હવે ફેસબુક પર શેર કરો WhatsApp સ્ટેટસ, કરો આ સ્ટેપ ફોલો
અમદાવાદ, તા. 23 સપ્ટેમ્બર 2019, સોમવાર
ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપ પોતાના યુઝર્સ માટે સતત નવા-નવા ફીચર લોન્ચ કરતી રહે છે. વ્હોટ્સએપએ તાજેતરમાં નવું ફીચર લોન્ચ કર્યું છે જેમાં યુઝર્સ વ્હોટ્સએપના સ્ટેટસને ફેસબુક સાથે શેર કરી શકશે.
છેલ્લા ઘણા સમયથી વ્હોટ્સએપ આ ફીચરનું ટેસ્ટીંગ કરી રહ્યું હતું. યુઝર્સ ફેસબુક સ્ટોરીની જેમ વ્હોટ્સએપના સ્ટેટસને શેર કરી શકશે અને આ સ્ટેટ્સ 24 કલાલ સુધી ફેસબુકની વોલ પર ઉપલબ્ધ રહશે.
આવી રીતે Whatsapp Status કરો શેર
1. સૌથી પહેલા વ્હોટ્સએપ ઓપન કરો.
2. સ્ટેટસ પર ક્લિક કરો.
3. ત્યાર બાદ સ્ટેટસ અપડેટને ક્રિએટ કરો.
4. તમારું સ્ટેટસ નવું કે જુનુ છે તે અનુસાર તમને બે વિકલ્પ મળશે.
નવું વ્હોટ્સએપ સ્ટેટસ છે, તો આવી રીતે કરો શેર
1. જો તમારુ સ્ટેટસ નવું છે તો તમે માય સ્ટેટસ પર જઇ શેર-ટુ-ફેસબુક પર ક્લિક કરો.
2. Allow પર ક્લિક કર્યા બાગ ફેસબુકની એપ ઓપન થઇ જશે.
3. હવે ફેસબુકમાં જઇ જેની સાથે તમે સ્ટેટસ શેર કરવા માગો છે તેને સિલેક્ટ કરી શેર નાવ પર ક્લિક કરો.
જુનુ સ્ટેટસ છે તો આવી રીતે કરો શેર
1. જુનુ સ્ટેટસ શેર કરવા માટે તમારે માય સ્ટેટસમાં મોર ઓપ્શન પર ક્લિક કરો.
2. તેમાં તમને ત્રણ ડોટ જોવા મળશે, જેનાથી તમે શેર-ટૂ-ફેસબુક પર ક્લિક કરો.
3. આટલું કર્યા બાદ ફેસબુક એપ ઓપન થઇ જશે.
4. તેમાં જે લોકોની સાથે તમે સ્ટેટસ શેર કરવા માગો છે તેને સિલેક્ટ કરો.
5. સિલેક્ટ કર્યા બાદ શેર નાઉ પર ક્લિક કરો. જેનાથી તમારુ સ્ટેટસ શેર થઇ જશે.
જણાવી દઇએ કે તમારુ વ્હોટ્સએપ સ્ટેટસ 24 કલાક બાદ ડિલિટ થઇ જાય છો, જોકે, હવે તમે તમારુ સ્ટેટસ ફેસબુક સાથે શેર કર્યા બાદ તમને ત્યાં જોવા મળશે. ફેસબુકના યુઝર્સ તમારુ વ્હોટ્સએપ સ્ક્રીનશોટની જેમ જોવા મળશે. જો તમે લિંક વાળા વ્હોટ્સએપ સ્ટેટ્સને ફેસબુક પર શેર કરો છો તમે તમને જોવા નહીં મળે.