વ્હોટ્સએપે લોન્ચ કર્યું નવું ફીચર, હવે જરૂરી મેસેજ કરી શકાશે પિન, બસ કરવું પડશે આ કામ
હવે iPhoneમાં મળતું મેસેજ પિન કરવાના ફીચરનો લાભ એનરોઈડ યુઝર્સને પણ મળશે
મેસેજને વ્હોટ્સએપ ચેટમાં 24 કલાક, સાત દિવસ અથવા 30 દિવસ માટે પિન કરી શકાય
How to pin message in WhatsApp? મેટા-માલિકી ધરાવતા વ્હોટ્સએપે ચેટમાં ટેક્સ્ટ, પોલ, ઈમેજ અને ઇમોજી સહિત કોઈપણ મેસેજને પિન કરવા માટે એક નવું ફીચર અપડેટ કર્યું છે. આ ફીચરમાં એક સમયે માત્ર એક ચેટ પિન કરી શકાય છે. આ ફીચર યુઝર્સ માટે રોલ આઉટ શરૂ થઈ ગયું છે. પિન કરેલા મેસેજ સાથે, તમે ગ્રુપ અથવા વ્યક્તિગત ચેટમાં મહત્વપૂર્ણ મેસેજને સરળતાથી હાઈલાઈટ કરી શકો છો.
કયા મેસેજ પિન કરી શકાય છે?
વોટ્સએપે જણાવ્યું છે કે, તમામ પ્રકારના મેસેજ જેમ કે ટેક્સ્ટ, પોલ્સ, ઈમેજીસ, ઈમોજીને પિન કરી શકાય છે અને તે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે. જેના કારણે યુઝર્સનો સમય બચી શકે અને તેઓ સમયસર મેસેજને વધુ સરળતાથી શોધી શકે એટલા માટે આ નવું ફીચર અપડેટ કરવામાં આવ્યું છે.
કઈ રીતે મેસેજ પિન કરી શકાય?
- વોટ્સએપ ઓપન કરીને તમે જે મેસેજ પિન કરવા માંગો છો તે ચેટ ખોલો
- મેસેજને 'પિન' કરવા માટે, મેસેજ પર લોન્ગ પ્રેસ કરો
- પ્રેસ કર્યા પછી, મેનુમાંથી 'Pin' વિકલ્પ પર ક્લિક કરો
- પિન કરેલા મેસેજની ટાઇમલિમીટ પસંદ કરવા માટે એક ઓપ્શન આવશે, જેમાં 24 કલાક, 7 દિવસ અને 30 દિવસ માટે એમ તમે તેને તમારી જરૂરિયાત મુજબ પસંદ કરી શકો છો
જેમાં સાત દિવસ માટે મેસેજ પિન કરવો એ ડિફોલ્ટ વિકલ્પ છે. ગ્રૂપ ચેટમાં માત્ર એડમિન જ નક્કી કરી શકે છે કે ગ્રુપના બધા સભ્યો મેસેજ પિન કરશે કે માત્ર એડમિન જ મેસેજ પિન કરી શકશે. આ ફીચર ટેલિગ્રામ અને iMessage પહેલાથી જ ઉપલબ્ધ છે.
વોટ્સએપનું નવું અપડેટ
આ ઉપરાંત પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને કંપનીએ નવું ફીચર વ્યુ વન્સ વોઈસ મેસેજીસ લોન્ચ કર્યું છે. આ ફીચરમાં વોઈસ નોટને એક જ વાર પ્રિવ્યુ કરી શકાય છે. એટલે કે, જ્યારે તમે વ્યૂ વન્સ પર ક્લિક કરીને અન્યયુઝરને વૉઇસ નોટ મોકલો છો, ત્યારે યુઝર તેને સાંભળે પછી વૉઇસ નોટ ઓટોમેટિક ડીલીટ થઇ જશે. કંપનીનું માનવું છે કે આ યુઝર્સ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તેમને વારંવાર વૉઇસ મેસેજ ડિલીટ કરવાની જરૂર નહીં પડે.