Get The App

કાર કે બાઈકમાં CC શું હોય છે? જાણી લો તેના ફાયદા, તો ક્યારેય નહી થાય નુકસાન

સીસી વિશે વાત કરીએ તો આ દરેક ગાડીની પહેલી ઓળખ માનવામાં આવે છે. તેનો મતલબ થાય છે કયુબિક કેપેસિટી

Updated: May 30th, 2023

GS TEAM


Google News
Google News
કાર કે બાઈકમાં CC શું હોય છે? જાણી લો તેના ફાયદા, તો ક્યારેય નહી થાય નુકસાન 1 - image
Image Envato 

તા. 30 મે 2023, મંગળવાર 

ઓટોમોબાઈલ્સની બજારમાં સતત મોટા અપડેટ થતા રહેતા હોય છે. અને આ સાથે લોકોની માંગણીઓ પણ બદલાઈ રહી છે. એક સમયે લોકો બાઈક કે કારની માઈલેજ અને તેની કિંમત જોઈને ખરીદવા માટે પસંદગી કરતા હતા. તો હવે લોકો કાર કે બાઈકનું પરફોર્મન્સ અને તેનુ સ્પેશિફિકેશન પર વધારે ધ્યાન આપતા હોય છે. જેમા ગાડી કેટલા સીસીની છે?, કેટલા બીએચપી કેટલા છે?, અથવા તો તેનું ટૉક શું છે ? પરંતુ આજે આપણે સીસી વિગતે જાણીએ.  બહુ ઓછા લોકો જાણતા હોય છે. આવો સમજીએ તેના વિશે વધુ માહિતી મેળવીએ. 

શું હોય છે CC?

સીસી વિશે વાત કરીએ તો આ દરેક ગાડીની પહેલી ઓળખ માનવામાં આવે છે. તેનો મતલબ થાય છે કયુબિક કેપેસિટી. આને સાદી ભાષામાં સમજવું હોય તો એમ કહી શકાય કે કોઈ પણ ગાડીમાં એન્જીન પિસ્ટન દ્વારા ચાલતી હોય છે. ઈંધણનો ફ્લો પિસ્ટનમાં થાય છે  અને તેના દ્વારા તે એનર્જી બનાવીને ગાડીને ચલાવે છે. અને આ પિસ્ટન અલગ અલગ સાઈઝના હોય છે તેની કેપેસિટી અલગ અલગ હોય છે.

કાર 1000 સીસીની હોય તો તેનો સીધો મતલબ છે કે પિસ્ટનની કેપેસિટી  1 લીટરની છે

ઉદાહરણ તરીકે સમજવુ હોય તો તમારી કાર 1000 સીસીની હોય તો તેનો સીધો મતલબ છે કે પિસ્ટનની કેપેસિટી  1 લીટરની છે.  અને તે એક લિટર બળતણ બાળવા જેટલી ઉર્જા ઉત્પન્ન કરે છે. તેથી જ કાર અથવા બાઇકના એન્જિનને 1.0 લિટર, 0.5 લિટર અથવા 2.0 લિટરમાં માપવામાં આવે છે. જેટલા વધારે લીટરની કેપેસિટી હશે એટલો વધારે પાવર એન્જિન જનરેટ કરશે અને વાહન એટલી ઓછી માઈલેજ આપશે.

Tags :