Get The App

Whatsappના ખાસ સ્ટીકર ફીચરથી પાઠવો દિવાળીની શુભેચ્છા

Updated: Nov 7th, 2018

GS TEAM

Google News
Google News
Whatsappના ખાસ સ્ટીકર ફીચરથી પાઠવો દિવાળીની શુભેચ્છા 1 - image


દિલ્હી, 7 નવેમ્બર 2018, બુધવાર

Whatsappમાં દિવાળી નિમિત્તે ખાસ સ્ટીકર ઉમેરવામાં આવ્યા છે. આ સ્ટીકર દિવાળી પહેલાથી જ Whatsapp પર લાઈવ કરી દેવામાં આવ્યા હતા. આ ખાસ સ્ટીકરનો ઉપયોગ કરવા માટે તમારે તમારું વોટ્સઅપ માત્ર અપડેટ કરવાનું રહેશે. જો કે આ સ્ટીકર તમને જેને મોકલો તેણે પણ Whatsapp અપડેટ કરેલું હોવું જોઈએ. 

Whatsapp અપડેટ કર્યા પછી સ્માઈલી અને જીઆઈએફની પાસે જ સ્ટીકરનું ફીચર દેખાવા લાગશે. તેમાં તમને અલગ અલગ પ્રકારના સ્ટીકર મળી જશે. જો કે આ સ્ટીકર્સમાંથી  કેટલાક ફ્રી છે અને કેટલાકનો ઉપયોગ કરવા માટે તમારે ચાર્જ ચુકવવો પડશે. Whatsappના આ નવા ફીચરને wastickerapp નામ આપવામાં આવ્યું છે. આ સ્ટીકરને તમે ચેટ સાથે જોડી શકો છો અને તેને મેસેજની જેમ ડીલીટ પણ કરી શકો છો.


Tags :