Get The App

વોટ્સએપ-ફેસબુક-ઇન્સ્ટાગ્રામ હજી વધુ નજીક આવે છે

Updated: Aug 3rd, 2025

GS TEAM

Google News
Google News
વોટ્સએપ-ફેસબુક-ઇન્સ્ટાગ્રામ હજી વધુ નજીક આવે છે 1 - image


ટૂંક સમયમાં વોટ્સએપ પર આપણે પોતાના પ્રોફાઇલ ફોટો તરીકે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પરથી ફોટો ઇમ્પોર્ટ કરી શકીશું.

અત્યારે આપણે વોટ્સએપ પર નવો પ્રોફાઇલ ફોટો અપલોડ કરવો હોય તો એ માટે આપણે વોટ્સએપમાં પ્રોફાઇલમાં ગયા પછી એડિટ પિકચર પર ક્લિક કરવું પડે.

એ સમયે ફોનના કેમેરાથી નવી સેલ્ફી લઇને અપલોડ કરી શકાય અથવા ફોનની ગેલેરીમાંથી કોઈ ફોટો અપલોડ કરી શકાય કે પછી એઆઇની મદદથી ઇમેજ ક્રિએટ કરી શકાય. પરંતુ હવે આપણે આ બધા વિકલ્પો ઉપરાંત પોતાના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી પણ પ્રોફાઇલ ફોટોગ્રાફ ઇમ્પોર્ટ કરી શકીશું.

અત્યારે આ ફીચર ઓપ્શનલ છે અને લોકો ઇચ્છે તો જ તેને ઓન કરીને તેનો લાભ લઈ શકે છે. આ રીતે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પરથી પ્રોફાઇલ પિકચર ઇમ્પોર્ટ કરવા માટે આપણે પોતાના વોટ્સએપ એકાઉન્ટને મેટાના એકાઉન્ટ્સ સેન્ટરની મદદથી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સાથે કનેક્ટ પણ કર્યું હોવું જરૂરી છે.

એમ કર્યું હોય તો વોટ્સએપના પોતાના પ્રોફાઇલમાં આપણે ઇન્સ્ટાગ્રામની લિંક્સ પણ મૂકી શકીએ છીએ. આમ જુઓ તો આ બધી નાની સગવડ છે, પણ મેટા કંપની પોતાનાં સૌથી પોપ્યુલર ત્રણેય પ્લેટફોર્મ - ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ - ને એકમેકની વધુમાં વધુ નજીક લાવી રહી છે તેનું આ વધુ કેટલાંક ઉદાહરણ છે.

Tags :