WhatsApp પર ટૂંક સમયમાં આવી રહ્યું છે નવું ફીચર, દરેક જગ્યાએ ચેટ્સ લૉક થઈ જશે!

વ્હોટ્સએપના લિંક્ડ ડિવાઇસ ફીચરનો ઉપયોગ કરનાર માટે સારા સમાચાર

Updated: Feb 13th, 2024


Google NewsGoogle News
WhatsApp પર ટૂંક સમયમાં આવી રહ્યું છે નવું ફીચર, દરેક જગ્યાએ ચેટ્સ લૉક થઈ જશે! 1 - image


New Features 2024: આજના ભાગદોડના સોશિયલ મીડિયામાં તમારા મિત્રો અને પરિવાર સાથે જોડાયેલા રહેવાની શ્રેષ્ઠ રીત વ્હોટ્સએપ છે. તેમજ વ્હોટ્સએપ પોતાના યૂઝર્સ માટે સતત નવા ફીચર્સ રજૂ કરતુ રહે છે, જેનાથી યૂઝર્સનો આ મેસેજિંગ પ્લેટફોર્મથી લગાવ જળવાઈ રહે છે. તેમજ આ નવા ફીચર્સ યુઝરને સારા એક્સપીરિયન્સને શ્રેષ્ઠ બનાવે છે. તાજેતરમાં જ કંપનીએ લૉક સ્ક્રીનથી જ સ્પામ મેસેજને બ્લોક કરવાનું ફીચર ઉમેર્યું છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપની ટૂંક સમયમાં એક નવું અપડેટ બહાર પાડશે જે યુઝરને તેમની ચેટ્સને લિંક કરેલ ડિવાઈસ પર સુરક્ષિત રાખવામાં મદદ કરશે.

લિંક ડિવાઈસ ફીચર 

પહેલા એક કરતા વધુ ડિવાઈસ પર વ્હોટ્સએપ યુઝ કરવામાં ઘણી મુશ્કેલીઓ થતી. પરંતુ આ નવા ફીચરે આ પ્રક્રિયા સરળ બનાવી છે. જે યુઝરને એકથી વધુ પ્લેટફોર્મ પર સરળતાથી મેસેજ વાંચવા અને રિપ્લે કરવા સરળ બનાવે છે. 

દરેક ડિવાઈસમાં ચેટ લોક થશે 

જ્યારે યુઝર એક ડિવાઈસ પર ચેટને લૉક કરે છે, ત્યારે તે વેબ, વિન્ડોઝ અને Mac OS પ્લેટફોર્મ સહિત તમામ લિંક કરેલ ડિવાઈસ પર લૉક થઈ જશે. લિંક કરેલ ડિવાઈસમાંથી લૉક કરેલ ચેટ્સને ઍક્સેસ કરવા માટે, યુઝરેએ પાસવર્ડ નાખવાનો જરૂરી છે. હાલ આ ફીચર ટેસ્ટીંગ ફેઝમાં છે. જો કે આ ફીચરના રોલઆઉટ માટે હજુ સુધી કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ જો તમે અત્યારે આ ફીચરનો ઉપયોગ કરવા માંગો છો, તો તમે તમારા WhatsAppને બીટા વર્ઝનમાં અપડેટ કરીને આ ફીચરનો આનંદ લઈ શકો છો.

WhatsApp પર ટૂંક સમયમાં આવી રહ્યું છે નવું ફીચર, દરેક જગ્યાએ ચેટ્સ લૉક થઈ જશે! 2 - image


Google NewsGoogle News