Get The App

વો્ટસએપમાં ઉમેરાયું મજેદાર ફીચર્સ, હવે સેલ્ફી ક્લિક કરીને ડાયરેક્ટ બનાવો સ્ટીકર

Updated: Jan 15th, 2025

GS TEAM

Google News
Google News
વો્ટસએપમાં ઉમેરાયું મજેદાર ફીચર્સ, હવે સેલ્ફી ક્લિક કરીને ડાયરેક્ટ બનાવો સ્ટીકર 1 - image


Image: Freepik

WhatsApp New Feature: વો્ટસએપે તમારા મેસેજિંગ અનુભવને શ્રેષ્ઠ બનાવવા માટે પોતાની લેટેસ્ટ અપડેટમાં નવા ફીચર રજૂ કર્યાં છે. હવે તમે પોતાના ફોનના કેમેરાનો ઉપયોગ કરીને સીધા નવા સ્ટિકર બનાવી શકો છો. એપે સેલ્ફીમાં નવી કેમેરા ઈફેક્ટ, સ્ટિકર પેક શેર કરવાનું ઓપ્શન અને મેસેજ પર રિસ્પોન્સ આપવા માટે ઝડપી ઓપ્શન પણ રજૂ કર્યાં છે.

નવી અપડેટમાં આવ્યા ઘણા ફીચર્સ

નવા વ્હોટ્સએપ ફીચર એન્ડ્રોઈડ (2.25.1.72) અને iOS (24.25.79) બંને પર લેટેસ્ટ સ્ટેબલ વર્જનમાં ઉપલબ્ધ છે. જોકે, પ્લેટફોર્મે વેબ અને ડેસ્કટોપ વર્જન પર આ ફીચરની ઉપલબ્ધતા વિશે કોઈ જાણકારી આપી નથી. 

નવી કેમેરા ઈફેક્ટ્સ

થોડા અઠવાડિયા પહેલા વો્ટસએપે વીડિયો કોલમાં 30થી વધુ નવી કેમેરા ઈફેક્ટ અને બેકગ્રાઉન્ડ રજૂ કર્યા હતા. આ ઈફેક્ટ હવે ડિફોલ્ટ કેમેરા મેનૂમાં ઉપલબ્ધ છે. તમે આ ફિલ્ટરનો ઉપયોગ કરીને ફોટો ક્લિક કરી શકો છો અને અલગ-અલગ ચેટ, ગ્રૂપ કે સીધા સ્ટેટસ અપડેટ મોકલી શકો છો.

આ ઈફેક્ટમાં બેકગ્રાઉન્ડ બ્લૂ, બેકગ્રાઉન્ડ રિપ્લેસમેન્ટ, ચેહરા માટે ફિલ્ટર, એડ-ઓન ઈમોજી અને ઘણુ બધું સામેલ છે. જ્યારે તમે વ્હોટ્સએપમાં કેમેરા એક્સેસ કરો છો તો નવા ફિલ્ટર બટનથી તેને એક્સેસ કરી શકાય છે.

સેલ્ફીથી સ્ટિકર બનાવો

હવે તમે તમારા ફોનના કેમેરાનો ઉપયોગ કરીને વો્ટસએપમાં નવા સ્ટિકર બનાવી શકો છો. આવું સ્ટિકર - > ક્રિએટ > કેમેરા પર જઈને કરવામાં આવી શકે છે. તમે નવી તસવીર ક્લિક કરવા માટે ફ્રન્ટ કેમેરા કે રિયર કેમેરાનો ઉપયોગ કરી શકો છો, જેને સ્ટિકરમાં બદલી દેવામાં આવશે.

આ પણ વાંચો: તમારા વોટ્સએપ મેસેજ બીજા નહીં વાંચી શકે, પરંતુ CIA વાંચી શકશેઃ ઝકરબર્ગના દાવાથી હોબાળો

તમે ટેક્સ્ટ, ઈમોજી અને અન્ય એલિમેન્ટ્સ પણ જોડી શકો છો કેમ કે એપ તમને તમારા સ્ટિકરને સેવ કર્યા પહેલા એડિટ કરવા માટે ઘણા ઓપ્શન આપે છે. એક વખત સ્ટિકર તૈયાર થઈ ગયા બાદ તમે તેને પોતાના ફેવરિટમાં જોડી શકો છો અને આને પોતાના કોઈ પણ વો્ટસએપ કોન્ટેક્ટની સાથે શેર કરી શકો છો. આ ફીચર હજુ માત્ર એન્ડ્રોયડ પર ઉપલબ્ધ છે. વો્ટસએપનું કહેવું છે કે આને ઝડપથી આઈઓએસ પર પણ રોલ આઉટ કરવામાં આવશે. 

શેર સ્ટિકર પેક

વો્ટસએપે આખરે સ્ટિકર પેકને સીધી ચેટમાં શેર કરવાનું ઓપ્શન રજૂ કર્યું છે. તમે સ્ટિકર પેક ખોલીને અને ટોપ રાઈટ કોર્નરમાં શેર બટનનો ઉપયોગ કરીને આ ફીચરનો ઉપયોગ કરી શકો છો. આ પેક કોઈ પણ વાતચીતમાં વો્ટસએપ લિંક તરીકે શેર કરવામાં આવશે. રિસીવર લિંક પર ક્લિક કરીને સ્ટિકર પેક જોઈ શકો છો અને તેને પોતાના કલેક્શનમાં જોડી શકો છો.

ક્વિકર રિએક્શન

વો્ટસએપે મેસેજ પર રિએક્ટ કરવાનું વધુ સરળ બનાવી દીધું છે. કોઈ મેસેજ પર લાંબા સમય સુધી પ્રેસ કરવાના બદલે તમે રિએક્શન મેનૂ જોવા માટે મેસેજ પર બસ ડબલ ટેપ કરી શકો છો. આ ઈન્ડિવિઝ્યુઅલ અને ગ્રૂપ ચેટ બંનેમાં કામ કરે છે.

અમુક કેસમાં તમે વો્ટસએપના લેટેસ્ટ વર્જન પર હોવા છતાં આ નવા ફીચર્સ સુધી પહોંચવામાં સક્ષમ હોઈ શકતાં નથી. આ સંપૂર્ણરીતે સામાન્ય છે કેમ કે અમુક ફીચર્સને અમુક ડિવાઈસ પર એક્ટિવેટ થવામાં સમય લાગે છે. તમે વો્ટસએપના એપ કેશને સ્વચ્છ કરી શકો છો કે આગામી અપડેટની રાહ જોઈ શકો છો.

Tags :