Get The App

વોટ્સએપ 'ગોલ્ડ' નથી, પણ વોટ્સએપ 'પ્લસ' આવે છે !

Updated: Apr 26th, 2026

GS TEAM

Google News
Google News
વોટ્સએપ 'ગોલ્ડ' નથી, પણ વોટ્સએપ 'પ્લસ' આવે છે ! 1 - image

- ¼khík{kt sçkhsMík ÷kufr«Þ ðkuxTMkyuÃk{kt yLku íkuLkk Lkk{u Auíkh®ÃkzeLkk Mkíkík «ÞkMk ÚkkÞ Au íÞkhu...

અત્યારે આપણે લગભગ બેધડક કહી શકીએ કે ભારતમાં સ્માર્ટફોન ધરાવતા બધા લોકો  વોટ્સએપ પર સક્રિય હશે! સ્માર્ટફોન સસ્તા થવાને કારણે ઓછી આવક ધરાવતા લોકો પણ એ લેવા લાગ્યા છે અને બીજી તરફ મોટી ઉંમરના લોકો પણ ફોનમાં કમ સે કમ વોટ્સએપમાં એક્ટિવ થઈ ગયા છે.

પરંતુ આને કારણે થયું છે એવું કે આ બંને પ્રકારના લોકોને વોટ્સએપ (કે તેના જેવી બીજી કોઈ પણ વેબ સર્વિસ)નાં જમા-ઉધાર પાસાંની બહુ  સમજ ન હોય અને એનો લાભ ઉઠાવે લેભાગુ લોકો.

વોટ્સએપના કિસ્સામાં આવું વારંવાર બને છે અને હવે કંપની પોતે ગૂંચવણ વધારી રહી છે!

‘Lkðkt Ve[Mko’ MkkÚku ðkuxTMkyuÃk Ã÷Mk - ík{khu sYh ¾he?

આપણા દેશમાં વોટ્સએપ એપની લોકપ્રિયતાની હજી શરૂઆત થઈ હતી એ સમયે છેતરપિંડી કરનારા લોકો વોટ્સએપ વિશે લોકોમાં જાગેલી જિજ્ઞાસા અને અધકચરી જાણકારી એ બંનેનો લાભ લેવા મેદાને પડ્યા હતા.

એ સમયે ઓફિશિયલ વોટ્સએપમાં મળતી સુવિધાઓ કરતાં ‘વધુ સુવિધાઓ’ જોઇતી હોય તો ‘વોટ્સએપ ગોલ્ડ’, ‘વોટ્સએપ સિલ્વર’ કે ‘વોટ્સએપ પિંક’ જેવી વોટ્સએપની ‘સ્પેશિયલ’ એપ ડાઉનલોડ કરવા લોકોને લલચાવવામાં આવતા હતા.

ત્યારે કહેવામાં આવતું કે સાદી વોટ્સએપ એપ કરતાં આવી ગોલ્ડ કે સિલ્વર એપમાં વીડિયો કોલિંગ, વધારાની સલામતી કે વધુ ઇમોજિસ જેવી ખાસ સવલતો મળી શકે છે. હકીકતમાં આ તદ્દન બનાવટ હતી.

વોટ્સએપ એપ ફક્ત એક જ ઓફિશિયલ, સ્ટાન્ડર્ડ એપ તરીકે ઉપલબ્ધ હતી. તેના કોઈ ગોલ્ડ, સિલ્વર, પિંક કે અન્ય વર્ઝન હતાં નહીં. લોકો આવી સ્પેશિયલ એપ ઇન્સ્ટોલ કરવા ભરમાઈ જાય તો તેમની સંવેદનશીલ માહિતી જોખમાઈ જાય.

એ પછી તો લોકોમાં પ્રમાણમાં ઠીક ઠીક સજાગતા આવી. આપણે સૌ એક જ ઓફિશિયલ વોટ્સએપ એપનો ઉપયોગ કરવા લાગ્યા. તેમ છતાં વોટ્સએપની પ્રચંડ લોકપ્રિયતા ધ્યાને રાખીને તેના પર અથવા તેના નામે લોકોને છેતરવાનો ધંધો પૂરજોશમાં ચાલુ રહ્યો છે.

કંપનીએ પોતે જ ‘સ્પેશિયલ’ એપ આપી

 વોટ્સએપની માલિક મેટા કંપનીએ પોતે વોટ્સએપનું ખરેખર એક સ્પેશિયલ વર્ઝન આવી રહ્યું હોવાની જાહેરાત કરી છે. વોટ્સએપનું આ પેઇડ વર્ઝન રહેશે અને તેને નામ આપવામાં આવ્યું છે ‘વોટ્સએપ પ્લસ’. એ માટે નવી કોઈ એપ ડાઉનલોડ કરવાની નથી, હાલની વોટ્સએપમાંથી જ રૂપિયા ભરવાના થશે.

એ ખાસ ધ્યાને રાખવા જેવું છે કે તમને હાલની વોટ્સએપ એપના ઉપયોગથી સંતોષ હોય તો આ પ્રીમિયમ પેઇડ વર્ઝન માટે રૂપિયા ભરવાની જવાની કોઈ જરૂર નથી. તેમાં મોટા ભાગે ફક્ત વોટ્સએપ એપનો દેખાવ બદલી શકવાની સુવિધા મળશે. જો તમે વોટ્સએપ પ્લસનું મહિને અંદાજે રૂ.૩૦૦ જેટલું સબસ્ક્રિપ્શન ભરો તો કેટલાંક વધારાનાં પ્રીમિયમ ફીચર્સ મળે છે. જેમ કે...

સ્પેશિયલ ઇફેક્ટ્સ સાથેનાં પ્રીમિયમ સ્ટીકર્સ મોકલી શકાય.

વોટ્સએપનો દેખાવ બદલવા ખાસ થીમ્સ અને આઇકન્સનો ઉપયોગ કરી શકાય.

વોટ્સએપમાં તમારા સૌથી મહત્ત્વના કોન્ટેક્ટ્સ માટે અલગ અલગ રિંગટોન સેટ કરી શકાય.

હા, ‘પ્લસ’માં એક સુવિધા ખરેખ ઉપયોગી થઈ શકે - આપણે માટે મહત્ત્વના મેસેજને હાલમાં પિન કરી શકાય છે, જેથી તે ચેટ પેજ પર મથાળે ટકી રહે. સાદા વોટ્સએપમાં આ પ્રકારે વધુમાં વધુ ૩ મેસેજ પિન કરી શકાય છે, જ્યારે વોટ્સએપ પ્લસમાં વધુમાં વધુ ૨૦ ચેટ પિન કરી શકાશે.

આ સૌથી મોટો ફાયદો છે!

તમે જોશો તેમ આપણી હાલની વોટ્સએપ એપ અને પેઇડ પ્રીમિયમ વોટ્સએપ પ્લસ વચ્ચે ખાસ મોટો કોઈ તફાવત નથી. એ પણ યાદ રાખવા જેવું છે કે તમે વોટ્સએપ પ્લસનું સબસ્ક્રિપ્શન ભરો તો તેને કેન્સલ ન કરો ત્યાં સુધી તે આપોઆપ રિન્યૂ થતું જશે!

ðkuxTMkyuÃkLke çkLkkðxe yuÃMkÚke [uíkòu!

હજી આપણે સૌ સ્માર્ટફોનના સ્માર્ટ યૂઝર બનવાની મથામણ કરી રહ્યા છીએ ત્યાં સ્માર્ટફોનનો ગેરલાભ લેનારા લોકો એટલા સ્માર્ટ બની ગયા છે કે એ ગૂગલ જેવી મહાકાય અને સ્માર્ટ ટેક્નોલોજીની જન્મદાતા જેવી કંપનીને પણ ઊંઠાં ભણાવી શકે છે!

તમારી પાસે સ્માર્ટફોન હોય તો તમે વોટ્સએપનો ઉપયોગ કરતા જ હશો, એટલે આગળની વાત ધ્યાનપૂર્વક વાંચજો!

થોડા સમય પહેલાં ગૂગલના ધ્યાનમાં આવ્યું કે તેના પ્લે સ્ટોરમાં અત્યંત લોકપ્રિય વોટ્સએપના નામે એક ફેક – બિલકુલ બનાવટી - એપ ઘૂસી ગઈ છે. ગૂગલે એ એપને પ્લે સ્ટોરમાંથી દૂર કરી અને તેના ડેવલપર પર વધુ કોઈ એપ રજૂ કરવા સામે પ્રતિબંધ મૂકી દીધો, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. આ બનાવટી એપ દસ લાખથી વધુ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા હતા!

બનાવટ કઈ રીતે કરવામાં આવી?

બાજુના સ્ક્રીનશોટ જોશો તેમ, આ એપ પહેલી નજરે, કોઈ રીતે બનાવટી લાવે તેવી નહોતી. બધે વોટ્સએપનો, સૌનો જાણીતો લોગો પણ હતો. એપને બીજા યૂઝર્સ તરફથી ચાર સ્ટાર મળેલા હતા અને સંખ્યાબંધ લોકોએ તેનાં વખાણ કરતા રીવ્યૂ પણ લખ્યા હતા. એપનું નામ હતું – ‘અપડેટ વોટ્સએપ મેસેન્જર’. તેના ડેવલપર તરીકે વોટ્સએપનું જ નામ હતું.

એપના આ નામમાં ગરબડ હતી, જેના તરફ, ઇન્ટરનેટનો પૂરતો અનુભવ ન ધરાવતા લોકોનું ધ્યાન જાય એવી શક્યતા નહોતી.

આપણે પોતાના ફોનમાં વોટ્સએપ જેવી કોઈ પણ એપ ઇન્સ્ટોલ કર્યા પછી, એપના ડેવલપરે તેમાં કોઈ નવી સુવિધાઓ ઉમેરી હોય તો તેનો લાભ લેવા માટે આપણે એ એપના નવા વર્ઝનથી પોતાના ફોનમાંની એપને અપડેટ કરવી પડે.

પરંતુ, જો તમારા ફોનમાં વોટ્સએપ એપ હોય તો તેને અપડેટ કરવા માટે તમારે નવી કોઈ એપ ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી. એવું લાગે છે કે ઘણા લોકોને આ સાદી વાતની જાણકારી ન હોવાનો હેકર્સે લાભ લીધો, કેમ કે વોટ્સએપ ‘અપડેટ’ કરી આપતી નવી એપ દસેક લાખ લોકોએ ડાઉનલોડ કરી!

જો તમે સ્માર્ટફોનના સ્માર્ટ યૂઝર હો તો તમે જાણતા જ હો કે એપને અપડેટ કરવા માટે આપણે નવી કોઈ એપ ફોનમાં ઇન્સ્ટોલ કરવી ન પડે, આપણાં સેટિંગ્સ અનુસાર કાં તો એપ આપોઆપ ડેવલપ થાય અથવા આપણે પોતે પ્લે સ્ટોરમાં જઈ, વોટ્સએપ સર્ચ કરીએ એટલે તેને અપડેટ કરવાનો વિકલ્પ મળે.

પરંતુ દુ:ખદ હકીકત એ છે કે સ્માર્ટફોનના બધા યૂઝર સ્માર્ટ હોતા નથી. પરિણામે, આ બનાવટી એપ દસ લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી. ગૂગલની આંખ પણ મોડી મોડી ખુલી!

ykðe çkLkkðxÚke fkuLku, fuðwt LkwõMkkLk ÚkkÞ Au?

આ વાત બરાબર સમજવા જેવી છે. બે-ચાર વર્ષ પહેલાં આવી કોઈ બનાવટી એપ બનાવવામાં આવતી ત્યારે તેના ડેવલપર્સનો ઇરાદો મોટા ભાગે આપણા સ્માર્ટફોન પર કબજો જમાવીને તેમાંની માહિતી, ખાસ કરીને આપણા યૂઝરનેમ, પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ વગેરેની વિગતો ચોરવાનો રહેતો હતો. ઘણી એપ પ્રીમિયમ ચાર્જવાળી એસએમએસ સર્વિસમાં મેસેજ મોકલવા માંડે છે. આ માટે એવી બનાવટી આપણી પાસે કેટલીય જાતની પરમિશન્સ માગવી પડતી હતી.

હવે આવી બનાવટી એપ્સના ડેવલપર્સ બહુ મોટી લાલચ રાખવાના બદલે, નજીવી પરમિશન્સ માગીને ટૂંકા સમયમાં આપણા ભોગે થાય એટલી કમાણી કરી લેવાનો રસ્તો અપનાવવા લાગ્યા છે.

વોટ્સએપની બનાવટી એપના ડેવલપર્સે એવું જ કર્યું.

જે લોકો પોતાની વોટ્સએપ એપ અપડેટ કરવા માટે આ એપ ઇન્સ્ટોલ કરે, તેમના ફોનના હોમ સ્ક્રીન પર, એક બ્લેન્ક એપ આઇકોન તરીકે સ્થાન જમાવી દે. આ એપ આપણા ખાનગી ડેટામાં ખાંખાંખોળાં નહોતી કરતી, ફક્ત, આપણે જ્યારે ફોનમાંની બીજી જુદી જુદી એપ જોઈએ ત્યારે તેમાં પેલી બનાવટી એપ, સાચુકલી જાહેરાત બતાવતી હતી.

મોબાઇલમાં, આપણે કોઈ એપ ડેવલપ કરીએ અને તેમાં ગૂગલ જેવી કંપનીને વિવિધ જાહેરાતો બતાવવાની છૂટ મળતી હોય, તો જ્યારે આપણી એપમાં જાહેરાત બતાવવામાં આવે, ત્યારે ગૂગલ તેની કમાણીમાંથી આપણને એ એપના ડેવલપર તરીકે અમુક ભાગ આપે.

વોટ્સએપની આ બનાવટી એપ આ રીતે આપણા મોબાઇલમાં વિવિધ જાહેરાત બતાવીને ગૂગલ જેવી કંપની પાસેથી કમાણી કરતી હતી. દસ લાખ જેટલા મોબાઇલમાં બતાવાતી જાહેરાતની કમાણી કેટલી મોટી થાય એ વિચારી જુઓ!

નુકસાન ગૂગલનું નહીં, આપણું છે!

આવી બનાવટી એપથી આપણને પહેલું નુક્સાન એ છે કે ફોનના ઉપયોગ સમયે આપણે જોવી પડતી જાહેરાતોનું પ્રમાણ અચાનક વધી જાય.

સ્માર્ટફોનમાં મોટા ભાગની એપમાં હવે જાહેરાતોનું પ્રમાણ વધી જ રહ્યું છે, તેમાં આ પ્રકારે વધુ એક એપ, આપણી ઇચ્છા વિરુદ્ધ, આપણા ફોનમાં ઉમેરાઇ જાય અને તે, ફરી આપણી ઇચ્છા વિરુદ્ધ, જાહેરાતો જ બતાવ્યા કરે અને આપણને એનું કારણ પણ ન સમજાય તો?

ભૂલે ચૂકે આપણે આમાંની કોઈ જાહેરાત પર ક્લિક કર્યું હોય તો એ એ જાહેરાત બતાવનાર એટવર્ટાઇઝિંગ નેટવર્કના ચોપડે તે વાત ચઢી જાય અને એ જાહેરાત પછી આપણને ઇન્ટરનેટ પર ઠેકઠેકાણે દેખાવા લાગે એ વધુ એક ઉપાધિ!

 

yk çktLku M¢eLkþkux{kt íkVkðík Ãkkh¾e þfku?

આ સાથેના બંને સ્ક્રીનશોટ્સમાં તમને બહુ નજીવા ફેરફાર દેખાશે. પહેલો સ્ક્રીનશોટ, પ્લે સ્ટોરમાં બનાવટી એપના પેજનો છે અને પછીનો સ્ક્રીનશોટ અસલી એપના પેજનો છે. બનાવટી એપનું નામ જ જુદું છે, પણ બિનઅનુભવી લોકો તેને વોટ્સએપ અપડેટ કરવા માટે જરૂરી સમજી બેસે.

એપ ડેવલપર કંપની તરીકે બંને પેજ પર WhatsApp Inc. જ લખેલું છે એ ખાસ જુઓ. બનાવટ કરનારી કંપની, વોટ્સએપની સાચી કંપનીના એકાઉન્ટ વિના વોટ્સએપની કંપનીનું નામ લખી જ ન શકે, પણ બનાવટી એપ ડેવલપર્સે, હવે ઇન્ટરનેટ પર બહુ મોટું જોખમ ઊભું કરી રહેલી એક એવી તરકીબ અજમાવી કે ગૂગલ કંપનીના સોફ્ટવેર પણ આ બનાવટ પારખી ન શક્યાં. આ તરકીબમાં મૂળ ઇંગ્લિશને બદલે અન્ય ભાષાનાં કેરેક્ટરનો ઉપયોગ થાય છે, જે દેખાવમાં ઇંગ્લિશ કેરેક્ટર જેવાં જ લાગે. એટલે જ, એક અબજથી વધુ વાર ડાઉનલોડ થયેલી અસલી એપની આ બનાવટ પણ ૧૦ લાખના આંકને પહોંચી ગઈ.

ટૂંકમાં, જેમ આપણે પરિવારના સ્વજનોને વોટ્સએપનો ઉપયોગ કરતાં શીખવીએ છીએ એ જ રીતે, કેટલીક નાની નાની વાતો પણ એમને ખાસ જણાવવા જેવી છે.

જેમ કે... વોટ્સએપમાં આવે તે બધું જ સાચું નથી હોતું, કોઈ જાણીતી વ્યક્તિએ મોકલેલી લિંક પર પણ આંખ મીંચીને ભરોસો ન કરવો, વોટ્સએપનાં બે જ વર્ઝન છે – રેગ્યુલર વોટ્સએપ અને વોટ્સએપ ફોર બિઝનેસ. એ સિવાય વોટ્સએપ ગોલ્ડ, વોટ્સએપ સિલ્વર વગેરે કોઈ વર્ઝન નથી. ‘‘તમે ઓછામાં ઓછા ૧૦ વ્યક્તિને મેસેજ ફોરવર્ડ કરીને એક્ટિવ નહીં રહો તો તમારે માટે વોટ્સએપ સર્વિસ પેઇડ થઈ જશે’’ એવી વાતો પણ માનવાની કોઈ જરૂર નથી...! ખાસ તો, આવા મેસેજ ફોરવર્ડ કરીને તેનો વ્યાપ વધારવો નહીં.

વોટ્સએપ ફેક મેસેજ સનો સામનો કરવા નવી નવી સિસ્ટમ્સ વિકસાવી રહી છે, પણ એ પહેલાં, આપણે પોતે આવા મેસેજને ફોરવર્ડ ન કરીએ, એટલું તો કરી શકીએને?

yuÃk zkWLk÷kuz fhíke ð¾íku þwt æÞkLk hk¾ðwt?

અત્યારે આપણે ગૂગલ પ્લે સ્ટોરમાં કોઈ ખાસ એપ સર્ચ કરીએ ત્યારે સ્ક્રીન પર ઉપરના ભાગે, આપણે સર્ચ કરેલી એપને સંબંધિત બીજી કોઈ એપની જાહેરાત દેખાય છે, આપણે સર્ચ કરેલી એપ બીજા ક્રમે જોવા મળે છે. ઘણી વાર એવું પણ બને કે બંને એપમાં લગભગ એક સરખા લોગો અે ડેવલપરનાં નામ પણ એક સરખાં જોવા મળે. પરિણામે આપણે ખરેખર જેની જરૂર હોય તેને બદલે બીજી કોઈ ભળતી જ એપ ડાઉનલોડ કરી બેસીએ!

એપલના એપ સ્ટોર કે ગૂગલ પ્લે સ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરતી વખતે આપણે આવી ઘણી વાતોનું ધ્યાન રાખવું પડે છે. કોઈ ખોટી એપ આપણા ફોનમાં ઘૂસી ન જાય એ માટે...

ફોનમાં શક્ય એટલી ઓછી એપ્સ ઇન્સ્ટોલ કરવી સારી.

બને ત્યાં સુધી વારંવાર સંભળાતી, જાણીતી કંપનીની એપ્સ જ ડાઉનલોડ કરવી.

પ્લે સ્ટોરના પેજ પર એક સરખા લોગોવાળી એકથી વધુ એપ્સ જોવા મળે તો ખાસ ચેતી જવું.

ડાઉનલોડ કરતી વખતે બીજા કેટલા લોકોએ તે ડાઉનલોડ કરી છે, બીજા લોકોએ કેવા રિવ્યૂ આપ્યા છે, એ જ કંપનીની બીજી કઈ અને કેવી એપ્સ છે વગેરે પણ તપાસવી જોઈએ.

વોટ્સએપની બનાવટી એપના કિસ્સામાં, કંપનીનું નામ એકસરખું હતું, ડાઉનલોડ સંખ્યા દસ લાખ જેટલી ઊંચી હતી, રિવ્યૂ પણ ઘણા હતા… આમ ફક્ત આ બધી વિગતો તપાસીએ એ પણ પૂરતું નથી, વધુ સજાગ રહેવું પડશે.

એપના પેજ પર, એપ ડેવલપરની વેબસાઇટ આપી હોય તો તે પણ તપાસો.

આ કિસ્સામાં જોયું તેમ પ્લે સ્ટોર પણ સંપૂર્ણ સુરક્ષિત નથી, તેમ છતાં, તેના સિવાય કોઈ પણ વેબસાઇટ કે સોશિયલ મીડિયામાં આવેલી લિંક પર ક્લિક કરીને કોઈ એપને ઇન્સ્ટોલ કરવાનો પ્રયાસ કરશો નહીં.