- ík{khu VkuLk fu fBÃÞqxh{kt MÚkkrLkf ¼k»kk{kt xkR®Ãkøk fhðkLkwt Úkíkwt nkuÞ íkku ÞwrLkfkuz rðþu òýðwt s òuEyu
આપણા સ્માર્ટફોનમાં
હવે તો આપણે ધડાધડ ગુજરાતી કે હિન્દીમાં ટાઇપ કરતા થઈ ગયા છે, પણ આ સગવડ યુનિકોડ’
નામની વ્યવસ્થાને આભારી એ વાત તરફ આપણું
ધ્યાન જતું નથી. યુનિકોડ આમ તો વિસ્તૃત વિષય છે, પણ આપણે કમ્પ્યૂટર કે
સ્માર્ટફોનમાં અંગ્રેજી સિવાયની ભાષાઓમાં ટાઇપિંગ કરવાના સંદર્ભે યુનિકોડ વિશે વાત
કરીએ.
જો તમારે કમ્પ્યૂટરમાં
અંગ્રેજી સિવાયની ભાષાઓ સાથે પણ પનારો પાડવાનો થતો હોય તો તમે ક્યારેક ને ક્યારેક
આ યુનિકોડ શબ્દ સાંભળ્યો હશે.
ગુજરાતી માટે મોટા
ભાગે શ્રુતિ અને એરિયલ યુનિકોડ એમએસ તથા હિન્દી માટે મંગલ ફોન્ટનો તમે ઉપયોગ કર્યો
હશે. ઘણા લોકો આ ફોન્ટ્સને ગૂગલ ફોન્ટ્સ
તરીકે પણ ઓળખે છે. કારણ કે ગૂગલની ટાઇપિંગ
માટેની સગવડ (જેને ટેકનિકલ ભાષામાં ઇનપૂટ ટૂલ્સ’ કહે છે) આપતી વેબસાઇટ
(https://www.google.co.in/inputtools/try/) પર જઇને અંગ્રેજી
ટાઇપિંગની મદદથી, ગુજરાતીમાં ટાઇપ્ડ ટેક્સ્ટ મેળવી શકાય છે. જેમ કે આ
સાઇટ પર આપણે ઇનપૂટ બોક્સમાં અંગ્રેજીમાં Gujarat લખીએ તો ગુજરાતીમાં ગુજરાત શબ્દ મેળવી શકાય
છે. આ બધુ વાસ્તવમાં યુનિકોડ નામની
વ્યવસ્થાને આભારી છે (આ અગાઉ આપણે નોલેજ કોર્નરમાં ઇમોજિસની વાત કરી હતી ત્યારે યુનિકોડનો અછડતો
ઉલ્લેખ કર્યો હતો, એ તમને યાદ હશે).
સાવ સાદા શબ્દોમાં એમ
કહી શકાય કે અંગ્રેજી ઉપરાંતની વિવિધ ભાષાઓનો કમ્પ્યૂટર પર ઉપયોગ કરવા માટે
યુનિકોડનો ઉપયોગ થાય છે.
યુનિકોડની જરૂરિયાત
કેમ ઊભી થઈ તેની વાત કરીએ તો અંગ્રેજીમાં આપણે ટાઇમ્સ ન્યૂ રોમન ફોન્ટમાં કોઈ લખાણ
ટાઇપ કરીએ અને એ લખાણ બીજી કોઈ વ્યક્તિને મોકલીએ, તેના કમ્પ્યૂટરમાં
ટાઇમ્સ ન્યૂ રોમન ફોન્ટ ન હોય તો પણ તેને એ લખાણ વાંચવામાં તકલીફ ન થાય કારણ કે એ
વ્યક્તિ એ જ લખાણ પોતાના કમ્પ્યૂટરમાં રહેલા બીજા કોઈ પણ અંગ્રેજી ફોન્ટ જેમ કે
એરિયલ જેવા ફોન્ટમાં એ લખાણ ફેરવીને વાંચી શકે.
અન્ય સ્થાનિક ભાષાઓના
ઉપયોગમાં આવી સરળતા નહોતી. કારણ એ હતું કે લોકો કમ્પ્યૂટરમાં ટાઇપ કરવા માટે
પોતપોતાની આગવી એન્કોડિંગ’(સ્થાનિક ભાષાને
ડિજિટલ સ્વરૂપ આપવાની વ્યવસ્થા) વિકસાવવા લાગ્યા હતા. આગળ જતાં કેટલીક કંપનીઓએ
તેમની પોતાની માલિકીનાં ટાઇપિંગ ટૂલ્સ અને ફોન્ટ્સ વિકસાવ્યા. ગુજરાતી ભાષાની વાત
કરીએ તો તેમાં જુદા જુદા ઘણા લોકોએ વગેરે જેવા ખાસ્સી મથાપણો પછી ફોન્ટ વિકસાવ્યા
હતા. બીજી તરફ ભાષાભારતી, શ્રીલિપી,
ઇન્ડિકા વગેરે નામે જુદી જુદી કંપનીઓએ પણ
ગુજરાતી અ્ને અન્ય ભાષામાં કમ્પ્યૂટરમાં ટાઇપિંગ માટે ટાઇપિંગ ટૂલ્સ અને ફોન્ટ્સ
વિકસાવ્યા.
મુશ્કેલી એ હતી કે આ
બધા ફોન્ટસનાં એન્કોડિંગ જુદા જુદા હતા. મતલબ કે અંગ્રેજીમાં ટાઇમ્સ ન્યૂ રોમ
ફોન્ટસમાં ટાઇપ થયેલું લખાણ એરિયલ ફોન્ટની મદદથી સહેલાઇથી વાંચી શકાય, પરંતુ ભાષાભારતના
ગોપિકા ટુ ફોન્ટમાં ટાઇપ થયેલું લખાણ ઇન્ડિકાના ક્રિશ્ના કે શ્રીલિપીના
શ્રી-ગુજ-૩૩૧૩ જેવા ફોન્ટમાં ફેરવીને વાંચી શકાય નહીં. આ ત્રણેય ફોન્ટના મરોડ અને
દેખાવ લગભગ એકસરખા હોવા છતાં આપણા કમ્પ્યૂટરમાં એ જ ફોન્ટ ન હોય તો એ લખાણ આપણે
વાંચી શકીએ નહીં. એ જ રીતે જે તે કંપનીનો ટાઇપિંગ સોફ્ટવેર આપણી પાસે ન હોય તો
આપણે એ લખાણને એડિટ પણ ન કરી શકીએ.
યુનિકોડ આ તકલીફનો
ઉપાય આપે છે. તેમાં વિવિધ ભાષાના અક્ષરો એકસમાન કોડથી દર્શાવવાની વ્યવસ્થા
વિકસાવવામાં આવી છે (એટલે જ આ વ્યવસ્થાને યુનિકોડ નામ મળ્યું છે). તેની સાથોસાથ
માઇક્રોસોફ્ટ જેવી કંપનીએ અને હવે અન્ય મોબાઇલ કંપનીઓ તેમની ઓપરેટિંગ સિસ્ટમમાં
વિવિધ ભાષામાં યુનિકોડમાં ટાઇપ કરવાની સગવડ આપવાનું તથા તેને માટે જરૂરી શ્રુતિ કે
મંગલ જેવા ફોન્ટ પણ આપવાનું શરૂ કર્યું. આ કારણે કોઈ વ્યક્તિ આપણને શ્રુતિ
ફોન્ટમાં ટાઇપ કરેલું લખાણ મોકલે તો એ ફોન્ટ આપણા કમ્પ્યૂટરમાં પહેલેથી હોવાથી તે
વ્યક્તિએ આપણને લખાણ માટે ઉપયોગમાં લીધેલા ફોન્ટ મોકલવાની જરૂર રહે નહીં. જો આપણા
કમ્પ્યૂટરમાં શ્રુતિ ઉપરાંત બીજા ગુજરાતી યુનિકોડ ફોન્ટ હોય તો આપણે એ જ લખાણ અન્ય
ગુજરાતી યુનિકોડ ફોન્ટમાં ફેરવીને વાંચી શકીએ.
કમ્પ્યૂટર કરતાં પણ
ઇન્ટરનેટ માટે આ સગવડ આશીર્વાદરૂપ સાબિત થઈ છે. યુનિકોડના આગમન પહેલાં સ્થાનિક
ભાષાની વેબસાઇટ, ઉપર લખ્યા એ મુજબના જુદા જુદા ફોન્ટની મદદથી તૈયાર
કરવામાં આવતી હતી. આથી આપણા કમ્પ્યૂટરમાં એ ફોન્ટ ન હોય તો એ વેબસાઇટમાંનું લખાણ
આપણે વાંચી શકતા નહીં. આથી વેબસાઇટે તેને ઉપયોગમાં લીધેલા ફોન્ટ આપણા કમ્પ્યૂટરમાં
ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરવાની સગવડ આપતી પડતી હતી. ઇન્ટરનેટના આગમનને કારણે આ તકલીફ
રહી નથી. યુનિકોડ સંબંધિત બીજી કેટલીક વાત કરીએ તો માઇક્રોસોફ્ટ ઓફિસ પ્રોગ્રામ્સ
તથા ઇન્ટરનેટ પર તમામ જગ્યાએ અને ગૂગલ ડ્રાઇવમાં ગૂગલ ડોક્સ, સીટ્સ કે સ્લાઇડ જેવા
પ્રોગ્રામમાં યુનિકોડની મદદથી સહેલાઇથી અંગ્રેજી સિવાયની ભાષામાં કામ કરી શકાય છે.
ડેસ્કટોપ પબ્લિશિંગ એટલે કે પુસ્તકો, સામયિકો, અખબારો વગેરેના પેજ ડિઝાઇન કરવા માટે ઉપયોગમાં
લેવાતા પેજમેકર, કોરલ ડ્રો,
ઇનડિઝાઇન, ક્વાર્ક એક્સપ્રેસ
વગેરે પ્રોગ્રામમાં હજી હમણાં સુધી યુનિકોડ ફોન્ટનો ઉપયોગ થઈ શકતો નહોતો. હવે આ
પ્રોગ્રામના લેટેસ્ટ વર્ઝનમાં આ સગવડ મળવા લાગી છે.
એ ઉપરાંત અગાઉના
ફોન્ટ ફોર્મેટમાં તૈયાર થયેલાં લખાણોને યુનિકોડ ફોન્ટમાં ફેરવવાનાં કન્વર્ટર પણ
હવે ઉપલબ્ધ થઈ ગયાં છે!


