Get The App

વોટ્સએપ દ્વારા બહુ જલદી ફેસબુક જેવો પ્રોફાઇલ કવર ફોટો ફીચર લોન્ચ કરવામાં આવશે, જાણો વિગત…

Updated: Jan 15th, 2026

GS TEAM

Google News
Google News
વોટ્સએપ દ્વારા બહુ જલદી ફેસબુક જેવો પ્રોફાઇલ કવર ફોટો ફીચર લોન્ચ કરવામાં આવશે, જાણો વિગત… 1 - image


AI Image

WhatsApp Cover Photo: વોટ્સએપ હાલમાં એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ એક પ્રોફાઇલ કવર ફોટો છે. ફેસબુક પર જે રીતે કવર ફોટો આવે છે એ જ રીતે હવે વોટ્સએપ પર પણ કવર ફોટો લાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. પ્રોફાઇલમાં અબાઉટ આવે છે એની ઉપર આ કવર ફોટો દેખાશે. એનાથી યુઝર પોતાની પ્રોફાઇલને વધુ પર્સનલાઈઝ કરી શકશે. આ કવર ફોટો દ્વારા યુઝર પોતાની જાતને વધુ સારી રીતે રજૂ કરી શકશે.

બીટા વર્ઝનમાં ચાલી રહ્યું છે ટેસ્ટિંગ

આ ફીચરને હાલમાં આઈફોન અને એન્ડ્રોઇડના બીટા વર્ઝનમાં જોવામાં આવ્યું છે. વોટ્સએપ દ્વારા આ ફીચરને રિલીઝ કરવા પહેલાં ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. સ્ક્રીનશોટમાં જોવા મળી રહ્યું છે કે કવર ફોટોની એકદમ ક્લીન ડિઝાઇન છે જ્યાં પ્રોફાઇલ પેજ પર કવર ફોટો ટોપ પર જોવા મળી રહ્યો છે.

પર્સનલાઈઝેશન સાથે જોવા મળશે પ્રાઈવસી

વોટ્સએપ દ્વારા યુઝર્સ માટે પર્સનલાઈઝ ફીચર લોન્ચ કરવામાં આવી રહ્યું છે. જોકે એ સાથે પ્રાઈવસીને પણ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. આ કવર ફોટોને યુઝર્સ કોને દેખાડી શકશે એ માટેનું કન્ટ્રોલ આપવામાં આવી રહ્યું છે. પ્રોફાઇલ પિક્ચર, સ્ટેટસ અને લાસ્ટ સીન માટે જે ફીચર છે એ હવે કવર ફોટોને પણ આપવામાં આવશે. વોટ્સએપ પર્સનલાઈઝ આપવામાં આવી રહ્યું છે, પરંતુ એની સાથે પ્રાઈવસી સાથે કોઈ બાંધછોડ નહીં થાય.

કેમ આ ફીચરની જરૂર પડી?

વોટ્સએપ દ્વારા આ ફીચર આપવામાં આવી રહ્યું છે કારણ કે એના દ્વારા યુઝર્સ વધુ સોશિયલ અને એક્સપ્રેસિવ બની શકે છે. તેમ જ વોટ્સએપ તેની પ્રોફાઇલને નવી ડિઝાઇન પણ આપી શકે છે. ફેસબુક જેવું ફીચર આપીને વોટ્સએપ હવે યુઝર્સને પોતાની પર્સનાલિટી લોકો સમક્ષ રજૂ કરવા માટે પ્રેરિત કરી રહ્યું છે. પ્રાઈવસીને મહત્ત્વ આપી હવે યુઝર્સ પોતાને વધુ સારી રીતે એક્સપ્રેસ કરી શકે એ કંપનીનો હેતુ છે.

આ પણ વાંચો: એડોબને ટક્કર આપી રહ્યું છે એપલ: લોન્ચ કર્યું નવું ક્રિએટર સ્ટુડિયો, જાણો શું છે અને કોણ ઉપયોગ કરી શકશે…

ક્યારે રિલીઝ કરવામાં આવશે આ ફીચર?

વોટ્સએપ દ્વારા આ ફીચરને રિલીઝ કરવાની તારીખ હજી સુધી જાહેર કરવામાં નથી આવ્યું. જોકે હાલમાં બીટા વર્ઝનમાં હોવાથી એકવાર એ ટેસ્ટિંગ સફળ રહ્યાં બાદ એને રજૂ કરવામાં આવશે. જો ફીચરને ખૂબ જ સારી રીતે રજૂ કરવામાં આવ્યું તો દુનિયાભરમાં આ ફીચર દરેકના જીવનનો એક ભાગ બની જશે.