- ykuõxkuçkh {rnLkku yk¾e ËwrLkÞk{kt MkkÞçkhrMkõÞkurhxe yðuhLkuMk {tÚk íkhefu WsðkÞ Au, íkuLkk yLkwMktÄkLku...
સાયબર મની ફ્રોડ બાબતે આપણા દેશમાં એક ગજબનું ઉદાસીન વલણ જોવા મળે છે. એક તરફ, આપણને વોટ્સએપમાં સાવ બેમતલબની વાતોમાં ચંચૂપાત કરવામાં ઊંડો રસ હોય છે, પણ મહેનતની કમાણી વાતવાતમાં ગુમાવવી ન પડે એ માટે ફ્રોડ કેમ થાય છે, તેનાથી કેમ બચવું વગેરે જાણવામાં આપણને ખાસ રસ પડતો નથી. બીજી તરફ, આવા વલણને કારણે જો કોઈ ફ્રોડમાં ફસાઇને રકમ ગુમાવવાની થાય તો એ રકમ તો ગઈ, હવે પાછી થોડી આવે? એવું જ આપણું વલણ હોય છે.
પરંતુ આ લખનારના પોતાના નજીકના વર્તુળમાંની વ્યક્તિ સાયબર મની ફ્રોડનો ભોગ બની
અને એ પછી ઝડપથી (કોઈ ઓળખાણ-લાગવગ વિના) બેંક અને સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદનાં
પગલાં લેવામાં આવ્યાં તો ફ્રોડમાં ગુમાવેલી રકમ પરત મળ્યાનો અનુભવ પણ થયો છે. ભલે
મહિનાઓ વીત્યા, પણ રકમ પાછી મળી ખરી!
એ જ કારણે, સાયબર મની ફ્રોડ પહેલાં અને
પછી - બંને બાબતે આપણને ઉદાસીન રહેવું પાલવે તેમ નથી. ફ્રોડ પહેલાં, તેના વિશે જાણવામાં રસ ન દાખવીએ તો ફ્રોડના શિકાર બનવાનું ચોખ્ખું જોખમ રહે છે
અને ફ્રોડ પછી, થયું તે થયું એમ માનીએ તો જે રકમ ગઈ છે તે પાછી મળવાની શક્યતા સાવ ઘટે છે અને ભવિષ્યનાં
જોખમો ઊભાં જ રહે છે!
વર્ષ ૨૦૦૪માં અમેરિકામાં ઓક્ટોબરને સાયબરસિક્યોરિટી અવેરનેસ મંથ તરીકે ઉજવવાની શરૂઆત થઈ અને હવે તો આખી દુનિયામાં આ એક મહિના દરમિયાન સાયબર
ફ્રોડ સંબંધિત જાગૃતિ ફેલાવવા પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. આ મહિને આ ઉજવણી શરૂ
થયાને વીસ વર્ષ થઈ ગયાં.
આમ તો સાયબરસિક્યોરિટી બહુ બહોળો વિષય છે અને આપણે ટેકનોવર્લ્ડમાં તેનાં વિવિધ પાસાંની અવારનવાર વાત કરીએ છીએ, આજ પૂરતું, સાયબર મની ફ્રોડ થયા પછી શું કરવું તેના પર ફોકસ કરીએ.
તમારાં બેંક કાર્ડસ ડિસેબલ કરવાં
હજી પણ ઘણા લોકો પોતાના સ્માર્ટફોનમાં પોતાની બેંકની એપ ઇન્સ્ટોલ કરતાં કે
નેટબેંકિંગનો લાભ લેતાં ખચકાય છે. પરંતુ આવી સુવિધાઓનો લાભ લેવામાં જોખમ ઓછું છે
અને સગવડ તથા સલામતી વધુ છે. જેમ કે તમારી સાથે કોઈ પણ રીતે સાયબર ફ્રોડ થાય તો
સૌથી પહેલાં તમે પોતાના ફોનમાં બેંકની એપ ઓપન કરીને તમારા ડેબિટ/ક્રેડિટ કાર્ડ
જાતે જ બ્લોક કરી શકો છો. ખરેખર તો સામાન્ય સંજોગમાં જ્યારે કાર્ડનો ઉપયોગ ન
કરવાનો હોય ત્યારે તમે તેને ડિસેબલ રાખી શકો છો. અહીંથી એટીએમમાંથી કેટલી રકમ
ઉપાડી શકાય, ઓનલાઇન પેમેન્ટ વખતે કેટલી
રકમનું પેમેન્ટ કરી શકાય, સ્ટોરમાં કેટલું પેમેન્ટ કરી
શકાય, કોન્ટેક્ટલેસ પેમેન્ટ થઈ શકે
કે કેમ વગેરે લિમિટ જાતે સેટ કરી શકાય છે. આ બધી બાબતો ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને પ્રકારના ઉપયોગ
માટે સેટ કરી શકાય છે.
બેંક તમને વધુ રકમની સુવિધા આપતી હોય તો પણ મર્યાદિત લિમિટ રાખીને અથવા કાર્ડ
સદંતર બ્લોક્ડ રાખીને વધુ સલામતી મેળવી શકાય. જાતે કાર્ડ બ્લોક કરવાની કે લિમિટ
સેટ કરવાની ટેવ રાખી હશે તો સાયબર ફ્રોડના સંજોગમાં તેને સહેલાઈથી બ્લોક કરી
શકાશે.
ઘણા કિસ્સામાં ગઠિયાઓ બેંકમાં રજા હોય એ દિવસે કે આગલી સાંજે શિકાર પર
ત્રાટકતા હોય છે. જેથી બેંકનો સંપર્ક કરીને કાર્ડ બ્લોક કરવા જેવાં પગલાં લેવાં
મુશ્કેલ બને. આ સ્થિતિમાં, જો તમે ફોનમાં બેંકની એપ
ઇન્સ્ટોલ કરી હશે તો કાર્ડ બ્લોક કરવાનું કામ સહેલું બનશે.
બેંકનો સંપર્ક કરવો
કુદરત ન કરે, પણ તમારી સાથે સાયબર ફ્રોડ
થાય તો તમે બેંકનો તરત સંપર્ક સાધી શકશો ખરા?
બેંક નજીકમાં હોય અને કામકાજનો સમય હોય તો તો જાતે જ બેંકમાં પહોંચી જવું
હિતાવહ છે. પરંતુ બેંકમાં રજા કે સાંજનો સમય હોય તો? અથવા તમે બહારગામ ગયા હો ત્યારે ખાતામાંથી મોટી રકમ ઉપડી ગઈ હોવાની જાણ થાય તો? તમે બેંકની હેલ્પલાઇનનો નંબર સેવ કરી રાખ્યો છે ખરો?
આ નંબર આગ ઓલવવાના સાધન જેવો છે. રોજ કામ ન લાગે, પરંતુ જરૂર પડે ત્યારે તે એકદમ હાથવગો હોવો જોઇએ. આથી સાયબર ફ્રોડ થાય તેની
રાહ જોવાને બદલે બેંકની શાખામાં રૂબરૂ મળીને અથવા બેંકની ઓફિશિયલ સાઇટ પરથી તેના
હેલ્પલાઇન નંબર જાણીને સેવ કરી રાખવા એ આપણા જ લાભની વાત છે.
સાયબર ફ્રોડ થાય ત્યારે બેંકમાં રૂબરૂ જઇને અથવા સાચા હેલ્પલાઇન નંબર પર કોલ
કરીને ફ્રોડ સંબંધિત શક્ય એટલી વધુ વિગતો આપવી જોઇએ. એ ઉપરાંત બેંકમાં લેખિત
ફરિયાદ કરવાનો અને બેંક તરફ ફરિયાદ મળી હોવાની રિસિપ્ટ મેળવવાો પણ આગ્રહ રાખશો.
જો તમારી સાથે ક્રેડિટ કાર્ડ સંબંધિત કોઈ પ્રકારનો ફ્રોડ થયો હશે તો બેંક આ રીતે ક્રેડિટ કાર્ડથી થયેલા ટ્રાન્ઝેકશનને ડિસ્પ્યુટેડ ટ્રાન્ઝેકશન તરીકે માર્ક કરશે. આ સ્થિતિમાં આપણે કાર્ડનું બિલ તો ભરવું પડશે પરંતુ જો કેસ ઉકેલાય તો ખોટી રીતે ઉપડી ગયેલી કે વપરાઈ ગયેલી રકમ પરત મળી શકે છે.
ભારત સરકારના નેશનલ પોર્ટલ પર ફરિયાદ કરવી
ભારત સરકારે સાયબર ક્રાઇમની ફરિયાદો નોંધવા માટે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ
લોન્ચ કર્યું છે.
આ પોર્ટલ (https://cybercrime.gov.in/) પર જઈને આપણે પોતાની સાથે
થયેલા સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવી શકીએ છીએ. આ પોર્ટલ પર વિવિધ પ્રકારના સાયબર
ફ્રોડ અને તેની ફરિયાદ નોંધાવવા વિશેની વિગતો આપેલી છે. અહીં, મહિલાઓ અને બાળકો સંબંધિત સાયબર ફ્રોડ થયો હોય ત્યારે પોતાની વિગતો આપ્યા વિના
પણ ફરિયાદ નોંધાવી શકાય છે.
અન્ય પ્રકારના સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાવવા માટે આપણે પોતાનું નામ અને
ભારતનો મોબાઇલ નંબર આપીને પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું પડે છે. મોબાઇલ નંબરની
ઓટીપી દ્વારા ખરાઈ કરવામાં આવે છે.
ફરિયાદની સાથોસાથ આપણે ક્રેડિટ કાર્ડની રીસિપ્ટ, બેંકનું સ્ટેટમેન્ટ, ઓનલાઇન મની ટ્રાન્સફરની
રીસિપ્ટ, ઇમેઇલની કોપી, જે વેબપેજ પરથી ઠગાઈ થઈ હોય તેનું યુઆરએલ, ઠગાઈ કરનાર વ્યક્તિ સાથેની ચેટના સ્ક્રીનશોટ, જે મોબાઇલ નંબર પરથી ઠગાઈ થઈ હોય તેના કોલ રેકોર્ડના સ્ક્રીનશોટ, કોઈ પણ પ્રકારના વીડિયો કે ઇમેજ કે અન્ય ડોક્યુમેન્ટ પુરાવા તરીકે આપી શકાય
છે.
આપણી ફરિયાદ પોર્ટલ પર સફળતાપૂર્વક નોંધાયા પછી આપણને તેનું કન્ફર્મેશન મળે
છે.
આ એક નેશનલ પોર્ટલ છે, પરંતુ તેના પર ફરિયાદ નોંધાવ્યા પછી આપણા કેસની તપાસ જે તે રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશની પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે. રિપોર્ટ એન્ડ ટ્રેક વિકલ્પ હેઠળ ફરિયાદની તપાસ કેટલે પહોંચી તેનું સ્ટેટસ તપાસી શકાય છે. આપણી સાથે વિદેશમાંથી કોઇએ સાયબર ફ્રોડ કર્યો હોવાની શંકા હોય તો પણ આ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી શકાય છે.
સાયબર ક્રાઇમ હેલ્પલાઇન કે પોલીસનો સંપર્ક કરવો
જો તમે ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકો તેમ ન હો તો સમગ્ર દેશ માટે લાગુ ૧૯૩૦
હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો. આ નંબર ખાસ ફાયનાન્સિયલ સાયબર ફ્રોડના
કિસ્સામાં મદદ માટે કાર્યરત કરવામાં આવેલ છે.
એ સિવાય આપણે પોલીસ હેલ્પલાઇન નંબર ૧૧૨ પર પણ સંપર્ક કરી શકીએ. એ ઉપરાંત
રોજિંદા પોલીસ કંટ્રોલ રૂમ નં. ૧૦૦ પર તથા મહિલાઓ સંબંધિત બાબતમાં ૧૮૧ પર સંપર્ક
કરી શકાય છે.
ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં જુદા જુદા જિલ્લાઓમાં સાયબર ક્રાઇમ સેલ્સ શરૂ કરવામાં આવ્યા છે. તેનો આપણે સીધો સંપર્ક કરી શકીએ અથવા એ શક્ય ન હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જઇને મદદ મેળવી શકીએ એ પછી પોલીસ આપણો કેસ સાયબર સેલને ટ્રાન્સફર કરશે. સાયબર ફ્રોડમાં આપણે પક્ષે બને તેટલાં ઝડપી પગલાં લેવાં જરૂરી છે.
RLMxkøkúk{{kt yufÚke ðÄw yufkWLxLkku WÃkÞkuøk ÚkkÞ?
ઘણા લોકોને આ સવાલ હોય છે. ટૂંકો જવાબ એ કે ચોક્કસ ઉપયોગ કરી શકાય. હવે સવાલ એ
થવો જોઇએ કે ઇન્સ્ટાગ્રામમાં એકથી વધુ એકાઉન્ટ રાખવાની જરૂર શી? આ સવાલનો જવાબ થોડો વિસ્તૃત રીતે જાણીએ અને ઇન્સ્ટાગ્રામમાં એકથી વધુ
એકાઉન્ટનો લાભ કઈ રીતે લઈ શકાય એ વિશે પણ વાત કરીએ.
આખી દુનિયામાં દર મહિને એક અબજથી વધુ લોકો ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે.
સોશિયલ મીડિયાના દૃષ્ટિએ ઇન્સ્ટાગ્રામની રીચ જબરજસ્ત છે. એ જ કારણે પોતાની વાત
હજારો-લાખો-કરોડો લોકો સુધી પહોંચાડવા માગતા લોકો માટે પણ ઇન્સ્ટાગ્રામ વન ઓફ ધ
મોસ્ટ ફેવરિટ પ્લેટફોર્મ્સ છે!
પરંતુ ઇન્સ્ટાગ્રામના યૂઝર્સની એક ખાસિયત છે. આ પ્લેટફોર્મ પર યૂઝર્સ કોઈ એક
ચોક્કસ ટોપિક પર ફોકસ કરતા એકાઉન્ટને ફોલો કરવાનું વધુ પસંદ કરે છે. જેમ કે કોઈ
એકાઉન્ટમાં કૂકિંગની રેસિપીઝ શેર થતી હોય અને તેની સાથોસાથ બ્યૂટી ટિપ્સ પણ
આપવામાં આવતી હોય તો આવા એકાઉન્ટમાં લોકો ખાસ રસ પડતો નથી. એવું જ
શેરબજાર-મ્યુચ્યુઅલ ફંડ્સની સાથોસાથ ઇન્સ્યોરન્સ વિશેની વાતો પણ શેર કરતા
એકાઉન્ટ્સમાં લોકો બહુ રસ બતાવતા નથી. આખી દુનિયામાં સ્પેશિયાલાઇઝેશનનો દબદબો છે
તો ઇન્સ્ટાગ્રામ પર કેમ નહીં? આથી ઇન્સ્ટા પર ફક્ત એક જ
બાબત પર ધારદાર ફોકસ ધરાવતા એકાઉન્ટ વધુ ઝડપથી પોપ્યુલર થાય છે.
આ જ કારણે ઇન્સ્ટાગ્રામ કંપની લોકોને તેના પ્લેટફોર્મ પર જુદાં જુદાં પાંચ
એકાઉન્ટ બનાવવાની સગવડ આપે છે. સારી વાત એ છે કે આપણે ઇન્સ્ટાની એપમાં એક
એકાઉન્ટથી લોગઇન હોઇએ ત્યારે બીજા એકાઉન્ટમાં સ્વિચ થવા માટે પહેલા એકાઉન્ટમાંથી
લોગઆઉટ થવાની જરૂર નથી. આપણે ઝડપથી એકાઉન્ટ સ્વિચ કરી શકીએ છીએ.
ઇન્સ્ટાગ્રામમાં એકથી વધુ એકાઉન્ટ ઓપન કરવાની પ્રોસેસ પહેલું એકાઉન્ટ ક્રિએટ
કરવા જેવી જ છે.
એ પછી, ઇન્સ્ટાગ્રામમાં એકથી વધુ
એકાઉન્ટ કનેક્ટ કરવા માટે ઇન્સ્ટા એપમાં તમારા પ્રોફાઇલ પિકચર પર ક્લિક કરીને
પ્રોફાઇલ પેજ પર જાઓ.
અહીં તમારા સૌથી ઉપર તમારા યૂઝરનેમ પર ક્લિક કરો. તમારું એકથી વધુ એકાઉન્ટ
નહીં હોય તો નવું એકાઉન્ટ ક્રિએટ કરવાની તક મળશે. નવું એકાઉન્ટ બનાવ્યા પછી, અહીં જ લોગ ઇન ટુ એક્ઝિસ્ટિંગ
એકાઉન્ટ પર ક્લિક કરો. તમે અગાઉ
ઉમેરેલાં એકાઉન્ટ્સમાંથી જે નવું એકાઉન્ટ કનેક્ટ માગતા હો તેના યૂઝરનેમ અને
પાસવર્ડ આપો અને લોગઇન થાઓ.
ઇન્સ્ટાગ્રામમાં વિવિધ એકાઉન્ટ સ્વિચ કરવા માટે પછી આ જ વિધિ કરવાની છે. એપમાં તમારા પ્રોફાઇલ પિકચર પર ક્લિક કરીને પ્રોફાઇલ પેજ પર જાઓ. અહીં તમારા યૂઝરનેમ પર ક્લિક કરો. હવે તમે જે એકાઉન્ટમાં સ્વિચ કરવા માગતા હો તેને પસંદ કરી લો!
MkkÞçkh£kuzLkk
Mkki fkuE rþfkh çkLku Au!
ભારતમાં સાયબર મની ફ્રોડ બહુ વધતા જાય છે એવું તમને લાગે છે? ભારતમાં લોકો પૂરતું ભણેલા નથી કે ઓનલાઇન બાબતોની તેમને ગતાગમ હોતી નથી એટલે
તેમને ઠગનારા લોકો ફાવી જાય છે એવું તમે માનો છો?
તમારા આ બંને અભિપ્રાય સાચા હશે, પણ માત્ર ભારતમાં જ આવું નથી.
હમણાં આ બાબતે ઓસ્ટ્રેલિયાના જે આંકડા બહાર આવ્યા છે તે ચોંકાવનારા છે.
ઓસ્ટ્રેલિયાની એક સરકારી સંસ્થા ઓસ્ટ્રેલિયન કોમ્પિટિશન એન્ડ
કન્ઝ્યૂમર કમિશનના તાજેતરના રિપોર્ટ અનુસાર, ફક્ત ૨૦૨૨ના એક વર્ષમાં ઓસ્ટ્રેલિયાના લોકોએ ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનીને કુલ
૩ અબજ ડોલર જેટલી રકમ ગુમાવી!
આગલા વર્ષ એટલે કે ૨૦૨૧ કરતાં આ પ્રમાણ ૮૦ ટકા જેટલું વધુ છે. એટલું જ નહીં, આવી છેતરપિંડીનો ભોગ બનનારા લોકોમાં ભણેલા-ગણેલા યુવાનોનોનું પ્રમાણ વધુ છે!
ઓસ્ટ્રેલિયાના ઠગોએ સૌથી વધુ પ્રમાણમાં ટેક્સ્ટ મેસેજ (૩૩ ટકા), ફોન કોલ્સ (૨૯ ટકા) અને પછી ઇમેજ (૨૨ ટકા)થી લોકોને પોતાની જાળમાં ફસાવ્યા.
આવી મોટા ભાગની છેતરપિંડીમાં સારા ઇન્વેસ્ટમેન્ટની લાલચ, ડેટિંગ ને રોમાન્સ, ખોટાં બિલિંગ, ફિશિંગ, િરમોટ એક્સેસ, જીવનું જોખમ કે ધરપકડ થવાનો ડર, જોબની લાલચ, ઓનલાઇન શોપિંગ વગેરે રીતોનો ઉપયોગ થયો.
આનો આપણે માટે બોધપાઠ શો? એ જ કે ઓનલાઇન છેતરપિંડીનો કોઈ પણ ભોગ બની શકે છે, માટે ઇન્ટરનેટ પર જોવા મળતી દરેક બાબતને હંમેશાં શંકાની નજરે જોવી, છેતરપિંડીની નવી નવી પદ્ધતિઓ વિશે માહિતગાર રહેવું અને પોતાનાં એકાઉન્ટ્સ ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન અને મજબૂત પાસવર્ડથી સલામત રાખવાં.
yuõMku÷{kt
fk{ fhðkLke fux÷ef M{kxo rxÃMk
એક્સેલમાં તમને થોડી ઘણી ફાવટ હોય તો આગળ વાંચો - વર્ડમાં આખા ડોક્યુમેન્ટની
તમામ ટેક્સ્ટ સિલેક્ટ કરવી હોય તો આપણે Ctrl+A કીની મદદ લઈ શકીએ છીએ. એ જ રીતે એક્સેલમાં પણ Ctrl+Aનો ઉપયોગ થઈ શકે છે. જો તમે ડેટાનું ટેબલ બનાવ્યું હોય તો તેમાં કર્સર રાખી Ctrl+A પ્રેસ કરતાં ડેટા સિલેક્ટ થશે, બીજી વાર Ctrl+A કરતાં ટેબલનાં હેડર્સ પણ સિલેક્ટ થશે અને ત્રીજી વાર Ctrl+A કરતાં આખી સ્પ્રેડશીટ સિલેક્ટ
થશે (સ્પ્રેડશીટના સૌથી ડાબી તરફના ઉપલા ખૂણાને ક્લિક કરીને પણ આખી સ્પ્રેડશીટ
સિલેક્ટ કરી શકાય છે).
તમે ઘણી વાર નોંધ્યું હશે કે કોલમમાં વિવિધ ડેટા એન્ટર કર્યા પછી કોલમની
પહોળાઈ ઓછી હોવાને કારણે આપણો ડેટા પૂરો વાંચી શકાતો નથી. જ્યારે આવી એકથી વધુ
કોલમ્સમાં અપૂરતી પહોળાઈને કારણે ડેટા વાંચી શકાતો ન હોય તો બધી કોલમને એક એક
કરીને પહોળી કરવાની કસરત કરવાને બદલે, તમે જેટલી કોલમ પહોળી કરવાની
હોય એ બધીને એક સાથે સિલેક્ટ કરીને મથાળામાં કોઈ પણ બે કોલમ વચ્ચેની લાઇનને ડબલ
ક્લિક કરતાં, બધી જ કોલમ એક સાથે યોગ્ય
પહોળાઈની થઈ જશે.
એ જ રીતે, તમારે એકસેલની કોઈ ફાઈલમાં
વારંવાર આજની તારીખ નાખવાની જરૂર ઊભી થતી હોય તો દર વખતે કમ્પ્યૂટરના સ્ક્રીન પર
નીચે જમણી તરફના ખૂણે તારીખ તપાસવા જવાની જરૂર નથી. જે તે સેલમાં કર્સર રાખીને
ફક્ત Ctrl+; કી એન્ટર કરતાં ત્યાં જે તે દિવસની તારીખ આવી જશે, પણ આ તારીખ દરરોજ બદલાતી જાય, એટલે કે સેલમાં કરન્ટ ડેટા
જોવા મળે એવું કરવું હોય તો એ સેલમાં તમે =TODAY() લખી શકો. પછી જ્યારે તમે એ
ફાઇલ ઓપન કરશો એ દિવસની તારીખ તેમાં જોવા મળશે. બંને વચ્ચેનો ફર્ક બરાબર સમજજો!


