Get The App

વોટ્સએપમાં મીડિયા મેનેજમેન્ટ માટે આવે છે નવી સગવડ

Updated: Nov 19th, 2025

GS TEAM

Google News
Google News
વોટ્સએપમાં મીડિયા મેનેજમેન્ટ માટે આવે છે નવી સગવડ 1 - image


અત્યારે એવી સ્થિતિ છે કે આપણી વોટ્સએપ એપમાં નજીકના સમયમાં કોઈ ફોટો કે વીડિયો કે કોઈ ડોક્યુમેન્ટ આવેલ હોય અને તે આપણે ફરીથી જોવું હોય તો આપણને યાદ હોવું જોઇએ કે તે કઈ વ્યક્તિએ મોકલેલ છે કે ક્યા ગ્રૂપમાં આવેલ છે. મતલબ કે આપણે જે તે વ્યક્તિ કે ગ્રૂપની ચેટમાં જઇને કે મીડિયા ફાઇલ શોધવા જવું પડે.

બીજા ઉપાય તરીકે આપણા ફોનમાંની ફાઇલ મેનેજર એપમાં જઇને તેને શોધવાની મહેનત કરવી પડે. પરંતુ અહીં ડાઉનલોડેડ ફાઇલ્સ, ઇમેજિસ, વીડિયો, ડોક્યુમેન્ટ વગેરે અલગ અલગ ફોલ્ડરમાં જોવા મળે.

હવે વોટ્સએપ પોતે એક સેન્ટ્રલાઇઝ્ડ ‘મીડિયા હબ’ લાવવાની તૈયારીમાં છે. આથી આપણે કોઈ ચોક્કસ મીડિયા ફાઇલ શોધવા માટે જુદી જુદી વ્યક્તિગત ચેટ્સ કે ગ્રૂપ ચેટ્સ ફંફોસવી પડશે નહીં. સેન્ટ્રલાઇઝ્ડ મીડિયા હબમાં જઇને નજીકના સમયમાં અલગ અલગ વ્યક્તિગત ચેટ કે ગ્રૂપ ચેટ્સમાં આવેલી બધી મીડિયા ફાઇલ્સ એક સાથે જોઈ શકાશે.

આવા સેન્ટ્રલાઇઝ્ડ મીડિયા હબની ઉપયોગિતા વધારવા માટે તેમાં મીડિયા ફાઇલ્સને મેનેજ કરવાની સુવિધાઓ પણ આપવામાં આવશે. આપણે સૌથી ભારેથી સૌથી હળવી ફાઇલ્સ એવા ક્રમમાં બધી મીડિયા ફાઇલ્સને સોર્ટ કરી શકીશું. એ જ રીતે ફાઇલ્સને તારીખ કે સમય અનુસાર, સૌથી નવીથી સૌથી જૂની કે સૌથી જૂનીથી સૌથી નવી એવા ક્રમમાં પણ ગોઠવી શકાશે. મીડિયા ફાઇલ્સને આપણે તેની સાથે કોઈ કેપ્શન હોય તો તેની ટેકસ્ટ કે તે જે તારીખે મોકલવામાં આવેલ હોય તે તારીખથી સર્ચ પણ કરી શકીશું. વોટ્સએપમાં આવું ફીચર આવી રહ્યું હોવાનું સૌથી પહેલી વાર આ વર્ષે મે મહિનામાં પ્રકાશમાં આવ્યું હતું. હવે તે કેટલાક બીટા યૂઝર્સને ઉપલબ્ધ થવા લાગ્યું છે અને નજીકના સમયમાં તમામ યૂઝર્સને ઉપલબ્ધ થવા લાગે તેવી શક્યતા છે.  

Tags :