Get The App

WhatsApp લાવવા જઈ રહ્યું છે ધમાકેદાર ફીચર! એન્ડ્રોઇડ યુઝર્સને કોલિંગ પર મળશે કંટ્રોલ

Updated: Apr 9th, 2025

GS TEAM

Google News
Google News
Whatsapp New Feature

Whatsapp New Feature: WhatsApp તેના યુઝર માટે સતત નવા અને વધુ સારા ફીચર લાવવાનો પ્રયાસ કરતું રહે છે. એવામાં વધુ એક ધમાકેદાર અપડેટ સામે આવ્યું છે, જે ખાસ કરીને એન્ડ્રોઇડ યુઝર્સ માટે હશે. આ અપડેટ હેઠળ, વોટ્સએપ યુઝરને કોલિંગ અનુભવ પર વધુ નિયંત્રણ મળશે. તેમાં કેટલાક નવા પ્રાઈવસી ફીચર પણ ઉમેરવામાં આવ્યા છે. જે કોલિંગને વધુ સરળ અને સુરક્ષિત બનાવશે.

નવા ફીચરનું ચાલી રહ્યું છે ટેસ્ટીંગ

વોટ્સએપના આ નવા ફીચર્સનું હાલ ટેસ્ટીંગ ચાલી રહ્યું છે અને આ અપડેટ ટૂંક સમયમાં વોટ્સએપના એન્ડ્રોઇડ યુઝર્સ માટે રોલઆઉટ થઈ શકે છે. WABetaInfo અનુસાર, આ ફીચરનો હેતુ યુઝરને કોલ રિસીવ કરતા પહેલા વધુ વિકલ્પો આપવાનો છે. આનો અર્થ એ થયો કે હવે યુઝરને કોલ રિસીવ કરતા પહેલા જ માઈક અને કેમેરાને કંટ્રોલ કરવાની તક મળશે.

કોલ રિસીવ કરતા પહેલા માઇક અને કેમેરાને કરી શકાશે કંટ્રોલ

જો તમને વોઇસ કોલ આવી રહ્યો છે અને તમે તરત જ વાત કરવાની સ્થિતિમાં નથી, તો તમે કોલ રિસીવ કરતા પહેલા તમારા માઇકને મ્યૂટ કરી શકો છો. જેથી તમારી પ્રાઈવસી જળવાઈ રહે અને તમારી પરવાનગી વગર કોઈ તમારો અવાજ સાંભળી ન શકે. 

આ સાથે, વીડિયો કોલિંગ સંબંધિત અન્ય એક ફીચરનું પણ ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. જો તમારો કેમેરા પહેલાથી જ બંધ હોય, તો કોલ સ્ક્રીન પર 'Accept without video' નામનો વિકલ્પ દેખાશે. આમાં, યુઝર્સને કોલ રિસીવ કરતા પહેલા કેમેરા બંધ કરવાનો વિકલ્પ મળશે. જેથી તમે કેમેરા ચાલુ કર્યા વિના કોલ રિસીવ શકો છો અને ફક્ત વોઇસ કોલ પર વાત કરી શકો છો.

લાઇવ ઇમોજી રિએક્શન ફીચર

વોટ્સએપ લાઈવ ઈમોજી રિએક્શન્સ નામના બીજા એક શાનદાર ફીચર પર કામ કરી રહ્યું છે. જેમાં યુઝર વીડિયો કોલિંગ દરમિયાન રીઅલ-ટાઇમમાં ઇમોજી દ્વારા તેમની લાગણીઓ વ્યક્ત કરી શકશે. જેમ કે થમ્બ્સ અપ, લાફિંગ ઇમોજી, હાર્ટ ઇમોજી વગેરે. આ સુવિધાનો ઉપયોગ ખાસ કરીને ગ્રુપ વીડિયો કોલ દરમિયાન કરવામાં આવશે, જેથી તમે લાઇવ ઇમોજી દ્વારા રિએક્શન આપી શકો. 

ટૂંક સમયમાં થઈ શકે છે રોલઆઉટ 

જો કે આ બધી સુવિધાઓ હાલમાં ડેવલોપમેન્ટ સ્ટેજ પર છે, એવી અપેક્ષા છે કે ભવિષ્યમાં તે ગૂગલ પ્લે બીટા પ્રોગ્રામ દ્વારા ટેસ્ટીંગ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો બધું બરાબર રહ્યું, તો આ અપડેટ્સ ટૂંક સમયમાં સામાન્ય યુઝર માટે પણ રોલઆઉટ થઈ શકે છે.

WhatsApp લાવવા જઈ રહ્યું છે ધમાકેદાર ફીચર! એન્ડ્રોઇડ યુઝર્સને કોલિંગ પર મળશે કંટ્રોલ 2 - image