WhatsApp લાવશે નવું અપડેટ, હવે જાણો કેટલો દિવસ જોઈ શકશે સ્ટેટસ
WhatsApp સ્ટેટસનું ફીચરના બીટા વર્ઝનમાં સ્ટેટસ અપડેટ માટે હવે 4 વિકલ્પ મળશે
WhatsApp Status Feature: વોટ્સએપ સૌથી લોકપ્રિય ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. દુનિયામાં આ એપ વાપરનારા લોકોની સંખ્યા 2 અરબથી વધુ છે. જેથી વોટ્સએપ તેના યુઝર્સ માટે નવા નવા ફીચર્સ લોન્ચ કરતુ રહે છે. હાલમાં એક રીપોર્ટમાં જાણવા મળ્યું છે કે હવે વોટ્સએપ પર શેર કરવામાં આવેલ સ્ટેટસ 24 કલાક પછી પણ જોઈ શકાશે.
24 કલાકથી વધુ સમય માટે રાખી શકાશે લાઈવ
અત્યારે સુધી વોટ્સએપ પર સ્ટેટસ શેર કાર્ય બાદ 24 કલાક સુધી જ સ્ટેટસ રહેતું હતું. પરંતુ હવે WABetaInfoની એક રીપોર્ટ અનુસાર કંપની એક એવા ફીચર પર કામ કરી રહી છે જેમાં યુઝર્સને 2 અઠવાડિયા સુધી પોતાનું સ્ટેટસ લાઈવ રાખવાની મંજુરી આપે છે. સાથે આ ફીચરમાં તમે તમારા જુના સ્ટેટસને લાઈવ રાખવાનું ટાઈમિંગ પણ સેટ કરી શકો છો.
નવા અપડેટમાં મળશે આ ઓપ્શન્સ
વોટ્સઅપના સ્ટેટસ ફીચરના બીટા વર્ઝન 2.23.20.12 આવ્યું છે. જેમાં વોટ્સએપ યુઝરને સ્ટેટસ અપડેટ કરવા માટે 4 વિકલ્પ મળે છે. જો તમે વોટ્સએપમાં સ્ટેટસ અપડેટ કરો છો તો તમારું સ્ટેટસ લાઈવ રાખવા માટે તમને 24 કલાક, 3 દિવસ, 1 અઠવાડિયું અને 2 અઠવાડિયાનો સમય મળે છે. આમાંથી કોઈ પણ વિકલ્પને સિલેક્ટ કરીને વોટ્સએપ સ્ટેટસ શેર કરી શકો છો.
વોટ્સએપમાં જોવા મળશે આવા ફેરફાર
WABetaInfoની એક રીપોર્ટ અનુસાર, વોટ્સએપ તેના એન્ડ્રોઇડ યુઝર્સ માટે ચેટ ઇન્ટરફેઝને ફરી ડીઝાઇન કરી રહ્યું છે. જેમાં એપના કલરમાં અને આઇકનમાં પણ ફેરફાર જોવા મળશે. આ સાથે વોટ્સએપ Apple iPad યુઝર્સ માટે ios એપની સુસંગતતાનું વોટ્સએપનું ટેસ્ટ પણ કરી રહ્યું છે. જે તાજેતરમાં iPad માટે બીટા વર્ઝન પર ટેસ્ટ દરમિયાન જોવા મળ્યું હતું. વોટ્સએપમાં આ ફેરફારો બાદ આ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપમાં ઘણો બદલાવ આવશે, જેમાં તમે તમારી જરૂરિયાત મુજબ સ્ટેટસ અપડેટ કરી શકશો. તેમજ વોટ્સએપના કલર અને ઈન્ટરફેસમાં ફેરફારને કારણે આ એપ પહેલા કરતા વધુ સારી દેખાશે.