મોબાઈલ નંબર વગર બનાવી શકશો WhatsApp Channel? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
નવી મુંબઇ,તા. 16 સપ્ટેમ્બર 2023, શનિવાર
WhatsAppએ એક નવું ફીચર રજૂ કર્યું છે, જેને તે લગભગ 150 દેશોમાં રજૂ કરવામાં આવ્યું છે. જેને WhatsApp ચેનલ ફીચર આપવામાં આવ્યું છે. WhatsApp અપડેટમાં WhatsApp ચેનલ ફીચર આપવામાં આવ્યું છે. WhatsApp ચેનલ પર, યુઝર્સ તેમના મનપસંદ લોકો સાથે જોડાઈ શકશે અને દરેક અપડેટ મેળવી શકશે. આ માટે તમારે તમારી મનપસંદ ચેનલને ફોલો કરવાની રહેશે. વોટ્સએપ ચેનલ વન-વે બ્રોડકાસ્ટ ચેનલ છે.
આ એક ઓપન ફોર ઓલ ચેનલ છે. મતલબ કે કોઈપણ વ્યક્તિ WhatsApp ચેનલ બનાવી શકશે. ઉપરાંત, જો તમે WhatsApp ચેનલ પર કંઈક પોસ્ટ કરો છો, તો તમે તેને 30 દિવસની અંદર બદલી શકશો. આ પછી, WhatsApp મેસેજ ઓટોમેટિક ડિલેટ કરી શકશો. યુઝર્સ વોટ્સએપ ચેનલની પોસ્ટ અને મેસેજ પર ઈમોજી સાથે રિએક્ટ કરી શકશે.
પ્રાઇવસી
ખાસ વાત એ છેકે, તમે મોબાઇલ નંબર વિના WhatsApp ચેનલ બનાવી શકશો.એટલે કે,વોટ્સએપ ચેનલ બનાવવા માટે યુઝર્સને મોબાઈલ નંબરની જરૂર નહીં પડે. મતલબ કે, તેનો નંબર કોઈને દેખાશે નહીં.
WhatsApp ચેનલ કેવી રીતે બનાવવી?
- સૌથી પહેલા તમારે WhatsApp અપડેટ કરવાનું રહેશે.
- આ પછી તમારે અપડેટ્સ ટેબ પર ટેપ કરવાનું રહેશે.
- તમે ચેનલ્સ વિકલ્પ જોશો, તેની સામે + આઇકન પર ટેપ કરો.
- ફાઇન્ડ ટેનલ અને ન્યુ ચેનલ દેખાશે.
- આમાં તમારે ન્યૂ ચેનલ ઓપ્શન પર ટેપ કરવાનું રહેશે.
- આ પછી એક નવું પેજ ખુલશે, જેમાં તમારે Continue નું ઓપ્શન પર ટેપ કરવાનું રહેશે.
- જે બાદ ચેનલનું નામ અને ડિટેલ નાખીને પ્રોફાઇલ ફોટો અપલોડ કરો.
- આ પછી Create Channel ટેપ કરો.