપી શકતા નથી તો તમે તમારૂં લાસ્ટ સીન બંધ કરી શકો છો. આ સંકેત આપશે કે તમે તમારું WhatsApp હજી ખોલ્યું જ નથી. Last Seen માટે, તમે Settings > Privacy > Last seen and online પર જઈને તેને બંધ કરી શકો છો. આ સિવાય તમે લાસ્ટ સીન માટે Nobody સેટ કરવાનું રહેશે.
Read Receipts બંધ કરો :
એકવખત Last Seenની સમસ્યાથી છુટકારો મેળવ્યા બાદ તમારે હવે Read Receipts બંધ કરવી જોઈએ. આ ફીચરની મદદથી તમે બીજાના મેસેજ સરળતાથી વાંચી શકશો અને તેમને ખબર પણ નહીં પડે કે તમે તેમના મેસેજ વાંચી લીધા છે. આમ કરવાથી તમારા પર અન્યને તરત જવાબ આપવાનું દબાણ નહીં રહે. તમે સેટિંગ્સમાં જઈને રીડ રીસિપ્ટ્સને બંધ કરી શકો છો. આ માટે, Privacy પર જઈને Read Receipts બંધ કરો.
દરેક વ્યક્તિને તમારું સ્ટેટસ જોવાથી રોકવા માટે, તમે સ્ટેટસ અપડેટ્સને થોડા સંપર્કો સુધી મર્યાદિત કરી શકો છો. તેની મદદથી તમે તમારું સ્ટેટસ અન્ય લોકોથી હાઇડ કરી શકો છો. આ માટે સ્ટેટસમાં પ્રાઈવેટ ઓડિયન્સ સિલેક્ટ કરો. સ્ટેટસ અપલોડ કરતી વખતે, તમને એક નામની લિસ્ટ આવશે જેમાં તમારે જે લોકોન સ્ટેટસ બતાવવુ છે તેના નામ આગળ સિલેક્ટ કરને Only Share With પર ક્લિક કરો.
હાઇડ પ્રોફાઇલ ફોટો
તમારી પ્રાઇવસીના સંદર્ભમાં WhatsApp ખૂબ જ એક્ટીવ છે. આથી જ તમારી પાસે તમારા પ્રોફાઇલ ફોટોની દૃશ્યતાને ફક્ત તમારા સંપર્કો સુધી મર્યાદિત કરવાનો વિકલ્પ છે. આ માટે Nobody પર સિલેક્ટ કરીને તમારી પ્રાઇવસી રાખી શકો છો. આ માટે, તમારે સેટિંગ્સ > પ્રાઇવસી> પ્રોફાઇલ ફોટો > Nobody પર ક્લિક કરવાનું રહેશે.